રવા પાક અમૃત પાક સમાન માનવામાં આવે છે તો આજેજ ઘરે બનાવો ને બાળકોને ખુશ કરી દો

સામગ્રી

1. 1 વાટકી રવો 
2. 3/4 વાટકી ખાંડ 
3. 1/2 વાટકી પાણી 
4. 1/2 વાટકી કોપરાનું ખમણ 
5. 1/2 વાટકી ઘી

રીત

1. સૌ પ્રથમ એક કડાઈમાં રવો લઈ તેમાં ઘી ઉમેરી ગુલાબી શેકવો. 2. રવો શેકાય જાય એટલે તેને પહોળા વાસણમાં લઈ લેવું. 3. પછી તેમાં કોપરાનું ખમણ ઉમેરી હલાવી લેવું. 4. તે જ કડાઈમાં ખાંડ લઈ પાણી ઉમેરી 1 તારની ચાસણી કરવી. 5. પછી તે ચાસણીને રવાવાળા વાસણમાં ઉમેરવી. 6. પછી બધું બરાબર મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં પાથરી દેવું. 7. ચપ્પા વડે કાપા પાડી પીસ કરી લેવા. 8. તો તૈયાર છે રવા પાક અથવા અમૃત પાક. 

નોંધ:  1. રંગીન બનાવા કોઈપણ કલર ઉમેરી શકાય. 2. ડ્રાય ફ્રૂટ ઉમેરી શકાય. 3. ડ્રાય ફ્રૂટની કતરણ વડે ગાર્નિશ કરી શકાય.

Leave a Comment