પપ્પાને વ્હાલી દીકરી જયારે એમ કહેને મમ્મી , પપ્પા . . મને કોઈ ગમે છે જરાક કલ્પના કરો એક પિતાની હાલત શું થતી હશે

0
243

મમ્મી , પપ્પા . . . . મને કોઈ ગમે છે જરાક કલ્પના કરો . . . એ તમને કહે છે કે એને કોઇ ગમે છે . આ સાંભળનાર તમે પિતા છો . આ સાંભળનાર તમે માતા છો . આ સમાચાર આપનાર તમારો દીકરો છે . આ સમાચાર આપનાર તમારી દીકરી છે . તમારો દીકરો તમને , પિતાને એ કહે છે . તમારો દીકરો તમને , માતાને કહે છે . તમારી દીકરી તમને , પિતાને કહે છે . તમારી દીકરી તમને , માતાને કહે છે . શું પ્રતિભાવ હશે તમારો ? કેમ ? આમ તો આ સવાલ સામાન્ય લાગે કારણકે હજી તમારા સંતાને તમને એ કહ્યું નથી .

તમને એનો પિતાપુત્રીના જીવનનો પહેલો પુરુષ છે , પિતા આદર્શ છે પુત્રીના અનુભવ નથી . અથવા તમે એને બહુ મહત્વ નથી આપ્યું . અથવા તમને એ બહુ મહત્ત્વનું નથી લાગ્યું , અથવા તમે એને સાંભળ્યું ન સાંભળ્યું કર્યું છે . અથવા તમારા સંતાનને તમને એ જણાાવવાની ઇચ્છા જ નથી થઇ , અથવા તમારા સંતાનમાં એવી હિંમત જ નથી કે તમને એવી વાત કરે . આવું ક હોય તો એ તમારો સવાલ છે ને એમાંથી ઊભી થનાર સમસ્યા પણ તમારી છે . પણ તમે એવા નસીબદાર માબાપ છો કે તમને તમારા સંતાને એમના હૈયે જાગેલી આ લાગણી વિષે કહ્યું છે . તો ? તમે જો ગંભીરતાથી વાંચ્યા હશે તો મેં જે સ્થિતિ અને સવાલ તમારી સામે મૂક્યા છે એશે . તમને વિચાર કરતાં જરૂર કર્યા હશે અને એટલે જ હવે આ સવાલ – કે એવું કેમ ? દીકરો કે દીકરી તો આપણાાં જ સંતાન અને મા ને બાપ તો બંનેના વાલી તો પ્રતિભાવ કેમ એક જ નહીં ? દીકરા દીકરી માટે મા ને બાપના પ્રતિભાવ અલગ કેમ ? પહેલાં વાત દીકરીની કરીએ . આપણી ત્યાં હજી દીકરી પોતાના હૈયામાં ખીલું ખીલું થતી આ લાગણીની કળીની જાણ ખુલીને માબાપને કરતી નથી . એમાં લજ્ઞા છે તેમ ભય પણ છે . અલબત્ત , હજી મુગ્ધવર્યાની અસ્પષ્ટતાનો મૂંઝારોય છે . હજી એને પોતાને જ આ લાગણી પ૨ખાઇ નથી ત્યાં સમજાઇ તો ક્યાંથી હોય ? એને માટે આ પહેલો અનુભવ છે . હવે આ પહેલો ને ન પરખાતો અનુભવ હોય ત્યારે માર્ગદર્શન કોનું લેવું ? મિત્રો તો સમવયસ્ક છે એટલે એમનેય એની સમજ નથી . શિક્ષક પાસે આને માટે સમય માં ? અખબારો ને સામયિકોમાં આવતી ‘ પૂર્ણ ન પૂછું ‘ ની કોલમ જ હાથવગી ! પડ્યા એમાય કાળજી ને ચિંતાનો અંગત સ્પ રહ્યો ?

આવા સમયે દીકરી માટે પરિવાર જ ઉત્તમ વિકલ્પ . અગાઉ સંયુક્ત પરિવારમાં દાદા હતા ને દીકરી માટે સદાય હૈયાવગા હતા . ‘ દાદા . હો , દીકરી . . . ‘ નો સંવાદ શક્ય હતો . હવે એ નથી . પરિવાર નાના છે . એક જ સંતાન છે . મોટાભાઇ બહેન નથી . એટલે માબાપ જ હાથવગાં છે પ્રસન્નતા કે પીડા વહેંચવાં . આમાં આ જાણકારી પિતાને પહેલાં આપવી કે | માતાને ?

બંનેનો ડર સંભવ છે , પણ પિતા પ્રિય છે . પુત્રીને . ને પુત્રી પિતાને . પિતાપુત્રીના જીવનનો પહેલો પુરુષ છે . પિતા આદર્શ છે પુત્રીના . પરિણામે એમને કહેવાનું મન છે . એ સમજશે એની આશા છે , પણ આ જાણકારીને કારણે જ પિતાની કડકાઇ વધી જાય એમ પણ બને . આવું કે કાને પડે ત્યારે એમને પોતાના અધિકાર પર કોઇનો અનધિકૃત પ્રવેશ લાગે છે . કાલ સુધી ડાહી દીકરી લાગતી હતી એ અણસમજુ લાગે છે . કોઇ એને ભોળવીને છેતરી જાય તો ? એ ડર છે . જમાનો ખરાબ લાગે છે . પરિણામે આ સમાચારનો પ્રતિભાવ ઉંચ પણ હોવાનો – કારા અતિ સ્નેહમાંથી જન્મતી . શંકા હોય કે પેલું અણગમતું ટેસ – પાસિંગ !

– માતા માટે દીકરીના હૈયાના આ ભાવની પ્રથમ જાણકારી ચિંતાનો વિષય તો છે જ . કારણકે એમને પણ એ મુગ્ધતામાં દીકરી છેતરાવાનો ભય દેખાય છે . એમને તો વળી . સમાજનીય ચિંતા છે . પતિના પ્રતિભાવનીય ફિકર છે . પણ પિતા કરતાં માતા વધુ સ્વસ્થ રહે છે . એ પોતાની રીતે જાણકારી મેળવે છે ચકાસે છે . એને પોતાની એ મુધવય યાદ છે એટલે દીકરીના હૈયાને સમજી પણ શકે છે . હવે એની સામે સમસ્યા છે તો એ પતિને સાચવવાની , એમના પ્રતિભાવને કાબુમાં રાખવાની , કારણકે એ પિતા પુત્રીના સંબંધને ઓળખે છે . . ખાનાથી ઊલટું બને છે જો હૈયાના ભાવની આવી કોઇ જાથાકારી પુત્ર આપે તો . આમાં પિતા અને માતાના પ્રતિભાવ અરસપરસ બદલાઇ જાય છે .

પુત્રી સંબંધે જે ભાવ પિતા અનુભવે તે હવે પુત્ર માબતે માતાના મનોભાવ હોય છે ને પુત્રી બાબતે જે ભાવ માતા અનુભવે એ પુત્ર બાબતે પિતાના હોય છે . અલબત્ત , પ્રેમ કોઇનોય ઓછો નથી , કાળજી પણ સરખી જ લેવાતી હોય પણ ચિંતાના પ્રમાણમાં વધઘટ જોવા મળે ખરી , આપણી સમાજ રચના પણ એવી છે કે જેમાં દીકરીની ચિંતા તો વિશેષ રહેવાની જ .

એમાં દીકરીની ક્ષમતા પર અવિશ્વાસ નથી , પણ આસપાસના વાતાવરણની ચિંતા છે ને પોતે એની સુરક્ષા માટે બધે જ બધો સમય હાજર નહીં રહી શકે એની ખબર છે . વળી પ્રાકૃતિક રીતે પણ ની સાથે જોડાયેલ પ્રજોત્પત્તિનો મુદ્દો પણ માબાપ પણે વિશેષ જાગૃતિ માગે છે . . વળી એના મૂળમાં પેલી ગ્રંથિ પણ ખરી જ માતાને પુત્રની ચિંતા વિશેષ છે એનું કારણ એ પણ છે કે પુત્રને પરણીને કોઈ સ્ત્રી એમના પરિવારમાં , એમના ઘરમાં આવવાની છે , ને સાથે રહેશે તો એની સાથે હવે વહાલ અને વહીવટ બંને વહેંચવાનાં છે .

કેટલાંક મંતવ્ય પણ ટકરાશે . અભિપ્રાય જુદા પડશે . સંઘર્ષ નહીં થાય તોય સમાધાન તો કરવું પડશે . ને એ નહીં ગમે . મા પાસે પોતે પણ પારકા ઘેર આવીને ધીરે ધીરે ગોઠવાઇ ગયાનો અનુભવ છે એટલે દીકરી અંગે એ બાબતે એને હૈયે ધરપત છે , ત્યારે અજાણ વ્યક્તિ ને વાતાવરણમાં પોતાની દીકરીને જવાની વાત માત્ર પિતાની ચિંતા અનેકગણી વધી જાય છે . માતા અને પિતા બંનેને આ વહેંચવા અને વહેંચાવાની વાતે જ વાંકુ પડે છે . બંને છે સમજદાર એટલે સ્વીકાર કરે છે બોલતા નથી . પણ ક્યારેક એમના વર્તનને જોતાં જાય કે દુ : ખે છે પેટ ને કહે છે માથું ! અને મજા તો એ છે કે હજી તો સંતાને કેવળ એટલી જાણ કરી છે કે એમને કોઇ ગમે છે .

તે અહીં તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવો ઘાટ સર્જાય છે ! સંતાન તમને એના હૈયાની વાત જરૂરી એવું કોઇ રહસ્ય તમારી સાથે વહેંચવા તેયાર થાય તે જરૂરી છે . એ તમારા પર વિશ્વાસ મૂકીને તમને વાત તે જરૂરી એને ખાતરી હોય કે તમે મન સાંભળશો , એના એમની વાત મોકળા મને સાંભળશો , એના • અને ખાતરી હોય કે તમે વિચાર કરશો ને તમારું મંતવ્ય આપશો . અલબત્ત લાગણીના આવા આવેગ સમયે એ પોતે પ્રતિકૂળ અભિપ્રાય સાંભળવા તૈયાર ન હોય એ તમે તો સમજો જ ને ? એટલે સમય લ્યો . સાચા શબ્દ શોધીને વાત મૂકો , તો એ જુદું મંતવ્ય પણ સાંભળશે . સિક્કાની બીજી બાજુની સંભાવના જાળવી એને માટે નવી જ હશે , પણ ઉપયોગી પણ એટલે પ્રામાણિક બનીને વાત કરવી જરૂરી પણ જરાક જાળવીને , સંતાન સાથે સંવાદની ભૂમિકા જે પરિવારમાં હોય ત્યાં સંઘર્ષ ઓછો થાય છે .

હું તો કહ્યું કે તમે માતા છો કે પિતા , સંતાન પુત્રી છે કે પુત્ર , પોતાની આ લાગણીની વાત તમારી સાથે વહેંચે ત્યારે મનોમન રાજી થાવ ને હવે મુગ્ધતાના પ્રદેશમાં વિહરતા એના હૈયાના સાથી બનો . એ તમારા અનુભવના નકશા પ્રમાણે નહીં જ ચાલે એટલે એના પથદર્શક નહીં , હમસફર બનો . એમ કરતાં તમનેય તક મળશે તમે પાછળ છોડેલા એ પથ પર નજર કરવાની , એ સમયને ફરી જીવી લેવાની જેનાં સ્પંદન તમે રોજિંદી વ્યસ્તતામાં વિસરી ગયા છો !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here