Home જાણવા જેવું ઓખાહરણ કડવું 12 થી 22 | okha haran

ઓખાહરણ કડવું 12 થી 22 | okha haran

0
ઓખાહરણ કડવું 12 થી 22 | okha haran

બાણાસુરને મેણું       કડવું -૧૨ મું.        રાગ સામગ્રીની ચાલ : રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ; નિત્ય પડી રજ વાળીને, કર્યું ઝાકઝમાળ, બાણાસુરને બારણે. ૧. રાયે મેડિયેથી હેઠે ઉતર્યો, થયો પ્રાત:કાળ, મુખ આગળ આડી ધરી, સાવરણી તે સાર બાણાસુર. ૨. રાય બાણાસુર વળતો વદે, મનમાં પામી દુ:ખ, મુજને દેખી કેમ ફેરવ્યું; અલી તારું તે મુખ. બાણાસુર. ૩.

ત્યારે ચંડાલણી વળતી વદે, સાંભળીને રાય; તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય ? બાણાસુર. ૪. ત્યારે બાણાસુર વળતો વદે, સાંભળ રે ચંડાલણી નાર; સાચું રે બોલને કામિની, નહિતર મારૂં ઠાર, બાણાસુર. ૫. ત્યારે ચંડાલણી વળતી વદે, સાંભળો રાજન; સાચું બોલું, જેવો ઘાટ તેવો દેજો દંડ, બાણાસુર. ૬. પ્રાત:કાળે જોઈએ એ નહિ વાંઝિયાનું વદન; તમારે કાંઈ છોરું નથી, સાંભળો હો રાજન, બાણાસુર. ૭.

okha haran | part 2 | કડવું 12 થી 22 । ઓખા હરણ

કડવું -૧૩ મું        રાગ આશાવરી : ચંડાળ તો કોય નથી રાય, દશ વિધના કહેવાય; પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય, ૧. બીજો ચંડાળ તેને કહીયે પુત્રીનું ધન ખાય; ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. ૩. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન; સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન. ૪. આઠમો-નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. ૫. દશમો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ ૬.

 કડવું -૧૪ મું.        રાગ આશાવરી : બળિયો  બાણાસુર રાય, પુત્ર માગવાને જાય; મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. ૧. હજારે હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. ૨. ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર; પુર્વે-રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. ૩. તારા ઘેર એક જ હતો; લાડકવાયો બાળ; ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. ૪. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ૫. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થર થર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. ૬. બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી, માટે તું વાંઝિયો રહેજે જન્મ સાત રે. ૭.

 કડવું -૧૫ મું.        રાગ ઢાળ: ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય; તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ૧. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પૂત્ર સમાન; મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન, ૨. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારૂં નામ; પોષ માસથી પુરણ માસે, પૂરણ થશે મન કામ. ૩. વર પામી વળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય; બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. ૪.

પોષ માસથી પૂરણ માસે, પ્રગટ થઈ કન્યાય; વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય, શાણા જોષી તેડાવ્યા, તેની જન્મપત્રિકા થાય, વિદ્યાબળે કરી ગુરૂજી બોલ્યા, પોતે તેણે વાર. ૬. પેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય; તેને નામે રાશી જોઈને નામ ધરજો ઓખાય. ૭. ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગ ઉતરશે ભાર. ૮.

ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિરાધાર એ પુત્રી ઈચ્છાવરને વરશે, કો કારણ રૂપજ કુમાર. ૯. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો, તુ જ જમાત્ર તેણીવાર. ૧૦. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય; દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. ૧૧. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય; ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયામાંય રે. ૧૨.

ઓખા નો જન્મ    કડવું ૧૬ મું.        રાગ ધનાશ્રી : પરીક્ષિતે પ્રશ્ન કર્યા વિચારીજી; કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ૧. ધામ આવ્યાં અસુરને, તેણે કામ સા દેવનાં કર્યા; મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યાં. ૧. શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિરાધાર. ૨. એક વાર દેવ પાતાળે નાઠા, બાણાસુરના તાપથી, ત્યારે વરૂણ કેરા જગતમાં, કન્યા પ્રગટી આપથી. ૩. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખુ કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુ:ખ દે છે, બાણાસુર જેનું નામ. ૪.

કન્યા કહે દુ:ખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. ૫. ત્યારે મને પુત્રી કરીને, સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈ એ સૂતા થઈને કરાવું ભૂપની પેર. ૬. તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન. તેને દૈવ કહી દીકરી આપી પ્રસન્ન થઈ ને મન. ૭. પ્રધાન કહે સ્વામી સાભળીએ; આપો મુજને બાળ; કન્યાદાન કુંવરીનું દઉં, તો ઉતરે શીરની ગાળ.૮. ત્યારે રાજા કહે પ્રધાનને; આ પુત્રી મુકું વન; કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. ૯. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધી લઈ, હરિ ધ્યાન ધરે છે ત્યાંય. ૧૦.

વાયુ દ્વાર તેણે રંધિયા ને, રૂંધ્યા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગુઠા પર ઉભી રહી છે ખટ માસ. ૧૧. તે જોઈને પાછો વળ્યો, પછી પુર ભણી પ્રધાન; ખટ માસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. ૧૨. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ; ભૂત, ભવિષ્ય, વર્તમાન, જાણું, ને ઊડી ચડું આકાશ. ૧૩. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળીઆ હરિ; પ્રધાન આવ્યો પુર વિશે, તે કૌભાંડ, પુત્રી કરી. ૧૪ વલણ-કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહિ, શુકદેવ કહે રાય, સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પતિ કહી.૧૫.

કડવું -૧૭ મું.        રાગ સાખી : ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાયી તેનાં મા બાપ માગે ભીખ. ૧. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કળાય. ૨. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ.

રાગ ઢાળ – નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. ૧. મરકત મણી મોતીએ જડ્યાં. માંહે પીરોજાના પાટ, હયશાળા છે, હિંચવા હિંડોળા ખાટ. ૨. દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતાં, ઉલટ અંગ ન માય. ૩. સવા લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કરતાં ઓખાબાઈને આવ્યું છે જોબન. ૪. તમે રાત્રે જાગો તો નવ મીંચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. ૫.

રાગ ઢાળ : શોણિતપૂર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ; ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ૧. ઘડી એકમાં લાવે સોગઠાં, ઘડી એકમાં પાટ; નાના વિધની રમત રમે; ઘડી એક હીંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડાહોડ; હિંડોળે હીંચવાને કાજે, રેશમ કેરી દોર. ૩. ધમ ધમ ઘુઘરા ગાજે, ઘુઘરડી ઘોર, નાના વિધનું ગાણું ગાતાં, મધુર નીકળે શોર. ૪. રમે જમે આનંદ કરે; પહેલા મંગળ ગાય રે; જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. ૫.

કડવું -૧૮ મું.        રાગ સામેરી : જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ, મારે જોબનીયાની જાય બેની; ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. ૧. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. ૨. મારા જોબનિયાનો લટકો દહાડા ચાર છે રે લોલ. ટાણે મળશે પણ નાણે નહિ મળે રે લોલ.

કડવું -૧૯ મું.        રાગ આશાવરી : પાંચ વર્ષની પુત્રી, તે તો ગવરી ગાવ કહેવાય, તેને કન્યાદાન તો કોટી યજ્ઞ ફળ થાય.૧. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઇ, ગાંધર્વ વિવાહનું ફળ જેને, વર્ષ થાય છે, નવ.૨. એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક; મનુષ્ય વિવાહનું ફળ જેને, અગિયારે આડો આંક. ૪. એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય; પુત્રીનું મુખ પિતા જુવે, તો બેસે, બ્રહ્મ હત્યાય રે. ૫.

  કડવું -૨૦ મું.         રાગ આશાવરી : ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત; તારે કાજે પરણાવે, બાણ તારો તાત. ૧. તારે કાજે પરણાવે, છેદાય રાયના હાથ; તારે કાજે નહિ પરણાવે પ્રધાન મારો તાત. ૨. તાત કેરી આજ્ઞા લઈ, આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી, ત્યાંથી ચાલી. ૩. તાત આપો આજ્ઞાય, તો શંભુ પુજવા જાઉં; બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચાર્યું. ૪. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માંય, ઘેર આવે મહાદેવજી, પુજીને લાગો પાય. ૫. વચન સાંભળી ઓખા ચાલ્યાં, પોતે તેણી વાર; ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. સાખી : હારે બેની તારે વિછુવા, કરું કંકણ મુદ્રિકા હાર; એ પુરૂષ વિના પહેરે પ્રેમદા, તેનો ધિક પડ્યો અવતાર. ૧. સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ; પુરૂષ વિના પહેરે પ્રેમદા, તેનો ધિક પડ્યો અવતાર.૨.   ચોપાઈ ચાલ ફેર – બાઈએ તોડી નાખ્યા હાર રે; આ તું લે તારા શણગાર રે, હું તો નહિ પામું ભરથાર રે, નહિં ઓઢું ઘાટડી રે. ૧. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મનાં પાપ રે, નહિ પરણાવે બાપ, નહિં જોઉં વાટડી રે. ૨.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here