પપ્પા હુ પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ દીકરીનો પિતાને છેલ્લો કોલ

0
224

સુરતમાં એક દુખદ ઘટના ગટી છે જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે જેમાં એક દીકરીની પિતા સાથેનો છેલ્લે કોલ પર વાત થઇ હતી એમાં દીકરી કહે છે કે “પપ્પા,  અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે,

કારણ કે અમાર દાદર લાકડાનો હતો.પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ pappa પપ્પા.”પોતાની દિકરીના ક્રિષ્ના આ ફોન બાદ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પિતા અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા, ત્યારે ખબર પડી કે આગમાંથી બચાવાયેલા, ચોથા માળેથી કુદેલા અને આગમાં ભડથું થયેલા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ ફોન કોલથી દુખી થયેલા પિતાને એજ ખબર નહોતી પડતી કે પોતાની વહાકી દીકરીને શોધવા ક્યા જવું ?

જેથી પિતાએ ફરીવાર દિકરીને ફોન લગાડ્યો.જો કે આ વખતે તેમની લાડલી ફોન ઉપાડવા માટે આ દુનિયામાં જ રહી નહોતી. પિતાએ દિકરીને લગાવેલો ફોન કોઈ બીજા ભાઈએ ઉપાડ્યો અને પિતા સુરેશભાઈએ ભીની આંખે, થરથર કાંપતા અવાજે પૂછ્યું,

હું મારી દિકરી ક્રિષ્ના ભિકડીયાને શોધું છું,પણ પિતા બિચારા હવે શું કરી શકે જ્યારે એમની લાડકી આ દુનિયા છોડીને જ જતી રહી હતી.પિતાએ દીકરીને કરેલો ફોન ઉપાડનાર ભાઈ એ  કહ્યું કે પહેલા તમે સ્મીમેર હોસ્પિટલ આવી જાઓ.આ સાંભળીને સુરેશભાઈ ફસડાઈ પડ્યા.એ ભાઈએ કહ્યું કે તમે પહેલા સ્મિમેરમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહિં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે. આટલું સંભાળતા જ પિતાની પગ નીચેથી જમીન સળકી ગઈ

.આ સાંભળીને પિતા સુરેશભાઈને ચક્કર આવી ગયા છતાં હિંમત એકઠી કરીને સ્મિમેર દોડ્યા પણ ત્યાં ભડથું થયેલા મૃતદેહો પડ્યા હતા ભડથું  થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયી દિકરી ક્રિષ્નાને કેમ શોધવી? બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી.

જેમાંથી કોઈ હાથ પરની ઘડિયાળ જોઈને ઓળખવાનો પ્રયાસ કરતું હતું તો કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, પિતા સુરેશભાઈએ એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી પડ્યા હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે કારણ કે ઓળખ શક્ય જ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here