માસિક આવક રૂ.15000 થી ઓછી આવક ધરાવતા લોકો માટે 3000 પેન્શન યોજના વાંચો અને શેર કરો

0
295

અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કામદારો અને શ્રમિકોને મળશે લાભ આગામી 5 વર્ષ સુધી આ વિશ્વની સૌથી મોટી પેન્શન સ્કિમ રહેશે આ યોજના હેઠળ રૂ . 500 કરોડની ફાળવણી જરૂર પ્રમાણે વધારાનું ભંડોળ પણ ઉમેરાશે ચાલુ નાણાંકીય વર્ષથી લાગુ

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધના ( PM – SYM ) અસંગઠિત શ્રમયોગીઓ માટે પેન્શન યોજના

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા શ્રમિકો માટે બજેટ 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કીમને અપનાવનાર લોકો જ્યારે 60 વર્ષના થાય ત્યારે તેમને રૂ.300 પેન્શન મળશે.

જો પેન્શન મેળવનાર વ્યક્તિનુ મૃત્યુ થઈ જાય છે તો આ રકમ તેના જીવનસાથીને પણ લાભ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. સ્કીમ અંતગર્ત લાભાર્થીતેના ખાતામાં જેટલુ યોગદાન કરશે, સરકાર પણ તેના ખાતામાં પોતાના તરફથી તેટલી જ રકમનુ યોગદાન કરશે. જો તમે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત તમે ખાતુ ખોલાવવા ઈચ્છો છો તો અમે તમને જણાવીશુ કે તમારે શુ કરવુ પડશે. કોણ લાભ લઈ શકે : આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી છે કે તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવ. તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, તમારી માસિક આવક રૂ.15000 થી વધુ ન હોવી જોઈએ.

રજિસ્ટ્રેશન્ન માટે જરૂરી દસ્તાવેજ :

આ યોજનામાંરજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, બચત ખાતાની સાથે આઈએફએસસી કોડ, મોબાઈલ નંબર હોવા જરૂરી છે.

આ રીતે કરો અરજી :

આ સ્કીમમાં અરજી કરવા માટે તમારે તમારી નજીકના સીએસસી કેન્દ્રમાં જવુ પડશે. તમે તમારી સાથે આધાર કાર્ડ, બેન્ક પાસબુક અને મોબાઈલ ફોન લઈ જવાનુ ન ભૂલો. તમે તે નક્કિ કરી લો કે તમારી પાસબુક પર આઈએફએસસી કોડ હોવો જરૂરી છે. ઈપીએફ ઈન્ડિયાની વેબસાઈટ પર તમે તમારા નજીકના સીએસસીને શોધી શકો છો. તે ઉપરાંત એલઆઈસીની બ્રાન્ચ ઓફિસ. કેન્દ્ર કે રાજ્ય સરકારની લેબર ઓફિસ જઈને પણ તમારી નજીકના સીએસસી સેન્ટરની માહિતિ મેળવી શકો છો. કોમન સેન્ટર પર તમારે ઓટો ડેબિટફેસિલિએટીની સાથે સહમતિ ફોર્મને જમા કરાવવુ પડશે. તમે સંપૂર્ણ માહિતિ ફોર્મમાં વેરીફાઈ કરી દેશો ત્યારે તમારા મોબાઈલ પર એક વન ટાઈમ પાસવર્ડ આવશે. કેટલુ યોગદાન : તમારે કેટલી રકમ જમા કરાવવાની છે તે તમારી ઉંમરથી નક્કિ થશે.

જે રકમ નક્કિ થશે તે તમારે 60 વર્ષના થાવ ત્યા સુધી ભરવી પડશે. પ્રથમ સબ્સક્રિપ્શન રકમને બાદ કરતા તમામ રકમ તમારા બચત ખાતામાંથી માસિક આધાર પર કપાશે. પ્રથમ સબ્સક્રિપ્શન તમારે રોકડમાં જમા કરાવુ પડશે તે પછી બધી રકમ તમારા ખાતામાંથી કટ થઈ જશે. આ રીતે પૂરી થશે પ્રક્રિયા : સીએસસી કેન્દ્ર પર રજીસ્ટ્રેશન પૂરૂ થયા પછી આ યોજના અંતર્ગત એક ઓનલાઈન એપન્શન નંબર જનરેટ થશે. સીએસસી તમને એક પેન્શન સ્ક્રીમ કાર્ડની એક પ્રિન્ટ આઉટ આપશે. જેમાં તમારૂ નામ પેન્શન શરૂ થવાની તારીખ, માસિક  પેન્શનની રકમ, અકાઉન્ટ નંબર સહિતની માહિતિ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here