માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય મેળવવા માટે ફોર્મ અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી. કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
કોને સહાય મળવાપાત્ર થાય
- અનુસુચિત જાતિના લોકો
- અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને
- આર્થિક રીતે પછાત વર્ગના
- વિચરતી અને વિમુક્ત જાતિના લોકો
- લઘુમતી જાતિના લોકોને
અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે
આ યોજના દરમિયાન મળવા પાત્ર સહાય : અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-…જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ અરજી કરતી વખતે રજુ કરવાના થતા ડોક્યુમેન્ટ આ પ્રમાણે છે જેની નોંધ લેવી આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક, અરજદારની જાતિ નો દાખલો, વાર્ષિક આવક નો દાખલો, અભ્યાસનો પુરાવો આ બધા પુરાવા સાથે જોડવાના થશે ફોર્મ ભરવા રૂબરૂ સંપર્ક કરો :- હેનીલ જનસેવા કેન્દ્ર Mo:- 8128411456 ખાસ ઉપયોગી માહિતી ફરજીયાત બીજા ગ્રુપમાં શેર કરશો..તમારા એક શેર થી કેટલાય ગરીબ લોકોને કામ લાગશે અને તમને આશીર્વાદ ફળશે
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે.