જીવનમાં એક માનું મહત્વ શું હોય છે? આજના દિવસે માને એક લાઇક અને શેરથી જરૂર વધાવીએ

0
611

માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત. મનુષ્યને જન્મ આપતી માતાનું ગૌરવ ખુબ  અનન્ય છે . દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા ઉપમાઓ થી વર્ણવ્યો છે . માતા , માં , મમ્મી , અમ્મી , આઈ , અમ્મા આ બધા પર્યાય છે જનનીના માતા એક એવું સ્વરૂપ છે જે નિસ્વાર્થ ભાવે પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે . “ જનનીની જોડ સખી નહી જડે રે લોલ ” કવિ બોટાદકરની આ પંક્તિ માતૃપ્રેમ ની મહત્તા સૂચવે છે માતાના પ્રેમને તોલે જગતનો કોઈ પ્રેમ આવી શકતો નથી માત્ર હદયની લાગણી આજના સંસ્કૃતિ પામેલા માણસ થી માંડીને શુદ્રો ગણાતા જંતુઓમાં પણ એટલી જ પ્રબળ હોય છે . માદા પક્ષી પોતાના બચ્ચાઓનું જીવની જેમ જતન કરે છે . સિંહણ વાઘ જેવા હિંસક પશુઓ પણ બચ્ચાં ના રક્ષણ માટે પોતાના પ્રાણ આપી દે છે . પ્રસૂતિની અસહ્ય પીડા હસતાં હસતાં સહન કરનારી માં જ છે . ગર્ભમાં બાળક રૂપી અંકુર ફૂટે છે ત્યારથી તે બાળકની સતત કાળજી રાખતી થઈ જાય છે .

બાળકના જન્મ પછી તો જાણે માતાની સમગ દનિયા જ  બદલાવનાર બાળકના જન્મ પછી તો જાણે માતાની સમગ્ર દુનિયા જ બદલાઈ જાય છે . તેના કેન્દ્રસ્થાને બાળકની જરૂરિયાતો જ હોય છે બાળક પથારી ભીની કરે તો તેને ખોળામાં સુવડાવી પોતે ભીનામાં સૂઈ જાય છે . સંતાન જો માંદુ પડે તો દિવસ રાત ઉજાગરા કરીને પણ તેની ચાકરી કરી તેને માંદગી માંથી ઊભું કરી દે છે . દુનિયાની કોઈપણ માં પોતાના સંતાન માટે ભૂખ વેઠવા તૈયાર થઈ જાય છે અને પોતાના બાળકને ભૂખ્યું સુવા દેતી નથી . વેઠ કરીને પણ તે પોતાના સંતાનનું પેટ ભરે છે બાળકની નાનામાં નાની જરૂરિયાતોનો પણ માતા ધ્યાન રાખે છે એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે “ મા તે મા બીજા બધા વગડાના વા “બાળકના જીવન ઘડતરમાં મા નો ફાળો સૌથી વધારે હોય છે કેમ કે પિતા તો નોકરી વ્યવસાય માટે આખો દિવસ ઘર બહાર જ રહેતા હોય છે માતાનો વધારે સમય બાળક સાથે પસાર થાય છે બાળકને સવારે તૈયાર કરવું તેને મનગમતો નાસ્તો બનાવી આપવો , મનગમતું ભોજન તૈયાર કરી આપવું , શાળાએ જવા માટે તૈયાર કરવું , અભ્યાસમાં મદદ કરવી , બાળકને નવા નવા રમકડા લાવી આપવા તેની સાથે રમવું ફરવા લઈ જવું વગેરે બધાં કાર્યો માં જ કરે છે . માં બાળકને હાલરડા સંભળાવે વાર્તા સંભળાવે ગીત ગવડાવે તેની સાથે વાર્તાલાપ કરે એનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે બાળકમાં પ્રેમ , સત્ય , સહકાર , સહાનુભૂતિ અને સેવા એવા ગુણો વિકસે એ માટે માં બાળક સાથે શિવાજી , કૃષ્ણ , ગાંધીજી , રામ , સરદાર પટેલ આવા મહાપુરુષના જીવન ચરિત્ર વિશે વાતો કરે છે

સમાજ નું વાતાવરણ આપણો સંસ્કારદેહ ઘડે છે જ્યારે માતા આપણો પિંડદેહ અને ભાવના સૃષ્ટિ ઘડે છે . તે આપણને સંસ્કાર આપે છે અને આપણી અસહાય અવસ્થામાં જતન કરે છે બાળકની કાલી ઘેલી વાણીમાં માતાને દેવની ગેબી વાણીનો ભાસ થાય છે . બાળકના ગંદા અંગો વડે ખુદાતા ખોળામાંથી તેને આનંદ પ્રાપ્ત થાય છે . બાળકના હેતુ વિનાના હાસ્યમાં એને સ્વર્ગનું સુખ નજરે ચડે છે . બાળકના હલનચલન માંથી અવનવા હાવભાવ તે ઊભા કરે છે . માં બાળક ના ગમા – અણગમાનો ખ્યાલ રાખે છે અને આજના ઈન્ટરનેટના યુગમાં તો કદાચ બાળક સાથે મિત્ર બની તેની સાથે upgrade થવાનું કામ પણ સૌ પ્રથમ તો માતા જ કરે છે બાળક નાનું હોય કે મોટું તેની દરેક અગવડ સગવડ અને ફેશનનું ધ્યાન માતા દ્વારા રાખવામાં આવે છે . નાનપણમાં માતાએ સંભળાવેલી વાર્તા ગીતો બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન કરે છે . બાળકમાં પ્રેમ , સંપ , સહકાર , સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે . શિવાજી , ગાંધીજી , લોકમાન્ય તિલક એવા મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો વિશેષ હતો.એટલે જ તો ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેને સમજાયું કે તે દરેક વ્યક્તિ સાથે તો નહિ રહી શકે અને તેથી જ તેણે માતાનું સર્જન કર્યું . પોતાના સંતાન પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ પણે સર્વસ્વ લૂંટાવી દેનારી દરેક વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ હોય તો તે છે માં . માતાના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું સંતાન સુખી થાય .

મનુષ્યના જીવન ઘડતરમાં બીજી અનેક વ્યક્તિઓનો ફાળો હોય છે . જીવનના ભૂતકાળમાં દ્રષ્ટિ ફેકતાં અનેક પ્રસંગો અને વ્યક્તિઓ જે આપણા જીવનના ઘડતરમાં નિમિત્ત બની હોય છે તે આપણી સામે આવે છે પરંતુ તે સૌમાં માતાનું સ્થાન અનેરૂ અદભુત અને સર્વોચ્ચ છે . માતાની જાત જગતના માનવીઓથી તદ્દન અલગ જ છે એટલે તો શાસ્ત્રકારોએ કહ્યું છે . “ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી ” અર્થાત્ સ્વર્ગ કરતાં પણ માતા અને માતૃભૂમિ મહાન છે . મા વિનાના જીવનની કલ્પના કરવી જ અસહ્ય છે માતા વિનાનું બાળક એકલું અટુલું છે માતા વિનાનું બાળક નિસહાય અને નિરાધાર લાગે છે . જેને મા નથી મળી તેને જીવનમાં કશું જ મળ્યું નથી . મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે . માના પ્રેમ માં વાત્સલ્ય , માનુ માધુર્ય , અને મમતા એ તો સંતાન જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે . બાળકના જીવનમાં ગેરહાજરી એટલે મમતા ની ખોટ વાત્સલ્ય ની ઉણપ અને જીવનનું બેસુ સંગીત તેથી જ કવિ પ્રેમાનંદે કહ્યું છે કે “ ગોળ વિના મોળો કંસાર તેમ માં વિના સુનો સંસાર ” .

માતા નો સ્નેહ નિર્ચાજ અને નિસ્વાર્થ હોય છે બાળક તેના પ્રેમનો બદલો આપશે કે નહીં કેવો આપશે , બદલો લેવાનો સમય આવશે કે નહીં એવા કોઈપણ ખયાલો વગર તે બાળક ને ચાહે છે બાળકને જમાડવામાં તેને સ્વર્ગનો અનુભવ થાય છે . રાત અને દિવસ પોતાની જાતને અગવડમા રાખી બાળકને સુખને આરામ મળે તેને માટે તે સતત ઝંખના કરે છે . બાળકને જીવાડવા પોતાની જાતને હોમવામાં પણ તેને પોતાનો ધર્મ લાગે છે . કોઈનું મહેણું કે કટુ વચન ન સાંભળતી માતા પોતાના બાળકનો માર કે ઠપકો સાંભળવા માં ગૌરવ અનુભવે છે . વાત્સલ્યના અવર્ણનીય સુખ માટે તો પ્રસુતિની અપાર વેદના પણ તે હસ્તે મોં એ સહન કરે છે . સંતાન કદરૂપુ હોય , ખોડખાંપણવાળું હોય , મંદબુદ્ધિનું હોય તોપણ માના પ્રેમમાં ઓટ આવતી નથી . દરેક સંતાન માતા માટે સમાન છે . જેને પોતાની માં ન હોય અને સાવકી માં ને પનારે પડ્યા હોય તેવા બાળકોને પૂછશો તો માતાનો પ્રેમ શું છે તેની કિંમત તેમના શબ્દોમાં સાંભળવા મળશે.મહા કવિ પ્રેમાનંદે એના એક આખ્યાન કુંવરબાઈનું મામેરુ એમાં કુંવરબાઈની માતા વીહાણી સ્થિતિનું કરેલું વર્ણન ગુજરાતી સાહિત્યનું મહામુલું ધન ગણાય છે “ ઘડો ફૂટે ને રઝડે ઠીકરી એવી માતા વિનાની દીકરી – પપ્ત કે યવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત રિાતા રઝડું ઠીકરી એવી માતા વિનાની દીકરી પુખ્ત કે યુવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત ચિંતા રાખતી હોય છે . તેના આહારવિહારની તથા જરૂરિયાતોની કાળજી રાખતી હોય છે . તેને કોઇ વાતનું દુઃખ ન લાગે એ માટે માતા હંમેશા જાગૃત રહેતી હોય છે . આમ બાળકની વય વધવા છતાં માતા પોતાની ફરજ ચૂકતી નથી . મોટી ઉંમરે પણ માતા બાળક સાથે હંમેશા પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે . પોતાના લીધે સંતાનને દુઃખ ન થાય તેની સાવચેતી રાખતી હોય છે . આધેડ વયે પહોંચેલી માતા કન્યાવિદાયનું દુઃખ વેઠીને પોતાની દીકરી ને સુખની આશિષ સાથે વળાવે છે તો પુત્રને હોંશ થી પરણાવ્યા પછી પણ તેમનો સંસાર સુખી કરવાના હેતુથી તે પુત્ર પુત્રવધુ ને જુદા રહેવા સંમતિ આપે છે . આમ પોતાના સંતાન પ્રત્યે માતાની નીસ્વાર્થવૃત્તિ પ્રગટ થતી જોવા મળે છે . મોટી ઉંમરે કદાચ સંતાનો માતા ની ઉપેક્ષા કરે ત્યારે પણ માતા તો સતત તેમની કાળજી લેતી હોય છે એટલે જ કહેવાયું છે ને કે ” પુત્ર કદાચ કુપુત્ર થાય પણ માતા કદી ‘ કુમાતા નથી બનતી . ”
અનાસક્તિયોગ ની જે વાત ભગવદગીતા એ ઉચ્ચારી છે અને જગતના મહાપુરુષોએ નિષ્કામ કર્મયોગનાં નામથી જે ભાવનાને નવાજી છે તે ભાવના માતાના જીવનમાં મૂળ રૂપે રહેલી હોય છે . બાળકના જન્મ અને ઉછેર માં ક્યારેય પોતાના સ્વાર્થનું આરોપણ કરતી નથી ઉલટું ક્યારેક અસહાય લુલા , લંગડા , આંધળા ને ગાંડા બાળક ઉપર માતાનું વાત્સલ્ય સૌથી વધારે હોય છે . ” એક માતા સો શિક્ષકની ગરજ સારે ” . જીવનઘડતરમાં માતાનું સ્થાન આ લોકોક્તિ દ્વારા સમજાય છે . રામ ના ઘડતરમાં કૌશલ્યા અને શિવાજી ના ઘડતરમાં જીજાબાઇનો ફાળો કોઈથી અજાણ નથી . અભિમન્યુ માતાના ઉદરમાં જ ચક્રવ્યુહની વિદ્યા ભણ્યો હતો . મા એ એકાક્ષરી મંત્ર છે કે સંસારની સ્વસ્થતા નું સરનામું છે . મનુષ્ય જીવનનું ગંગાજળ છે .

ઘરમાં મા હોય તો બાળકને ઘરમાં રહેવું ગમતું નથી પિતાનું અવસાન થાય તો ચલાવી લેવાય પણ માતાની ખોટ ક્યારેય પૂરી ન કરી શકાય પિતા બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી તેથી જ કહેવાય છે કે ” ઘોડે ચડ નાર બાપ મરજો પણ દળણા દળ નાર માં ન મરજો ” . માં કષ્ટો સહન કરીને પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરે છે પણ જો ઘડપણમાં પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર , સહારાને બદલે અપમાન મદદને બદલે કુ વચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કેવો કે પથ્થર ? છતાંય માતા તરફથી પુત્ર માટે કોઇ ફરિયાદ રહેતી નથી માતા મહાન છે , તેનો પ્રેમ મહાન છે.માતા બાળકના જીવન ઘડતર માટે સર્વસ્વ ગુમાવી દેતી હોય છે માના પ્રેમનું મૂલ્ય કેવી રીતે આંકી શકાય માનો પ્રેમ તો અખ્ખલિત વહેતાં ઝરણાં જેવો છે . માતાનું ઋણ તો ક્યારેય કોઈ ભરપાઈ કરી શકે એમ નથી માટે જ એક કવિએ કહ્યું છે કે “ અર્પી દઉં સો જનમ એવડું મા તું જ છું . ” બાળકના સંસ્કાર ઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો હોય છે તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમીટ હોય છે એટલે તો કહેવાયું છે કે ” જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે ” બાળકના સંસ્કાર ઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો હોય તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમીટ હોય છે એટલે તો કહેવાયું છે કે ” જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે ” જીવનના સર્વ ગુણોમાં માતૃઋણ નું સ્થાન સૌથી વધારે છે તેનાથી મુક્ત થવું અશક્ય છે તેનો બદલો આપી શકાતો નથી મનુષ્ય ઋણ માટે તો માતાને તીર્થ માની તેની પૂજા જ કરવી રહી માતાની સેવામાં જ પોતાની જાતને અડીખમ રાખવી તે માત્ર ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયત્ન જ ગણાય . એટલે જ તો સાચું કહેવાયું છે કે ” જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here