સામગ્રી
1. સાબુદાણા નો લોટ,
2. મોરૈયાનો લોટ,
3. શિંગોડાનો લોટ,
4. રાજગરાનો લોટ ( દરેક લોટ ૪ ચમચી),
5. શેકેલો દૂધનો મોળો માવો ૩ ચમચી,
6. એલચી પાવડર ૨ ચમચી,
7. કાજુ પાવડર ૨ ચમચી
રીત
1. સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.
2. પછી સ્ટફિંગ તૈયાર કરવા શેકેલો દૂધ નો મોળો માવો, એલચી પાવડર, કાજુ પાવડર મિક્ષ કરો. કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું .
3. થોડીવાર પછી ઉથલાવવું, ઉથ્લાયા પછી તેને પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી તૈયાર કરેલો માંલ્પુડો મૂકી દેવો.
4. સહેજ પછી દબાવવું . હવે તેને ઉતારી બાદમ-પીસ્તાની કતરણ નાખી સર્વ કરો .