Home ઈતિહાસ પરિવારમાં મુખ્ય કમાઉનાર વ્યક્તિને જેલની સજા થાય તો આર્થિક સહાય રૂ.25000 મળવાપાત્ર છે વધુમાં વાંચો

પરિવારમાં મુખ્ય કમાઉનાર વ્યક્તિને જેલની સજા થાય તો આર્થિક સહાય રૂ.25000 મળવાપાત્ર છે વધુમાં વાંચો

0
પરિવારમાં મુખ્ય કમાઉનાર વ્યક્તિને જેલની સજા થાય તો આર્થિક સહાય રૂ.25000 મળવાપાત્ર છે વધુમાં વાંચો

ગુનેગાર વ્યકિતઓ જેકોઈ પરિસ્થિતિને કારણે ગુનો કર્યો હોય અને તેના પરિણામે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી.રહ્ય હોય પરંતુ તેઓ જ એકમાત્ર કે…… મુખ્ય કમાતી વ્યકિત હોય અને તેમના જેલમાંજવાથીતેમનાકુટુંબપર.આર્થિક મુશ્કેલી આવી પડી હોય અને કુટુંબ નિભાવ માટે બીજો કોઈ સહારો ન હોય તેવા કિસ્સામાં તેમનું કુટુંબ.છિન્નભિન્ન ના થાય તે માટે તેમના કુટુંબને આર્થિક સહાય આપવાની યોજના સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવેલ છે. કુટુંબના કમાઉ વ્યક્તિ જેલમાં જતા તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે. ૫ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને આ લાભ મળવાપાત્ર છે. રૂ. ૨૫,૦૦૦/- ની આર્થિક સહાય સાધન સ્વરૂપે આપવામાં આવે છે.

જેમાં દુધાળા ઢોર ખરીદવા, સિલાઇમશીન ખરીદવા,ચારપૈડાની લારી ખરીદવા માટે આ સહાય મળે છે.આ માટે જેલવાસ ભોગવતા કેદીએ જે તે જેલના વેલ્ફેર ઓફિસરને ……અરજી આપવાની હોય છે. આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે. આ અધિકારી તપાસ કરીને તેનો અહેવાલ જે તે જેલને મોકલી આપે છે. …….આ અહેવાલ મુજબ જેલ સમિતી ભલામણ કરીને …..નિયામક, સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે. જેના આધારે કેદી સહાય મંજુર કરી કેદીના કુટુંબના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને મંજુરી આદેશ મોકલવામાં આવે છે..જેના આધારે કેદીના કુટુંબને સહાય ચુકવવામાં આવે છે. આ…… યોજનાનું માર્ગદર્શન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ધ્વારા મળે છે.યોજનાનું નામ- કેદીભાઈઓ તેમજ તેના કુટુંબીજને સહાય આપવાની યોજનાસહાયની પાત્રતાઃ- જેલમાં પાંચ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને જો તેઓ….. જ કુટુંબના કમાનાર મુખ્ય કે એક માત્ર વ્યકિત હોય સહાયનો દર- રૂા.૨૫,૦૦૦/-(અંકે રૂપિયા પચીસ હજાર પુરા) (એકજ વખત
આવક મર્યાદાઃ કુટુંબના બધા સાધનોથી મળીને કુટુંબનીવાર્ષિક આવકમર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવાનો મામલતદારનો દાખલો રજૂ કરવાનો રહેશે.

શરતોઃ- મંજૂર થયેલ સહાય જે તે સાધન ખરીદવા માટે મંજૂર થયેલ હોય તો તે સાધનોનો ઉપયોગ મંજૂર થયેલ હેતુસર જ કરવાનો રહેશેઆ માટે સહાય માટેનું નિયત અરજીપત્રકભરીને અને તેમાં વેલ્ફેર ઓફીસર/લાયઝન ઓફીસર/સીનીયર જેલર/પ્રોબેશન ઓફીસર મારફતે સહાય સમિતિ સમક્ષ મૂકવાનુંરહેશે કેદીસહાય સમિતિમાં જે કેસો રજૂ કરવામાં આવે તે કેસોની પ્રાથમિક તપાસ જેતે જિલ્લાના ચીફ ઓફીસર…….. મારફતે કરાવવાની રહેશે અહેવાલ મોકલ્યા બાદ કેદી સહાય સમિતિ કેસોનો પૂરો અભ્યાસ કરીને અને જરૂર પડે પત્રવ્યવહાર કરીને ખાત્રી કરશે કે સહાય ચૂકવણીનો હેતુ બર આવે તેમ છે ઉક્ત અહેવાલ સાથે કેદી સહાય સમિતિ સહાય માટે દરેક કેસની વિગત નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતાને મંજૂરી માટે મોકલી આપશે. જેના આધારે કેદી સહાય મંજૂર કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મારફતે સંબંધિત કેદીના કુટુંબને ……સહાય ચૂકવવા આદેશ કરાશે. જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આ યોજનાનું અમલીકરણ અને માર્ગદર્શન કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here