પસંદગીનું શહેર ન મળતાં સરકારી શિક્ષકોનોકરી સ્વીકારતા નથી મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરીના સ્વીકારે તો 2 લાખનો દંડ નવી નોકરીમાં જગ્યાખાલી રહેતા લાયક ઉમેદવારો રહી જાય છે એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નવી ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરી , મેરિટમાં આવ્યા છતાં પણ નોકરીના સ્વીકારીને પોતાની જૂની નોકરી ચાલુ રાખશે તો તે શિક્ષકને 2 લાખનો દંડ થશે . આ શિક્ષકના પગારમાંથી દંડ સ્વરૂપે 40 મહિના દરમિયાન દર મહિને 5 હજાર રૂપિયા કપાશે . જે શિક્ષણ વિભાગમાં જમા કરાવવાના રહેશે . શિક્ષકોની ભરતી દરમિયાન હાલ નોકરી ચાલુ હોય તેવા ઘણાં શિક્ષકોએ ફોર્મ ભર્યા છે . ભૂતકાળમાં પણ ચાલુ નોકરી ધરાવતાં શિક્ષકો મેરિટમાં આવ્યા બાદ દૂરનું અથવા પોતાની પસંદગીનું સ્થળ ન મળતા નવી નોકરી ન સ્વીકારીને જૂની નોકરીમાં જ રહે છે . જેથી નવી નોકરીમાં એક જગ્યા ખાલી જ રહે છે . જ્યારે કે તેની સામે ઘણાં લાયક ઉમેદવારો રહી જાય છે . તેની અસર બાળકોના શિક્ષણ પર થાય છે આ સ્થિતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગે આ નિયમનું અમલીકરણ કર્યું છે . અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ફેશર્સ ઉમેદવારોએ પણ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી હતી કે ચાલુ નોકરી કરતાં શિક્ષકોએ પણ ફોર્મ ભરી નોકરી ન સ્વીકારતા એક જગ્યા ફ્રેશર્સ ઉમેદવારો માટે ઓછી થઈ જાય છે .
40 મહિના સુધી હજાર પગારમાંથી કપાશે હાલ કોઇપણ સ્કૂલમાં નોકરી કરતા હોય અને નવી ચાલી રહેલી ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો આ શિક્ષકોએ બાંહેધરી પત્રક ભરીને આપવાનું રહેશે . જેમાં શિક્ષકો પાસેથી બાંહેધરી લેવામાં આવશે કે જો ફાળવેલી શાળામાં હાજર નહીં થાય તો નાગરિકોને રોજગાર પૂરો પાડવામાં અવરોધ ઉભો કરવા બદલ 40 મહિના સુધી દર મહિને પગારમાંથી રૂ .5 હજાર સરકારમાં જમા કરાવવાના રહેશે .