હિમાલયનું આભુષણ એવા હિમાચલપ્રદેશની મુલાકાત લેવાનું ભૂલતા નહિ ક્લિક કરી ફોટા જોવો

0
274

હિમાચલનું પ્રવેશદ્વાર એટલે સોલન પરવાનું જ્યાં લગભગ ૧,૦૦૦ મીટર ઊંચી ટેકરી પર ‘ટિમ્બર ટ્રેઇલ’ નામની હોટેલ છે. એની વિશેષતા એ છે કે, આ ટેકરી પર માત્ર રોપ-વે દ્વારા જ જવાય છે. એ સિવાય જવાનો કોઇ રસ્તો જ નથી. એક સુંદર અનુભવ છે. ખીણનું આહ્લાદક દૃશ્ય માણી શકાય છે.

સિમલા

‘હિલ સ્ટેશનો’ની રાણી સિમલા.

અહીંની ચઢાઇ- ઊતરાઇ પ્રખ્યાત છે. પાઇન, ઓંક, દેવદાર ર્હોડોડ્રોનના જંગલોથી ઘેરાયેલું છે.

જોવા લાયક સ્થળો :

જાખુ હિલ (૨ કિ.મી.) : હનુમાનજીનું મંદિર

કુરુરી (૧૬ કિ.મી.): વાઇલ્ડ ફ્લાવર હોલ, મિની ઝૂ, મહાસુ પીઠ, હિમાલયની ગિરિમાળાનું દર્શન.

ફાગુ પોઇન્ટ (કુરુરીથી ૬ કિ.મી.) : સફરજનના બગીચા અને ફાગુથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલું ચેલ અહીં ચેલ પેલેસ અને દુનિયાનું ઊંચામાં ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ જોવા જેવું છે.

આ સિવાય નાલદહેરા (૨૩ કિ.મી.) માં મિની ગોલ્ફ કોર્સ અને ટટ્ટાપાની (૨૨ કિ.મી.)માં સલ્ફરના ગરમ પાણીના ઝરા જોવા જેવા છે. સાથેસાથે ચર્ચ, મ્યુઝિયમ, કામનાદેવીનું મંદિર, સંક્ટમોચન, ચેડવીક ફોલ્સ, મશોબ્રા, તારાદેવી મંદિર પણ જોવા જેવા છે.

સરાહાન

હિમાલયના બરફાચ્છાદિત શિખરોની કુદરતી સુંદરતા માણવા સતલજની ખીણમાં આવેલું સરાહાન જેવું ઉત્તમ સ્થળ બીજું કોઇ નથી. સિમલાથી ૧૭૭ કિ.મી. અંતરે આવેલું છે, સદીઓ પુરાણા ભીમકાલી મંદિર માટે સરાહાન જાણીતું છે. ઇન્ડો-તિબેટિયન શૈલીના કલા- કોતરણી કામયુક્ત મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. સરાહાનથી નજીક આવેલું રામપુર- કોર્મિશયલ સેન્ટર છે. અહીં રઘુનાથ મંદિર, અયોધ્યા મંદિર, નરસિંહ મંદિર, બુદ્ધ મંદિર અને પદ્મ પેલેસ દર્શનીય સ્થળો છે.

કુલુ

એક સમયે કુલુ ‘કુલાન્તપીથા- ધી એન્ડ ઓફ ધી હેબિટેબલ વર્લ્ડ’ (દુનિયાનું અંતિમ નિવાસસ્થાન) તરીકે ઓળખાતું હતું. બિયાસ નદીના ચળકતા પાણીના કિનારે આ ‘સિલ્વર વેલી’ છે. રસ્તાની સાથે સાથે વહેતી બિયાસ વાતાવરણને એક અનોખા મીઠા અવાજથી ભરી દે છે, કુલુ- મનાલીનો આ રસ્તો જુલાઇ- ઓગસ્ટ દરમિયાન સફરજનોથી લચકતા વૃક્ષોની હારમાળા જેવો લાગે છે અને ડિસેમ્બરથી માર્ચ બર્ફીલા પર્વતોની હારમાળા જેવો લાગે છે.

જોવાલાયક સ્થળો :

રઘુનાથ ટેમ્પલ બિજલી મહાદેવ, બશેશ્વર મહાદેવ, બજૌરા (૧૫ કિ.મી.), કૈસધર (૧૫ કિ.મી.), કાસોલ (૪૨ કિ.મી.), મણિકરણ (૪૫ કિ.મી.), શોજા (૬૩ કિ.મી.), રાઇસન (૧૩ કિ.મી.), નગ્ગર (૨૩ કિ.મી.).

મનાલી

કુલુથી ઉત્તરે મનાલી ૪૦ કિ.મી. ના અંતરે આવેલું છે. મનાલી સાથે ભગવાન મનુની કથા સંકળાયેલી છે. જેવી શીતળતા વાતાવરણમાં છે એવી જ શીતળતા, અનુપમ સૌંદર્ય અહીંની પ્રજામાં પણ છે. અહીં રાફ્ટિંગ, ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ, હેલી સ્કીઇંગ, સ્કીઇંગ, રોક, કલાઇમ્બિંગ, માઉન્ટેનયરિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટેની પણ અનુકુળતા છે.

જોવાલાયક સ્થળો :

હેડિમ્બા દેવીનું મંદિર, મનુ મર્હિષ મંદિર, વશિષ્ઠ વિલેજ, જગતસુખ, નહેરુ કુંડ, ભૃગુલેઇક, કોહી, સોલાંગવેલી, બિયાસ કુંડ, ત્રિલોકનાથ, ઉદેઇપુર, કાસોલ, પુલ્ગા અને ખીરગંગા, ઝાલોરી પાસ.

નજીકમાં જોવાલાયક સ્થળો :

રાહલા ફોલ્સ (૨૬ કિ.મી.), રોહતાંગ પાસ (૫૧ કિ.મી.), કેલોંગ (૧૧૭ કિ.મી.)

પાલમપુર

‘પુલમ’ એટલે પુષ્કળ પાણી અને એના પરથી પાલમપુર નામ પાડવામાં આવ્યું છે. અહીં પહાડ પરથી પુષ્કળ પાણીના ઝરણાં વહે છે. પાલનપુરની પાછળ ધૌલધાર પર્વતમાળા નજરે ચઢે છે.

જોવાલાયક સ્થળોઃ

ટી ફેક્ટરી, સેન્ટ જોન ચર્ચ, બંદલા માતાનું મંદિર, ગોપાલપુર, ચામુંડાદેવી મંદિર, એન્ડ્રેટા, કાંગરા ફોર્ટ, તાશીજોંગ, બૈજનાથ, બીર.

મંડી

મનાલીથી પાલનપુર જતા મંડી વચ્ચે આવે છે. મંડી તેના ૮૧ પૌરાણિક મંદિરો માટે જાણીતું છે. આથી જ તેને ‘ગિરિમથકોનું વારાણસી’ એમ પણ કહેવાય છે.

જોવાલાયક સ્થળો :

ભૂતનાથ ટેમ્પલ, શ્યામકાલી ટેમ્પલ, સુંદરનગર, પ્રાશર લેઇક, કામલાહ ફોર્ટ, જાંજેલી, પંડોહ, શિકારી દેવી.

ધરમશાલા

હિમાલયની બરફાચ્છાદિત ધૌલધાર ગિરિમાળાનું દર્શન ધરમશાલાથી થાય છે. કાંગરા વેલીનું આ મુખ્ય શહેર છે. પાઇન અને દેવદારનાં ઘટાદાર જંગલો, અગણિત ઝરણાંઓ, શીતળ- તાજગીભરી હવા અને આજુબાજુનું રમણીય કુદરતી દૃશ્ય ખરેખર મનને તરબોળ કરી દે છે. દલાઇ લામાનું હેડક્વાર્ટર છે. અનુપમ શાંતિ છતાંય ખૂબ જ અનોખી મસ્તીથી જીવંત છે. અહીંનું જીવન, અહીં જ્વાલામુખી, બ્રિજેશ્વરી અને ચામુંડા માતાનું મંદિર આવેલું છે.

જોવાલાયક સ્થળો :

વોર મેમોરિયલ, કાંગરા આર્ટ મ્યુઝિયમ (કોટવાલી બજાર), હાલ લેઇક, સેન્ટ જોન ચર્ચ, ભાગસુનાથ, કુનાલ પાથરી, ધર્મકોટ, પિકનિક સ્પોટ, કારેરી, ચિન્મય તપોવન, મસરૂર, તિલોકપુર, સુજાનપુર એન્ડ્રેટા.

ડેલહાઉસી-ખજ્જિયાર

હિમાલયનાં ઉત્તુંગ શિખરો, નિરવ શાંતિ, ઇશ્વરની વધુ નજીક લાવતી નૈર્સિગકતાનો સમન્વય એટલે ડેલહાઉસી. તેનાથી માત્ર ૨૬ કિ.મી. દૂર આવેલું ખજ્જિયાર ‘ભારતના સ્વીત્ઝર્લેન્ડ’ તરીકે જાણીતું છે. દેવદારનાં અને પાઇનના વૃત્રોની વચ્ચે આવેલું સરોવર અને તેની વચ્ચે આવેલો બેટ. આ બધી કુદરતી દૃશ્યોની એક હારમાળા આંખ સમક્ષ રચાઇ જાય છે જે ભૂલવી શક્ય નથી.

જોવાલાયક સ્થળો :

પાંચપુલ્લા, દૈનકુંડ, સુભાષ બાવલી, કાલાટોપ, બારાપથાર, જંધ્રીઘાટ, બક્રોતાહિલ્સ.

ચંબા

અનેક કવિઓ અને ચિત્રકારોને પ્રેરણા આપતી, પ્રવાસીઓને માટે ‘અચંબા’ની ભૂમિ એટલે ચંબા, ધૌલધાર, પીર પાંજલ અને જોગ્સકર પર્વતમાળાની વચ્ચે ચંબા વસેલું છે. સદીઓ પૂર્વે વિકસેલી ‘પહરી’ આર્ટ અને આર્કિટેકચરની સંસ્કૃતિના નમૂનાને આજે પણ ખૂબ સંભાળપૂર્વક સાચવવામાં આવ્યા છે.

નજીકનું એરપોર્ટ કાંગરા (૧૧૭ કિ.મી.) અને રેલવે સ્ટેશન પઠાણકોટ (૧૨૦ કિ.મી.), જમીન માર્ગે તે કાંગરા, મંડી, સિમલા અને દિલ્હી સાથે જોડાયેલું છે.

જોવાલાયક સ્થળો :

ચૌગાન મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, મહારાજાનો મહેલ, રંગમહલ, ભૂરીસિંગ મ્યુઝિમ, સ્કોટલેન્ડ ચર્ચ, જહાંમવાર, સણે.

નજીકના જોવાલાયક સ્થળો : ભારમોર, છત્રાટી, મણીમહેશ, ખંગી વેલી.

ભારમૌર

ચંબાથી ૬૫ કિ.મી. દૂર ભારમોર આવેલું છે. જે પૂર્વનું સ્વીત્ઝરલેન્ડ કહેવાય છે. કેમ કે લગભગ બારે માસ આ શહેર બરફથી છવાયેલું રહે છે. અહીં ૮થી ૧૦મી સદીની વચ્ચે બંધાયેલા ૩૪ કિ.મી. દૂર મણીમહેશ કૈલાશ પર્વતના તળિયે સુંદર તળાવ આવેલું છે. જે એક ધર્મસ્થાન છે. અહીંથી ૪,૨૬૭ મીટરની ઊંચાઇ ધરાવતા કૈલાસ પર્વતનાં દર્શન થાય છે.

અભયારણ્યો

હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન (એપ્રિલથી જૂન, સપ્ટેમ્બર-ઓક્ટોબર),

કાલાટોપ અભયારણ્ય (મે-જૂન, સપ્ટેમ્બરથી નવેમ્બર).

મનાલી અભયારણ્ય (મે-જૂને, સપ્ટેમ્બર- ઓક્ટોબર).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here