Home હેલ્થ ટીપ્સ ઉનાળાની સિઝનમાં આ ફળ છે ખુબ ફાયદાકારક અનેક પ્રકારની બીમારીઓ કરે છે દુર

ઉનાળાની સિઝનમાં આ ફળ છે ખુબ ફાયદાકારક અનેક પ્રકારની બીમારીઓ કરે છે દુર

0
ઉનાળાની સિઝનમાં આ ફળ છે ખુબ ફાયદાકારક અનેક પ્રકારની બીમારીઓ કરે છે દુર

સામાન્ય રીતે ફાલસાના ઝાડની છાલ નો અને તેના ફળનો ઔષધિ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફાલસા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરને અનેક પ્રકારના ઈંફેક્શનથી બચાવે છે. ફાલસા ની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ફોસ્ફરસ કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન એ અને વિટામીન સી જેવા તત્વો હોય છે. જે તમારા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો પૂરા પાડે છે.
1. થોડાક સમય પહેલા થયેલા વૈજ્ઞાનિક સંશોધનમાં એ વાત સામે આવી કે, ફાલસામાં રેડિયોઘર્મીની ક્ષમતા પણ હોય છે. જેના કારણે કેન્સરથી લડવામાં પણ શરીરને સહાયતા કરે છે.

2. જેને લોહીની ઉણપના કારણથી એનિમિયા રોગ થઇ ગયો હોય તો ફાલસા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને એનિમિયાથી બચાવ થાય છે.ફાલસાના ફળની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલ દૂર થઈ જાય છે. જેથી કરીને તમને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય

3. ગરમીની સીઝનમાં લૂ લાગવાના કારણે તાવ જેવી બિમારીઓ થાય છે. તેનાથી બચવા માટે આ ફળનું સેવલન ફાયદાકારક હોય છે.ફાલસાનું સેવન તમારા પેટને લગતી દરેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. પેટના કોઈપણ પ્રકારના દુખાવા ના ઈલાજ માટે ૩ ગ્રામ જેટલા અજમા અને 25થી 30 ગ્રામ જેટલા ફાલસાના રસને મિક્સ કરી બરાબર ગરમ કરો, અને ત્યારબાદ તે મિશ્રણને પીય જાવ. આમ કરવાથી પેટમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાંથી છુટકારો મળી શકે છે.

4. વિટામીન સી થી ભરપૂર ફાલસાનો ખટ્ટો-મીઠો રસ ખાંસી-શરદીને રોકવા અને ગળામાં થનાર સમસ્યાઓ માટે ઘણો પ્રભાવશાળી છે.ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે આ ફળનું સેવન ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ ફળનું સેવન કરવાના કારણે વ્યક્તિઓને ઉનાળામાં જ્યારે લુ લાગવાના કારણે કોઈ પણ પ્રકારનો તાવ આવતો હોય તો તેમાંથી પણ છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે

5. ફાલસામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન એ અને વિટામીન સી જેવા પોષક તત્વ શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરા કરે છે.ફળનું સેવન શ્વાસને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. ફાલસાનું સેવન તમને કફ, હેડકી અને સ્વાસ ને લગતી કોઈપણ પ્રકારની બીમારી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે તમે આ ફળ ના ગરમ રસની અંદર થોડું આદુ અને સિંધવ મીઠું ઉમેરી પી જાવ. આમ કરવાથી તમને શ્વાસને લગતી દરેક સમસ્યામાં રાહત મળશે.

6. વિટામીન સી અને ખનિજ તત્વોથી ભરપૂર ફાલસાના સેવનથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કંન્ટ્રોલમાં રહે છે.ફાલસાનું સેવન ગરમીમાં થનારા નાના-નાના ફોડકા અને ગુમડા ને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે આ ફળના ઝાડની છાલ પણ ગરમીના કારણે થતી અરાયુ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

7. ગરમીની સીઝનમાં સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે ફાલસાના રસનું સેવલ કરવું શરીર માટે ટૉનિકનું કામ કરે છે. તે પિત્તની સમસ્યાઓને દૂર કરે છે અને પાચન ક્રિયાને મજબૂત બનાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here