પૌરાણિક કથાઓ અનુસાર સાક્ષી રૂપે ભારત મા અનેક નાગમંદિરો છે આ મંદિરોના દર્શન નુ પણ મહત્વછે નાગપંચમીએ, કાલસર્પ યોગ પર આ મોટા મંદિરોના હિંદુ ધર્મમાં નાગપૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે આ દિવસે સર્પ દેવતાની પૂજા કરવાથી તેમને કૃપા મળે છે અને સાપના દોષોથી પણ મુક્તિ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી સર્પને કોઈ દુ ખ થતું નથી. ભારતમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે, જે માનવામાં આવે છે કે માત્ર નાગપંચમીના દિવસે જ તેમની ઉપાસના અને તેમના થાય છે દર્શન કરવાથી કુંડળીમાંથી કાલસર્પ ખામી દૂર થઈ શકે છે.
सर्वे नागा: प्रीयन्तां मे ये केचित् पृथिवीतले।
ये च हेलिमरीचिस्था येन्तरे दिवि संस्थिता।।
ये नदीषु महानागा ये सरस्वतिगामिन:।
ये च वापीतडागेषु तेषु सर्वेषु वै नम:।।
પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ‘ અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ. વાર્તા પૂરી સાંભળવા માટે આ વિડીયો ઉપર ક્લિક કરો
નાગ પંચમી વારતા। nag pacham varta | nag panchmi | nag panchami ki kahani