આ કપરા કાળમાં ખેડૂતો ધારે તો અનાજ, દૂધ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચાડીને લોકોને લૂંટી શકે પણ એવું કરે યો એ ખેડૂત શેનો ?

જાણવા જેવું

પોરબંદર જિલ્લામાં રતનપર નામનું એક નાનું ગામ છે. આ ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે લોકસહયોગથી રાશનકીટ તૈયાર કરીને પૂરી પાડવાની સેવા કરે છે.

બાજુમાં આવેલા ઓડદર ગામમાં રહેતા ખેડૂત શ્રી હમીરભાઈ દેવશીભાઈ ઓડેદરાને આ વાતની જાણ થઇ એટલે એમણે પણ નક્કી કર્યું કે આ કપરો કાળ કાઢવામાં મારે પણ કંઈક યોગદાન આપવું છે. હમીરભાઈએ એના ખેતરમાં ત્રણ વિઘામાં ટામેટા વાવેલા હતા અને ટામેટાનો પાક બરોબરનો તૈયાર થયો હતો.

આવો સમય કમાણી કરવાનો હોય છે પણ ખેડૂતને તો બીજાનું પેટ કેમ ભરાય એનો વિચાર વધુ આવે. હમીરભાઈએ નક્કી કર્યું કે મારે ત્રણ વિઘાની ટામેટાનો બધો પાક માર્કેટમાં વેંચવાને બદલે ગરીબોને વિનામૂલ્યે આપી દેવો છે. બધા જ ટામેટા ઉતારીને લગભગ 1800 મણ (36000 કિલો) ટામેટા આસપાસના ગામડાના જરૂરિયાતમંદ લોકો વચ્ચે રાશનકીટની સાથે વહેંચી દીધા.

એક તરફ કરોડોની કમાણી કરતા માસ્ક કે સેનેટાઇઝરના ઉત્પાદકો અને વિક્રેતાઓ છે જે લોકોની જરૂરિયાતનો લાભ લઈને લૂંટવાનો મોકો મુકતા નથી અને બીજી તરફ આવા પરગજુ ખેડૂતો છે જે પોતાનો પાક વિનામૂલ્યે લોકો વચ્ચે વહેંચી દે છે.

આ કપરા કાળમાં ખેડૂતો ધારે તો અનાજ, દૂધ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચાડીને લોકોને લૂંટી શકે પણ એવું કરે યો એ ખેડૂત શેનો ? પોતે ખતમ થઈને પણ બીજાને ખવડાવવાનું કામ કરતા સૌ ખેડૂતોને સો સો સલામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *