પતિનો જોબ છૂટી જાય ત્યારે . . . હિંમત ના હારશો તમારા માટે છે બેસ્ટ ઉપાય

0
233

‘ પતિનો જોબ છૂટી જાય ત્યારે . . . હિંમત ના હારશો પતિને સાથ  આપવાની તક મળી છે. તમારા સાથને તમારા પતિને ખાસ જરૂર છે તમે હિમત આપશો તો તે બીજી નોકરી શોધી શકશે તમે જ ત તેને ધીકારશો તો તમારા બાળક પે ખરાબ અસર થશે

તમારા કોઈ શોખને આવકનું માધ્યમ બનાવી તમે કમાણી કરી શકો છો :

જીવનસાથીની નોકરી જતી રહી છે તો શું થયું. તમે ઈચ્છો તો તમારી આવડત તમારા હુન્નરને પણ તમે આવકનું માધ્યમ બનાવી શકો છો. જો તમને સિલાઈ કરતા આવડતી હોય, બાળકોને ભણાવવાનો શોખ હોય અથવા તો પછી કોઈ અન્ય હુન્નર તમારી પાસે હોય તો તમે તેમાંથી પણ આવક ઊભી કરીને પતિની સાથે તમારા પરિવારને મદદરૂપ થઈ શકો છો.

લગ્નને સંભાળવાની જવાબદારી બંને કપલની હોય છે:

જો પતિની નોકરી જતી રહે તો તેને એવી નજરથી ન જોવો જોઈએ કે જાણે તેનાથી કોઈ મોટો ગુનો થઈ ગયો હોય. જો તમે તેવું કરશો તો તેની અસર તમારા લગ્નજીવન પર પડશે. તમારા લગ્નને બચાવવા અને તેને પહેલાંની જેમ ટકાવી રાખવા માત્ર પતિની જવાબારી નથી, તમારી પણ છે. આ જ સમય છે જ્યારે તમે તેને સાથ આપીને તમારા સંબંધ વધારે મજબૂત બનાવી શકો છો અને તમારા સાચા પ્રેમને સાબિત કરી શકો છો.

 આ સમય દરમિયાન બાળકનું પ્લાનિંગ ન કરો:

જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો અને અચાનક તમારા પતિની નોકરી જતી રહી હોય તો આ સ્થિતિમાં બાળકનું પ્લાનિંગ ન કરો, કારણ કે આ સમયે તમે પ્રેગ્નન્ટ થઈ ગયા તો તેની અસર તમારા અવનારા બાળક પર પણ પડશે. તેથી આ સમયમાં માત્ર મુશ્કેલીમાંથી બહાર નીકળવાના વિકલ્પો જ શોધો.

તમારા સપનાં પર લગામ રાખો:

શક્ય છે કે જીવનને લઈને તમારા કેટલાય સપનાં હશે જેમ કે મોટું ઘર લેવું છે, નવી ગાડી ખરીદવી છે અને બીજું ઘણું બધું પ્લાનિંગ તમે કર્યું હશે, પરંતુ જો પતિની નોકરી ન હોય અને માત્ર તમારા એકલાના કામ કરવાથી ખર્ચા ન નીકળતા હોય તો તમારે તમારા સપનાં વિશે વારંવાર વિચારીને પોતાનું ફ્રસ્ટ્રેશન પતિ પર ન કાઢવું જોઈએ.

તમારી સાહેલી સાથે તમારી સરખામણી ન કરવી જોઈએ :

તમારી સાહેલીનો પતિ કેટલી પ્રગતિ કરી રહ્યો છે, કેટલો આગળ વધી રહ્યો છે, નવું ઘર લઈ રહ્યો છે અને તમે ત્યાંના ત્યાં જ છો, નોકરી જતી રહી એ વધારામાં. જો આ બધી વાતો તમે તમારા મનમાં લાવશો તો તેની નકારાત્મક અસર તમારા સંબંધ પર થશે. તેથી કોઈની પણ સાથે તમારી સ્થિતિની સરખાણી ન કરો, પરંતુ તેમાંથી બહાર આવવા માટે પતિને મદદરૂપ બનો.

પતિને પૂરતો support કરો જેથી તેની હિંમત વધે  :

સંકટ સમયમાં જ પોતાના અને પારકાની ખબર પડે છે. આ જ સમય છે જ્યારે તમે તમારા જીવનસાથીને સહકાર આપીને, દરેક મુશ્કેલીમાં સાથ આપી તેમના પ્રત્યે તમે પ્રેમ દર્શાવી શકો છો. તેથી તેને હારવા ન દો, તેની હિંમત વધારો. જો તમે એવું કરશો તો તેને ઘણો આધાર રહેશે અને જલદીથી તે આ સંકટમાંથી બહાર આવી જશે.

નોકરી જાય તો તમારે શું કરવું જોઈએ 

સ્વયંને દોષિત ન માનો: જોબ જતી રહેવાથી હંમેશાં તમારી જાતને ઠપકો આપતા રહેવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તેના પ્રત્યેની તમારી નકારાત્મકતા છે. સ્વયંને ભલુંબૂરું કહેવાની જગ્યાએ તે સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો.

બીજી નોકરી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ .

અત્યારે તમારી પાસે નવરાશનો સમય હોય તો તે સમય તમારું નોલેજ વધારવા અને ઈન્ટરવ્યૂની તૈયારી કરવામાં પસાર કરો. શક્ય છે કે તમને તમે જે જોબ કરી રહ્યા હતા તેનાથી વધારે સારી જોબ મળે.

એકબીજા સાથે વાતચીત કરો એકબીજા પર ગુસ્સો ન કરો :

એકબીજા પ્રત્યે રૂક્ષ વર્તન કરવા અને દુ:ખી થવા કરતા પરસ્પર ચર્ચા કરો કે ઘરને કેવી રીતે સંભાળશો. ઘરમાં બંનેએ કેટલી બચત કરી છે અને તેને કેવી રીતે ખર્ચી શકાય તે વિશે વાતચીત કરો.આ સ્થિતિમાં ફાઈનાન્સિયલ પ્લાનરની મદદ લો. આ સ્થિતિમાં બચત કરેલા પૈસૌથી, અન્ય કોઈ કમાણી વગર ઘરનું બજેટ કેવી રીતે સ્થિર રાખવું અને કેટલો ખર્ચ કરવો તેની ચર્ચા કરો.જોબ જતી રહેવાના કારણે તમે તમારો સમય વેસ્ટ થયો તેમ ન સમજો. તેનાથી વિપરીત જોબના કારણે તમે તમારા જીવનસાથીને સમય નહોતા આપી શકતા તે સમય આપી તમારા સંબંધને મજબૂત બનાવીને સમયનો સદુપયોગ કરો. એટલે કે ફ્રી સમયમાં સંબંધ માટે સમય ફાળવો અને સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો. સવારે ટહેલવાનું અને એક્સર્સાઈઝ કરવાનું શરૂ કરો.

આત્મહત્યા એ સમસ્યાનું નિરાકરણ નથી:

 આર્થિક તંગીથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી. પરંતુ તેનાથી કંઈ નથી મળતું, તે વ્યક્તિ તેના સમગ્ર પરિવારને વધારે દુ:ખમાં ધકેલી દે છે. પહેલાં જે આશા હતી કે ક્યારેક તો નોકરી મળશે જ અને ઘરની સ્થિતિ સુધરશે તે પણ નથી રહેતી.

કોઈ પણ કામ કરવામાં શરમ ન અનુભવો:

કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું અને જો તમારી નોકરી છૂટી ગઈ હોય તો તે વાત અહીં વધારે લાગુ પડે છે. શકય છે કે તમે તમારી પહેલી નોકરીમાં ૫૦ હજાર કમાયા હશો અને હવે ઘમા પ્રયત્નો છતાં પણ એટલા પગારની નોકરી નથી મળી શકતી, તેનાથી ઓછા પગારની નોકરી મળે છે તો ના ન પાડો. અત્યારે તમારે નોકરીની જરૂર છે, એટલે તમારી યોગ્યતા પ્રમાણે કોઈ પણ ઓફર સ્વીકારી લો અને જોઈન કર્યા પછી તમારી પસંદની નોકરીની શોધ શરૂ કરી દો, જેથી ઘરમાં બેકારી પણ ન આવે અને તમને સારી નોકરી પણ મળી જાય, પરંતુ સારી નોકરીની શોધમાં બેરોજગાર રહેવું તે તમારા પરિવાર અને લગ્ન માટે યોગ્ય નથી.

પોઝિટિવ વિચારો:

તમે તમારા વિચારો જેવા રાખશો તે જ પ્રકારના વિકલ્પ તમારી સમક્ષ આવતા રહેશે. જો તમે હંમેશાં નકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહેશો તો ઈચ્છવા છતાં પણ કંઈ જ સારું નહીં કરી શકો. જો તમે વિચારશો કે તમારે આ બેકારીમાંથી બહાર આવવું છે અને તે માટે પ્રયત્નો નહીં છોડો તો તે માટે રસ્તા આપોઆપ મળી રહેશે. તેથી પોઝિટિવ વિચારો.

નોકરી જવી પણ એક સુઅવસર છે:

નોકરી જવાથી તમને તમારા જીવનસાથીની વધારે નજીક આવવાની તક મળે છે. જે વિષયને લઈને પહેલાં તમારી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ હતો તેને તમે દૂર કરી શકો છો અને એકબીજા સાથે સમય વિતાવી શકો છો. તમારા સંબંધને મજબૂત બનાવવાનો આ એક અવસર બની શકે છે.

સંબંધની પરિપકવતાનો ખ્યાલ આવે છે:

કહેવત છે કે ખરાબ સમયમાં જ ખબર પડે છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું. તે વાત લગ્ન સંબંધમાં પણ લાગુ પડે છે. આ સમયમાં જો નોકરી છૂટી જવાથી જીવનસાથી તમને છોડવાની વાત કરે તો તેનાથી એ અંદાજ આવે છે કે તમારો સંબંધ માત્ર નામનો જ સંબંધ હતો, તેમાં કંઈ ખાસ નહોતું. નોકરીની આવ-જા તો જીવનનો એક ભાગ છે, પરંતુ આ સંજોગોમાં જો લગ્નજીવન તૂટવા પર આવી જાય ત્યારે સમજાય છે કે તમારો સંબંધ કેટલો મજબૂત છે.

બેકારી એક અસ્થાયી બાબત:

તમારે એ સમજવું પડશે કે બેકારી એક અસ્થાયી બાબત છે. આજે તમે બેકાર છો તો એ જરૂરી નથી કે તમે હંમેશાં બેકાર જ રહેશો. શક્ય છે કે તમને બીજા જ મહિને જોબ મળી જાય. આ કારણોસર તમારે તમારા લગ્નનો અંત આણવો કોઈ યોગ્ય વાત નથી. આજે સમય ખરાબ છે, પરંતુ કાલે ફરી પાછો સમય સારો આવશે માટે રાહ જુઓ.

નોકરી જવાનાં કારણોનું વિશ્લેષણ કરો:

જે કારણોસર તમારી નોકરી ગઈ છે તેનું વિશ્લેષણ કરવાનો આ સૌથી સારો સમય છે. વિચાર કરો કે નોકરી દરમિયાન તમારાથી કઈ કઈ ભૂલો થઈ હતી જેના કારણે નોકરી જતી રહી. પછી તે બધી ભૂલોને દૂર કરવા પાછળ થોડો સમય ફાળવો.

નોકરીની લાઈન ચેન્જ કરો:

જે ફિલ્ડમાં તમે નોકરી કરવા ઈચ્છો છો, જો ત્યાં નોકરી ન મળતી હોય તો તમારી લાઈન ચેન્જ કરો. શક્ય છે કે ત્યાં વધારે સારો અવસર મળે. તેથી સમય ન બગાડો, પરંતુ તમને મળનારી દરેક તક પર વિચાર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here