નાનકડી છોકરીએ પોતાની માતાને પૂછ્યું કે મુસ્લિમ માથા પર ટોપી કેમ પહેરે છે ? હિન્દુમાતાએ પોતાની બાળકીને હૃદયસ્પર્શી જવાબ આપી લોકોના દિલ જીતતી લીધા

નાનકડી છોકરીએ પોતાની માતાને પૂછ્યું કે મુસ્લિમ માથા પર ટોપી કેમ પહેરે છે ? હિન્દુમાતાએ પોતાની બાળકીને હૃદયસ્પર્શી જવાબ આપી લોકોના દિલ જીત્યા હમારા “ મઝહબ નહીં શીખતાં આપસ મેં બૈર રખના , હિંદ હૈ , હમ વતન હે , હિંદુસ્તા અલ્લામા ઇકબાલ દ્વારા લખાયેલ આ પંક્તિ દુનિયાભરના લોકોને શાંતિ અને સદભાવનાની પ્રેરણા આપે છે . આ પંક્તિને સાર્થક કરતી એક ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જેમાં એક માતા તેની માસૂમ દીકરીએ પૂછેલા સવાલનો જવાબ આપી રહી છે.અને આ જવાબ દેશમાં કોમીએકતાની મિસાલ બની શકે છે .

આ આખી ઘટનાને સ્વયં ત્યાં હાજર રહેલી યુવતી મેઘના અથવાનીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે . જેમાં કેબમાં બેઠેલી માતા – પુત્રી વચ્ચેનો સંવાદ છે . મેઘનાએ ફેસબુક પર લખ્યું છે કે , આજે , મેં દિલ્હીમાં એક ઉબેર પૂલ માધ્યમથી કેબ ભાડે લીધી હતી . જેમાં હું પ્રથમ મુસાફર હતી . થોડેક આગળ ગયા બાદ મારી કૅબમાં એક | નાનકડી છોકરી સાથે એક યુવા માતા આવીને બેઠી ત્યારબાદ થોડાક કિલોમીટર આગળ ગયા બાદ પ્રાઇવરની બાજુમાં એક મુસ્લિમ વ્યક્તિ આગળની સીટ પર આવીને બેઠા હતા . એ મુસ્લિમ વ્યક્તિ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં માથા પર સફેદ ટોપી પહેરીને બેઠા હતા .

થોડા સમય બાદ મારી બાજુમાં બેઠેલી નાનકડી છોકરીએ તેની માતાને જિજ્ઞાસવી પૂછ્યું કે , “ આ ભાઈએ સાંજે સફેદ ટોપી કેમ પહેરી છે ? બહાર કોઈ તાપ નથી ! “ . એ વખતે રેડિયો ચાલુ હતો . મુસ્લિમ વ્યક્તિ પ્રાઇવર સાથે વાત કરી રહ્યા હતા . અને મારું ધ્યાન પુસ્તકમાં હતું . પણ સવાલ સાંભળીને મારૂ ધ્યાન પુસ્તક પરથી હટયું અને સવાલ સાંભળીને ડ્રાઇવરે પણ મુસ્લિમ વ્યક્તિ સાથે વાતચીત બંધ કરીને રેડિયોનો અવાજ ઓછો કરી દીધો.અમારા બધાનું ધ્યાન બાળકી અને તેની માતા તરફ જતું રહ્યું , માતા પણ બાળકીના સવાલનો જવાબ માટે તૈયાર હતી .

માતાએ જવાબ આપ્યો કે , “ તે મને માથા પર દુપ્પટો ઓઠતા જોઈ છે ને , જ્યારે હું મંદિરે જવું છું ત્યારે ? અથવા જ્યારે વડીલ આપણા ઘરે મહેમાન બનીને આવે ત્યારે ? અને જયારે વડીલોને પગે લાગયે ત્યારે પણ હું માથે દુપ્પટો રાખું છું ને ? આ એક સન્માનની નિશાની છે ઉત્સુકતાપૂર્વક નાનકડી બાળકીએ ફરીવાર પૂછ્યું કે , “ પરંતુ આ ભાઈ કોને સન્માન આપે છે ? અહીંયા તો કોઈ મંદિર પણ નથી ન તો કોઈ વડીલ છે ન કોઈના પગે લાગવાનું છે , તો પછી તેઓ કોને સન્માન આપી રહ્યા છે ? જોકે નવાઈની વાત એ હતી કે માતા આનો પણ જવાબ આપવા તૈયાર હતી માતાએ પ્રેમથી જવાબ આપ્યો કે , તેમના માતાપિતાએ તેઓને દરેક ને સન્માન આપવાનું શીખવ્યું છે . જેવી રીતે હું તને મહેમાનોને નમસ્તે કહેતા શીખવાડું છુંને . “ મેઘના અથવાની દ્વારા કરવામાં આવેલ આ ફેસબુક પોસ્ટ વાયરલ થઈ ગઈ છે . આ પોસ્ટને ન્યૂઝ લખાય ત્યાં સુધીમાં ૮O થી વધુ વખત શેયર કરવામાં આવી છે , જ્યારે આશરે બે હજાર લોકોએ આને લાઈક કરી છે .

Leave a Comment