ગુડી પડવો સાથે જોડાયેલ દંતકથા અને મહત્તમ

ગુડી પડવો એટલે સૃષ્ટીનો જન્મ દિવસ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ચારેતરફ પ્રેમ રંગ પ્રકૃત્તિનો અનોખો મીજાજ, દિવસે હલ્કીપાત રાત્રિના ઠંડીનો એહસાસ, મનને પણ પ્રફુલ્લીત કરે છે. ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટીની શુભ શરૂઆત. બ્રહ્માજીએ સૃષ્ટીનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. આજ દિવસે માલવાના નરેશ વિક્રમાદિત્યએ શકોને હરાવીને વિક્રમ સંવતની શુભ શરૂઆત કરી હતી.

આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.

આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે સાથે અને

આ દિવસે સત્યયુગની શરૂઆત થઈ હતી. આજ દિવસે શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ દિવસથી રાતની સરખામણીમાં દિવસ મોટો થવા લાગે છે.  ગુડીનો અર્થ વિજય ધજા થાય છે. કહેવાય છે કે શાલિવાહન નામના કુંભાર પુત્રએ માટીની સેના બનાવીને તેમા પ્રાણપુરીને શત્રુઓને સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતિકરૂપે આજ દિવસથી શાલિવાહન સકનો આરંભ પણ થયો.યુગ અને આદિની સંધિથી યુગાદિ શબ્દ પણ આ દિવસને કહેવાય છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ પર્વ યુગાદિ કહેવાય છે. મહારાષ્ટ્રમાં આ પર્વ ગુડી પડવો કહેવાય છે.કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દરેક ઘરે આંબાના પાંદના તોરણ બંધાય છે. વિજયના પ્રતિકરૂપે આંગણમાં વાસ ઉપર લોટો તથા વિજય પતાકા લગાવાય છે.

આજ દિવસે મહાન ગણીતજ્ઞ ભાસ્કરચાર્યએ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી પંચાગની રચના કરી.આજ દિવસે પ્રભુ રામે વાલીનો વધ કરી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી. તેથી જ વિજય પતાકા લગાવાય છે. ગુડી એટલે ધજા.પુરણપોળી ઉપરાંત નીમ, લીમડાનો મોર, ગોળ, મીઠું, આંબલી, કાચીકેરી વગેરે ઉમેરીને ખાદ્ય પદાર્થ બનાવાય છે અને આ દિવસે ખાવાની પરંપરા છે. ગુડી પડવાના દિવસે કડવા લીમડાનાં કોમળ પાન ચાવવામાં આવે છે. ચૈત્ર માસમાં લીમડાનાં પાનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.વર્ષભરના સાડા ત્રણ મૂહર્તમાં ગુડી પડવાની ગણના થાય છે

Leave a Comment