ચૂંટણી કાર્ડ વગર પણ આ ડોક્યુમેન્ટ હશે તો મતદાન કરી શકશો કેવી રીતે જાણવા અહી ક્લિક કરો

લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ એટલે ચૂંટણી છે અને આજે લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું વોટિંગ શરૂ થઇ ગયુ છે. પહેલાં તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂથઇ ગયુ છે અને કેટલાંક અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સાડા સાતથી મતદાન શરૂ થઇ ગયું છે. જો તમારી પાસે હાલ ચૂંટણીકાર્ડ નથી મળી રહ્યું તો ગભરાવાની કોઈ જરૂર નથી.

વિધાનસભા બેઠકો પર ચૂંટણી જિલ્લાના મતદારો ફોટો ઓખળકાર્ડની અવેજીમાં ચૂંટણી પંચે માન્ય કરેલ વૈકલ્પિક દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. મતદાન માટે આવતા મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરવા નિર્દેશ કરેલ છે જેમાં તમારે ઈલેક્શન કાર્ડની જરૂર નથી.

પરંતુ જો કોઈ મતદાર તેને આપવામા આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) અથવા ચૂંટણી તંત્ર તરફથી મતદારોને આપવામાં આવેલ અધિકૃત મતદાર ફોટો કાપલી (વોટર સ્લીપ) રજુ ન કરી શકે અથવા તેમ દર્શાવવામાં આવેલ ફોટો મતદાર સાથે મળતો ના આવે તો વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ ભારતના ચૂંટણી પંચે માન્ય કરેલ છે તેની ખાસ નોંધ લેવી. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ વૈકલ્પિક દસ્તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ, ઈન્કમટેક્ષ (પાન) ઓળખકાર્ડ, સહિતના આધારભૂત ફોટો આઈ.ડી. માન્ય ગણાશે.

ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. અને 23 મેના રોજ તેના પરિણામ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન આજથી  શરૂ થઇ ગયુ છે. ચૂંટણી પંચના એવા પ્રયત્ન છે કે વધુને વધુ મતદારો બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરે. મત આપવો એ એક નાગરિકનો અધિકાર અને ફરજ છે એટલે આપનો અમુલ્ય મત આપવો  પરંતુ મતદાન કરવા માટે સૌથી વધુ જરૂરી જે ડોક્યુમેન્ટ છે તે છે વોટર આઈડી. તેના વગર મતદાન કરી શકો નહીં. જો તમારું વોટર આઈડી ના હોય કે ખોવાઈ ગયું હોય તો ગભરાવવાની જરૂર નથી. આમ છતાં તમે મતદાન કરી શકશો.

તેમજ આમાંથી એક પણ પુરાવો હોય તો તમે મતદાન કરી શકો છો. પુરાવામાં પાસપોર્ટ, ટ્રાઈવિંગ લાઈસન્સ, જો સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટ કર્મચારી હોવ, PSUs અને પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરતા હોવ તો કંપનીના ફોટો આઈડીના આધારે પણ મતદાન થઈ શકે, પાનકાર્ડ, આધાર કાર્ડ, પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરાયેલી પાસબુક, મનરેગા જોબ કાર્ડ, લેબર મિનિસ્ટ્રી દ્વારા જારી કરાયેલું હેલ્થ ઈન્શ્યોરન્સ કાર્ડ, પેન્શન કાર્ડ જેના પર તમારો ફોટો હોય અને એટેસ્ટેડ હોય, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) દ્વારા જારી કરાયેલું સ્માર્ટ કાર્ડ તથા MPs/MLAs/MLCs તરફથી જારી કરાયેલું ઓફિશિયલ આઈ કાર્ડ હોય તો તે પણ માન્ય છે.

વોટર આઈડી (election card)વગર મતદાન થઈ શકે છે. પરંતુ જો તમારું નામ મતદાર યાદીમાં જ ન હોય તો મતદાન કરી શકશો નહીં. આથી જો વોટિંગ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તો તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરાવી લેવી. આ માટે ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ પર જઈને લિસ્ટ જોઈ શકો છો અથવા તો પછી ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર પર પણ કોલ કરી શકો છો. જોજો મત આપવાનું ચુકતા નહિ મત આપવો એ એક આપની ફરજ છે.

Leave a Comment