અઢી વર્ષની ઉંમરનો જસ સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન આપી ગયો….ઓમ શાંતિ

0
215

પત્રકારીત્વના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા શ્રી સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષની ઉંમરનો દીકરો જશ થોડા દિવસ પહેલા રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાયો હતો. મગજમાં ગંભીર ઇજાના કારણે જશનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું.

અત્યંત દેખાવડા અને સૌને ગમી જાય એવા જશનું બ્રેઇનડેડ થતા ઓઝા દંપતીએ બીજા બાળકોને નવજીવન આપવાના આશયથી પોતાના જિગરના ટુકડા જેવા જશના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. સુરતની સેવાભાવી સંસ્થા ‘ડોનેટ લાઈફ’ના સહયોગથી જશના હૃદય, ફેફસા, કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું.

હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે જશના બ્લડગ્રુપ મુજબના ભારતના કોઈ બાળદર્દી ઉપલબ્ધ ન હોવાથી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિદેશી બાળકોને આ અંગોનું દાન કરવામાં આવ્યું. જશનું હૃદય રશિયાના 4 વર્ષના બાળકને અને ફેફસા યુક્રેનના 4 વર્ષના બાળકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

જશના અંગદાનથી સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન મળશે. ઓઝા દંપતી વંદન સહ જશના આત્માને શાંતિ માટે પ્રભુ પ્રાર્થના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here