તુલસીનું મહત્વ * તુલસી એક સાધારણ છોડ જરૂર છે , પરંતુ ભારતના લોકો માટે તે ગંગા – જમના જેવી પવિત્ર છે . * પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે . કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં . * નવમી , દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે . * સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાથ્ય માટે અતિ ઉત્તમ છે . તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે . તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે . *
ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો . * પ્રબોધિનિ , ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ – મંડપ વગેરેનું નિર્માણ કરો . * ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ – માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો . * ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના – ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢું રાખીને બેસાડવાં . * ગોધુલી ( સાંજના ) સમયમાં વર ( ભગવાન ) નું પૂજન કરવું * ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા ( તુલસી ) નું દાન કરો . * ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો . * પછી વસ્ત્ર , ઘરેણા વગેરે આપો . * ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ – ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો . * છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો .
દેવ દિવાળીના દિવસનું મહત્વ અને પૂજન વિધિ | Tulshi viva | Dev diwali | prabodhini ekadashi
૧. પ્રબોધિની એકાદશી ( કારતક સુદ -૧૧ ) શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : હે અર્જુન ! હું તને મુક્તિ આપનારી ‘ પ્રબોધિની ’ એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલો વાર્તાલાપ કહું છું . એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું : “ હે પિતા ! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપકૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો . ” બ્રહ્માજી બોલ્યાઃ “ પુત્ર ! જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે , એ વસ્તુ પણ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે . આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે . હે પુત્ર ! જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુલોકમાં જાય છે . બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાથીનષ્ટ થઈ જાય છે . ”
હેનારદ ! મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્યકરવું જોઈએ . જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે , એ ધનવાન , યોગી , તપસ્વી તથા ઈન્દ્રીયોને જીતનારબને છે . કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે . આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન , તપ , હોમ , ( ભગવાનનાનામના જપ પણ પરમ યજ્ઞ છે . ) વગેરે કરે છે એમને અક્ષય પુણ્ય મળે છે . આથી હે નારદ ! તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ . ” બ્રહ્માજીએ કહ્યુંઃ “ હેનારદ ! આ એકાદશીના દિવસે મનુષ્યબ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ . એ રાતે ભગવાનની સમીપ ગીત , નૃત્ય , કથા – કિર્તન કરતા રાત વીતાવવી જોઈએ . પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ , અગર , ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ . ભગવાનને અર્થ આપવો જોઈએ . એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડગણું અધિક હોય છે . જે ગુલાબના પુષ્પથી , બકુલ અને અશોકના ફૂલોથી , સફેદ અને લાલ કરેણના ફૂલોથી , દુર્વાદળથી , શમીપત્રથી , ચંપકપુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે , એ આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે . આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ . જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય , તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ . જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે ,
તુલસી વિવાહ ત્કારતક માસના સુઈગયારસને દિઈ તુલસીજીના લગ્ન શુ ભગવાન સાથે થયાં . આથી કારતક સુદ ૧૧ ને દિવસે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે .શહેરની ઘણીયે પોળોમાં વિસ્તારોમાં તથા ગામડાઓમાં તુલસી વિવાહ લોકો ભાવથી ઉજવે છે . મંદિરોમાં અને ખાસ કરીને વૈષ્ણવોના મંદિરોમાં તુલસી વિવાહનો ૧૫ પશિદનનાઓ વિશ્વ સંચાર ઉમળકાભેર અને ધામ ધૂમથી ઉજવાય છે ) તુલસી વિવાહના પ્રસંગ / કથા આ પ્રમાણે છે એક વાર દેવરાજ ઈન્દ્રનું અભિમાન ઉતારવાને માટે જાલંધરને ઉત્પન્ન કર્યો , આ નીલંધરની પતીનું નામ વૃંદા , વૃંદા ભહાન પતિવ્રતા સતી સ્ત્રી હતી . તેના પૂણ્ય પ્રભાવે જલંધર બળવાન અને અજય થયો હતો . તેને કોઈ જીતી શકતું નહિ.અને પછી તો તે ધીરે ધીરે દેવો પણ હેરાન પરેશાન કરવા લાગ્યો . દેવો ત્રાહિ ત્રાહિ પોકારવા લાગ્યા . આખરે જાલંધરનો ઉત્પાત વધી જ્યાથી દેવતાઓએ ભગવાન પાસે જઈને સ્તુતિ કરી અને કહ્યું કે , “ પ્રભુ ! આ પાપી રાક્ષસના ત્રાસથી અમોને ઉગારો . ” અને ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈને સતી વૃંદાને તેના સતીત્વથી ભ્રષ્ટ કરી . આ વાતની જ્યાં વૃંદાને ખબર પડી કે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે “ હે કપટી ! તે મારી સાથે કપટ કર્યું ? જા તૂ પાષણ ( પથ્થર ) બની જા . ‘ ‘ આ સાંભળી ભગવાને પણ વૃંદાને સામો શ્રાપ દીધો કે , “ તો જા તુ પણ લાકડુ બની જા . ‘ ‘ વૃંદાએ જ્યારે જાણ્યું કે આ તો વિષ્ણુ ભગવાન છે અને એમણે પોતે કપટ કર્યું છે , તેથી તેણીએ વિષ્ણુ ભગવાનની મા માગી . વિષ્ણુ ભગવાને કહ્યું . ‘ ‘ વંદા ! હું તને તરછોડીશ નહીં . અત્યારે તો નહી પણ તારો આવતા જન્મે તને હું રાણી બનાવીશ . તું તુલસી થજે ( તુ વનસ્પતી અને હું શાળીગ્રામ . ’ ’ ) આમ કહી પ્રભુ તો જતા રહ્યાં . સમય બનતાં કાળ વીતતાં વૃંદા બીજા જન્મમાં તુલસી થઈ અને વિષ્ણુ ભગવાન શાળીગ્રામ થયાં અને આમ ‘ તુલસી વિવાહ ” થયાં .