1200 કરોડનું ટર્નઓવર ધરાવતા ગોપાલ નમકીનના માલિકનું સક્સેસ સિક્રેટ

માત્ર અઢી દાયકામાં જામકંડોરણા તાલુકાના ભાદરા ગામથી ભારતના નકશા સુધી પહોંચવાની પ્રેરક કથા
‘મારે સંતાનમાં દીકરી નથી, મારે ત્યાં કામ કરતી દરેક મહિલાને દીકરી ગણીને કરિયાવર કરીએ છીએ’
સમગ્ર દેશમાં પ્રોડક્ટ લોકપ્રિય બનાવીને રુ. 5000 કરોડ સુધી ટર્નઓવર પહોંચાડવાનો વ્યૂહ

ઇન્ટરવ્યુ:રૂ. 1200 કરોડનું ટર્નઓવર ધરાવતા ગોપાલ નમકીનના માલિકનું સક્સેસ સિક્રેટ, ‘મારે ખાવાનું છે એમ સમજીને જ હું વસ્તુ બનાવું છું’અમદાવાદ3 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે

માત્ર અઢી દાયકામાં જામકંડોરણા તાલુકાના ભાદરા ગામથી ભારતના નકશા સુધી પહોંચવાની પ્રેરક કથા
‘મારે સંતાનમાં દીકરી નથી, મારે ત્યાં કામ કરતી દરેક મહિલાને દીકરી ગણીને કરિયાવર કરીએ છીએ’
સમગ્ર દેશમાં પ્રોડક્ટ લોકપ્રિય બનાવીને રુ. 5000 કરોડ સુધી ટર્નઓવર પહોંચાડવાનો વ્યૂહ

તાજેતરમાં જ રૂ. 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર રાજકોટ – ગુજરાતની નમકીન બનાવતી કંપની ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક બિપિનભાઈ હદવાણી તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને જ પોતાની દીકરી માને છે. નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશનાં અન્ય 8 રાજ્યમાં જાણીતી બ્રાંડ બની ગઈ છે. બિપિનભાઈએ 1994માં ઉધાર કરીને આની શરૂઆત કરી હતી અને આજે આ બ્રાન્ડની વેલ્યુ રૂ. 3000 કરોડથી પણ વધારે છે. માત્ર 11 ધોરણ પાસ સૌરાષ્ટ્રના એક નાના ગામ ભાદરામાંથી આવેલા બિપિનભાઈએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં એકદમ સહજ ભાવે તેમની સફર વર્ણવી હતી. દિવ્યભાસ્કરે જયારે તેમને ફોન કર્યો ત્યારે તેઓ મોડાસામાં તેમના નવા બની રહેલા પ્લાન્ટમાં ખાટલો ઢાળીને બેઠા હતા.બિપિનભાઈ: તમારી કંઇક ભૂલ થતી લાગે છે. મારું નહિ મારી પત્ની દક્ષાનું નામ આવ્યું છે. (દિવ્યભાસ્કરે સ્પષ્ટતા કરી પછી તેમના ધ્યાનમાં આ વાત આવી). થોડા દિવસ પહેલાં ગુજરાતની સૌથી ધનિક મહિલાઓમાં મારી પત્નીનું નામ આવ્યું એવું મેં વાંચ્યું હતું. મારું પણ નામ આવ્યું છે એ મને આજે ખબર પડી.

આગળ ભણવાનો વિચાર કેમ ના આવ્યો?
12મા ધોરણમાં ફેલ થયો એટલે પછી આગળ ભણવાનો વિચાર ન કર્યો. એ સમયે એવું હતું કે ગામડે અમારી દુકાન હતી અને નિશાળેથી આવી સીધા દુકાને કામે લાગી જતા હતા. સવારે વહેલા ઊઠીને જેતપુર ભણવા જતા અને બપોર પછી અમારી કરિયાણાની દુકાને કામે લાગતા હતા. આવી સ્થિતિમાં ભણવાનો સમય બહુ મળતો નહિ.

તમારો શોખ શું? મને ફરવું ગમે છે. પત્ની દક્ષા તેમજ પરિવાર સાથે હું દર વર્ષે ભારતમાં અથવા તો વિદેશમાં ફરવા જાવ છુ. અત્યારસુધીમાં 7 દેશનો પ્રવાસ કર્યો છે. કોરોનાને કારણે હમણાં ક્યાંય જઈ શકાયું નથી પણ શોખ પૂરો કરવા માટે હું મારા પ્લાન્ટ્સમાં ફરી આવું છુ. આ ઉપરાંત મને લોકોને જમાડવું ગમે છે. મારા પિતાએ અમારા ગામમાં 1980થી મકરસંક્રાંતિએ બાળકોને જમાડવાની શરૂઆત કરી હતી. આજે પણ અમે આ પરંપરા જાળવી રાખી છે. મને માણસો સાથે રહેવું ગમે છે અને એટલે જ મારી ફેકટરીના કર્મચારીઓ સાથે વધુ સમય વિતાવું છુ, તેમની સાથે જમું છુ અને તેમના સુખદુઃખની વાતો પણ થતી રહે છે. હું એવું માનું છુ કે ભગવાને મને બુદ્ધિ અને પૈસા આપ્યાં છે તો મારે બીજા માટે કામ કરવું જોઈએ
આજે પણ ગામડાના જૂના મિત્રોના સંપર્કમાં રહો છો?
હું દર બે મહિને ગામડે જાવ છું. ત્યાં મારા મિત્રો છે ,તેમને અચૂક મળું. ભલે આજે મારી પાસે તેમના કરતાં વધુ રૂપિયા હોય પણ એનાથી મારી મિત્રતામાં કોઈ ફરક પડતો નથી. આ બધું કૃષ્ણ સુદામા જેવું થઇ ગયું છે. તેમણે માગવાનું ના હોય, આપણે આપણી રીતે સમજી જવાનું. મને ખબર પડે કે તેમને મદદની જરૂર છે તો તેમાં પીછેહઠ કરવી કે મોટાઈ દેખાડવી, એવું કરતા મને નથી આવડતું. પૈસો તો આજે આવ્યો છે, પણ તે બધા તો મારા નાનપણના સાથી છે.

તમારા સ્ટાફ સાથે કેવો સંબંધ રહે છે, કેમ કે તમારા વર્કર્સમાં મોટે ભાગે મહિલાઓ વધુ છે? અમારે અત્યારે 3000 જેવો પ્રોડક્શન સ્ટાફ છે, જેમાંથી 1500 જેટલી છોકરી છે. મારી પત્ની દક્ષા સતત તેમની સાથે રહે છે અને અમારા પ્રયત્નો એવા હોય છે કે છોકરીઓ તેની મમ્મીને પણ યાદ ન કરે તેવી સારસંભાળ રાખવી. અમારે દીકરી નથી એટલે આ છોકરીઓ જ અમારી દીકરીઓ છે. અમે તેમને દીકરીની જેમ જ રાખીએ છીએ અને મને મારી પત્નીને તેમાં ઘણો આનંદ આવે છે. અમારી સાથે કામ કરતી દરેક કુવારી છોકરીઓને અમે કરિયાવર બોનસ આપીએ છીએ. દર વર્ષે તેમને રૂ. 25000 આપીએ છીએ. આ ઉપરાંત રહેવા માટે હોસ્ટેલ પણ બનાવી છે. કોરોના જેવી ઈમર્જન્સીમાં તેમને કોઈ તકલીફ ના પડે અને આવવા-જવાની પણ મુશ્કેલી 8 દક્ષા એનું સંપૂર્ણ સંચાલન કરે છે

Leave a Comment