યાર્ડના સત્તાધીશોએ ક્લેક્ટર સાથે બેઠક કરીને સૂચન આપતા સ્વીકારાયું ખેડૂતોનેયાર્ડ સુધી ધક્કો નહીં , વેપારી દલાલો ગામડે આવી માલ ખરીદશે વેપારીઓને આવન જાવનમાં તકલીફન રહે તે માટે પાસઅપાશે : કલેકટર ભાસ્કર ન્યૂઝ |
ખેડૂતો પોતાની જણસ યાર્ડ સુધી લઈ આવે તેમજ ત્યાં ભીડ થાય તે ગંભીર બની રહ્યું છે ઉપરાંત 15મીથી યાર્ડ શરૂ થઈ રહ્યા છે તે પહેલા કલેક્ટર કચેરીએ બેઠક કરાતા ગામડે ગામડે જઈને ખરીદી કરવા નિર્ણય લેવાયો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી . કે . સખિયાએ જણાવ્યું હતું યાર્ડ શરૂ કરવા તેમજ તેમાં કઈ રીતે કામગીરી કરવી તે મામલે કલેક્ટર કચેરીએ બેઠક હતી અને તેમાં સુચનો માગ્યા હતા .
અલગ અલગ યાર્ડના સત્તાધીશોએ સૂચન આપ્યું હતું કે , દલાલો જ ખેડૂતોનો માલ વેચી દેશે અને તે માટે જે તે ગામડે જશે અને ત્યાં ખેડૂતોને માલ વેચવો હોય ત્યાં જઈને માલ લઈ લેશે . મગફળી અને કપાસમાં ઘણી જગ્યાએ આવી રીતે જ વેચાણ થાય છે પણ હવે બીજા પાકમાં પણ થઈ શકશે . આ મામલે સરકારમાંથી મંજૂરી આવે પછી જ તેઓ ખરીદી શરૂ કરશે .
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે કે , 15મીથી યાર્ડમાં જે પ્લાનિંગ હતું તે હાલ મુલતવી રખાયું છે અને નવી રીત અપનાવાઈ છે . જેમાં વેપારીઓ અને દલાલો સીધા ખેડૂતો પાસે જઈને માલ ખરીદી શકશે . આ માટે વહીવટી તંત્ર તરફથી વેપારીઓ અને દલાલોને ટ્રાન્ઝિટ પાસ અપાશે જેથી તેઓ અલગ અલગ ગામોમાં સરળતાથી જઈ ખરીદી કરી શકશે .
યાર્ડના આ સૂચનથી બે ફાયદા થશે ખેડૂતોને યાર્ડ સુધી પહોંચવામાં જે મુશ્કેલી પડી રહી છે તેમજ યાર્ડ આવીને ભીડનો ડર છે તેમાં ઘણો ફાયદો થશે , તેમજ ખેડૂતો બહાર ન નીકળતા લોકડાઉનનો અમલ સરળ રહેશે ,