ઉતરાયણમાં દરેક વર્ષે પતંગ ચગાવવાને લઈને જાત જાતના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થઇ જાય છે અને પતંગનો વિરોધ અને સુરક્ષાને લઈને ઘણા મેસેજ ફરતા હોય છે ઉતરા યણ માં દર વર્ષે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. કોઈને પોતાના પતિ, ભાઈ, દિકરાને ગુમાવવાનો વારો આવે છે. અ બોલા પક્ષીઓ પણ દર વર્ષે હજારોની સંખ્યામાં ઘાયલ થાય છે તથા પોતાનો જીવ ગુમાવી બેસે છે.આ વર્ષે પણ ઉતરાયણ પહેલા ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાઐમ છે. સુરત જિલ્લાના ઓલપાડ ગામે રાતે અને શિક્ષક તરીકે નોકરી કરતાં દંપતિનો ૨૨ વર્ષીય પુત્ર દિપેન થોડા વર્ષો પહેલા તાપી બ્રિજ પરથી પસાર થઈ રહેલો હતો ત્યારે તેના ગળામાં અચાનક જ પતંગની દોરી આવીને અટવાઈ ગઈ ગળાને ગંભીર રીતે નુક સાન પહોચાડીને લોહીલુહાણ થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમ્યાન જે દીપેનનું મૃત્યુ થયું હતું.પોતાના યુવાન દિકરાના અકાળે અવસા નથી શિક્ષક દંપતી પર આભ તૂટી પડ્યું હતું.અને તેઓ આ આઘાતમાંથી બહુ સમયે બહાર આવ્યા અને તેઓએ નક્કી કર્યું કે જે પોતાના દીકરા સાથે થયું છે તેવું બીજા કોઈ માતા-પિતાના દિકરાઓ સાથે ના થાય તેના માટે તેઓએ એક જાણ જાગૃતિનું બીડું ઉપાડયું.આ પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. આ સિવાય સુરત શહેરમાં રેડિયો મિર્ચી દ્વારા પણ દર વર્ષે ઉતરાયણના તહેવારમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવે છે અને લોકોમાં જાણ જાગૃતિ ફેલાવે છે.રેડિયો મિર્ચી દ્વારા પતંગના દોરાથી જીવ ગુમાવનાર દિપેનના માતા-પિતાના હસ્તે ચોપાટી પાસે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેફ્ટી બેલ્ટના વિતરણ સમયે પોતાના દીકરાની ઉંમરના એક યુવાનને સેફટી બેલ્ટ બાંધતા સમયે દિપેનના માતા પિતા ભાવુક થઈ ગયા હતા અને લોકોને ઉતરાયણ પહેલા પતંગ ના ચગાવવા તથા ઉતરાયણના તહેવારમાં બાઇક પર જતાં સમયે ગાળાની સાવધાની રાખવા માટે અપીલ કરી હતી. આ દ્રશ્યને જોઈને તેમની સાથે લોક જાગૃતિનું કામ કરતાં લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
Home Uncategorized પતંગની દોરીથી યુવાન પુત્ર ગુમાવનાર માતા પિતાએ લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું...