નાગરવેલ પાન- ભગાવે સાંધાના દુખાવા હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ
એક નાગરવેલનું પાન લઈ તેના પર ખાવાનો ચૂનો (કાથો નહિ), મેથીદાણા, અજમા, લવિંગ, ધાણાદાળ નાખીને દરરોજ જમ્યા પછી ચાવી ચાવીને ખાવાથી થોડા દિવસોમાં જ સાંધાના દુખાવા ચાલ્યા જશે.
પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. હેડેક અને વાગવા પરઃ માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે
કફનાં રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે. તેમાં રહેલું ઉડનશીલ તેલ શ્વાસનળીનાં સોજાને મટાડનાર છે. શરદી, ખાંસી, દમ વગેરેમાં નાગરવેલનાં ત્રણથી ચાર પાનનો રસ કાઢી, તેને સહેજ ગરમ કરવો. ઠંડો પડે એ પછી તેમાં થોડું મધ મેળવીને પી જવો