ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan

0
570

ઓખાને આવ્યો પરણવાનો વિચાર

કડવું -૨૩ મું.        રાગ ગોડી : વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે; વિષ ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભુંડું જોબનિયું, મદ પૂરણ મારી પાયજી; પિતા તો પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર. ૧. સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી; હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે સહિયર. ૨. એ રે દુ:ખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવેજી, આ આવાસ રૂપી શૂળીએ સુતાં, નિંદ કઈ પેરે આવે રે. સહિયર. ૩.

જળ વિનાની વેલડીને, લૂણ વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. સહિયર. ૪. ધન્ય હશે કામિનીને જેણે, કંઠે કંથ ગ્રહી રાખ્યોજી; હું અભાગણી પરણ્યા પીયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે, સહિયર. ૫. મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારો જી; સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સહિયર. ૬. સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરશું જી; નવ રહી આશા પરણ્યા કેરી; મુજ જોબન જાય ઝરતું રે, સહિયર. ૭.

okha Haram | kadavu 23 to 40 | ઓખા હરણ ભાગ -3

બીજી વાત રૂચે નહિ મુજને, ભરથાર ભોગમાં મનજી; આહીં પુરૂષ આવે તો પરણું, નવ પુછું જોષીને લગ્ન રે. સહિયર. ૮. વચન રસિક કહેતાં તરૂણી ભારે આવે લટકતી ચાલે  જી; પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રૂદિયા ભીતર સાલે રે. સહિયર. ૯. સુખ દુ:ખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી, બાંધોગરી મારા કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. ૧૦. મરક મુખે મધુર વચને, મરજાદ, નવ આણીજી; શાક પાક પીયુનુ નવ પીરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. ૧૧. અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. ૧૨.

કડવું -૨૪ મું.       રાગ મેવાડની દેશી : ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા-બાપના છોરૂં, તે કેમ કરીએ કાળું કે ગોરૂં જો. ૧. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ડા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો; જઈ બાણાસુરને કહીએ જો. ૨. વાત   બાણાસુર રાય જાણે જો, આપણા બે તો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો. ૩. રહ્યા વિશ્વાસે જો, તુજમાં દીસે છે અપલક્ષણ જો; બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહ જો. ૪ તને દેખું છું. મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો; તારું વચન મને નથી ગમતું જો, જોબનિયું હશે તો સઉને ગમતું જો; ૫.

કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીયે પોતાને ઢંગે જો; તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. ૬. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો; હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. ૭. તું તો જુવે લોકનાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો, બેની ડગલાં ન  ભરીએ લાંબા જો; ઉતાવળે ન પાકે આંબા જો. ૮ આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાજી વ્રત આચરતાં જો; મારા ઓખાબાઈ સણુલાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.  દીપક બાળે ને અવનીય સુવે જો, માત ઉમિયાને આરાધે જો; થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહિ એકાંતે જો. ૧૦.  વલણ – આવાસ એક સ્તંભ વિષે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે.

કડવું -૨૫ મું.ઓખાને આવ્યુ સપનુ       રાગ ઢાળ: બાઈ તું તો એ કુંવારી, હું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગોર્યમાની પુજા કરીએ; જો પામીશું નાથ. ૧. કોઈ માસે કોણ દહાડે ગોર્યમાની પુજા થાય; મને કરી આપો પૂંતળાં. હું પુજું મારી માય. ૨. ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન; ચૈતર સુદી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. ૩. શય્યા શેલાં પાથરી, સંદેશરના ફૂલ, પુજે અરચી ઓખા, પામે જે જે વસ્તુ અમુલ્ય. ૪.

કડવું -૨૬ મું.       રાગ ધોળ – ગોર્ય મા ! માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી. ૧. ગોર્યમાં !  માંગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ૨. ગોર્ય માં ! માંગુ રે, મારા સસરાનાં રાજ; સાસુને પ્રજા ઘણી. ૩. ગોર્ય મા ! માગું રે, દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીનાં જોડલાં. ૪. ગોર્ય મા ! માંગુ રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી. ૫. ગોર્ય મા ! માંગું રે હું તો વારંવાર ચાંદલો, ચૂડો ને રાખડી. ૬. ગોર્ય મા ! માંગુ રે, સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. ૭.

કડવું -૨૭ મું.       રાગ ઢાળ – એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પુજા, ઓખા તો નિરાધાર. ૧. એટલે ચિત્રલેખા જાગી જુવે તો વાત બની વિપ્રિત; વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ ભયભીત. ૨. વાસી પુષ્પે પુજા કીધી, નહિ પામે ભરથાર; ભરથાર જો હું નહિ  પામું, સાંભળ, મોરી માય. ૩. આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુંડા ધોવાય. ૪. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારાં પૂતળાં મારી પુજે છે બલાય. ૫. પંદર દહાડા પુજા કીધી, બોલાવ્યા નહિ બોલે, તું તો બહેની કહેતી હતી, જે નહિ ગોર્ય મા તોલે. .૬. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય; તું આ લે તારાં પૂતળાં મારી પૂજે છે બલાય રે.       સાખી – શિવના લીજે વારણાં, જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧. શિવ અખંડાનંદન જેણે ગંગા ધારી શીશ, ભગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું ઈશ. ૨. શિવ ભોળો સૂવે સમશાનમાં, ચોળે અંગે રાખ; માંગે ભિક્ષા વ્રત; આપે તેને લાખ.૩.

કડવું – ૨૮ મું.       રાગ ઢાળ – હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીએ ધીર. ૧. ખેચરી ગતમાં ઓખાં ચાલ્યાં, તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨. નેપુર વાજે, વિછવા ગાજે, ઝાંઝરનો ઝણકાર, માંથે દામણી, ઝૂમણું ને વળી, એકાવળ હાર. ૩. જડાવ ચુડલો ઝૂલતી દામણીને; દામણીએ ચકલીઓ ચાર. પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. ૪. વાળે વાળે મોતી પરોવ્યાં મોતી શેરો સોળ, દરપણ લીધું હાથમાંને, મુખે ભરિયા તંબોળ. ૫. પકવાન થાળ મોતીએ ભરીયે માંહે શ્રીફળ ફોફળ પાન; આક ધંતુરો અગશીઓ, શંખાવળી નિરવાણ. ૬.

આકાશ માર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય, ઈંદ્ર કેરું વિમાન ચાલે, એવી છે શોભાય. ૭. મહાદેવને પાર્વતી બેઠાં, પાસા રમતાં સાર; મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. ૮. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર; હવે તું એમ જાણો છે, તેને કરશે અંગીકાર. ૯. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી; લોચન દીધો હાથ. ૧૦. ત્રીજું લોચન ઉઘાડ્યું, શંકરને લલાટ; પાસે આવી ઓખા દીઠી, લજ્જા પામ્યા તાત. ૧૧. તેણે સમે ઓખા આવી, ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨.

કડવું -૨૯ મું.       સાખી – ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવાં તુંબાં ગ્રહ્યાં; હું આવી સમુદ્ર વચમાં, તુંબાં ફુટી ગયાં. ૧. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ; પીવા ઝબોળી કાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨. આણી જ તીરેથી અમે, અળગાં થયાં; પેલી તીરે નવ ગયાં, કરમ તણે સંજોગે અમે, મધ્ય જળ વચ્ચે રહ્યાં. ૩. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું, મારા કીયા જનમનાં પાપ. ૪. ઉમિયા તું તો મારી માવડી, છોરુંનુ ન દીજે છેહ; માવતર તમો,

કડવું -૩૦ મું.       ઢાળ -પ્રેમે પ્રદક્ષિણા કરીને, કર જોડ ઊભી બાળ; પાર્વતી કહે માંગ્યું, વર હું આપું તે તત્કાળ. ૧. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર, માત મુજને આપીએ, મારા મન ગમતો ભરથાર. ૨. ત્રણ વાર માંગ્યું, ફરી ફરીને વર આપો આ દિશ; લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. ૩. નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ. જા પરણજે ત્રણ વાર તું એમ, બોલ્યા પાર્વતી આપ. ૪. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે ત્રણ હજો ભરથાર, શાપ એવો સાંભળીને, કંપી રાજકુમારી. ૫. પુરૂષને નારી ધણેરી, તું સાંભળ મોરી માય, નારીને તો પુરૂષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. ૬.

સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે, પ્રાણ તણો જીવન. ૭. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, ત્રણ વાર તો પરણશે, પણ વર એકનો એક. ૮. વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયા સાર; અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯. એમ કરતાં ઓખાબાઈના, દિન ઉપર જાય દિન; સુંદર માધવ માસ આવ્યો, દ્વાદશીનો દિન. ૧૦. સુંદર સજ્યા પાથરીને, શણગાર્યું ભોજન; આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમીયા કશ્યપ તન, હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.

પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોય, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. ૧૩. વા વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય; ઓ આવ્યો, ઓ આવ્યો, કહીને તુરત બેઠી થાય. ૧૪. તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહિં ઉઘાડું હઈડે છે મને ધીર. ૧૫. વીણા લીધી હાથમાં ને ગીત મધુરાં ગાય, ચેન કાંઈ પડે નહિ ને ભણકારા બહુ થાય. ૧૬. તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે; ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉધાડ્યું ત્યારે. ૧૭. બાણાસુર મહેલ રચ્યો છે; તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ૧૮.

ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી; બોલ્યા વિના તો નહિ બોલાવું, હું ગુણવંતી નારી. ૧૯. બાણાસુર જો જાણશે તો લેશે બેઉંના પ્રાણ; શાને કાજે અહીં ઉભા છો, સાસુના સંતાન. ૨૦. ઓખાબાઈ તો માળિયામાં, કરે છે શોરબકોર; ઈશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧. ઈશ્વર કહે છે ઉમિયાજીને, કોઇ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરધાર. ૨૨. વચન આપણું મિથ્યા કરવા, બેઠો બાણ કુમાર; તામસી વિદ્યા મોકલી તે; નિંદ્રાનો ભંડાર. ૨૩. મધ્ય રાત તો વહી ગઈને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન

રાગ ધોળ – સ્વપ્નાંતરમાં દીઠી સોરઠીયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. ૧. સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંકાસ રે. ૩. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે; સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ૪. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ૫. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે; તે તો કેમ કરી થાશે અળગું રે. ૬. જાગ જાગ રે ઓખા જોઈએ તે માગ રે. ૭.

રાગ-મારૂ ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી; ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ૧. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઇને વિખ જ દીધું; બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. ૨. જુવો મારા કરમની કરણી, વરશે મેલી ગયો મને પરણી; પિયુને જે મતિ આવી, મારા નાથ ગયા રે રીસાવી. ૩. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર.૪.

કડવું -૩૨ મું.       રાગ સોરઠ – સહિયર શતરૂં શેં થઈને લાગી, મને સ્વપ્નમાં જગારી રે હો; ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતાં દહાડી રે હો. ૧. અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો; સહિયર રે, ભુંડી સહિયર શતરૂ શેં થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ૩.

કડવું – ૩૩ મું.       રાગ – સાખી – ચંદા તું તો જીવો કરડો વરસ, સ્વપ્ને થયો સંયોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મૂજ જોગે પડિયો વિજોગ. ૧. સ્વપ્નામાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃતસરા હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. ૨. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ, હું તમને પુંછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.

ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ૪. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ; હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫. પાંખ મારી પ્યારી પંથ વેળગો; તારો પિયુ કોણ જ દેશ; કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. ૬. લેખ છઠ્ઠી તણા, તે મટી કયમ જાય, કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય.

રાગ -ઘરાડી – મધ્ય નીશા સમે રે, માળિયામાં રોતી રાજકુમારી; ક્યાં ગયો, ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ; પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ, આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.

લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો, કાઢું પાપી પ્રાણ; હવે હું કેમ કરું રે; બાઈ મને વાગ્યાં વિરહનાં બાણ. ૪. પાપી મારો જીવડો રે; ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ; રોતાં રોતાં જ્યાં ગયો રે; ઓખાબાઈએ રોપ્યા વાડી વન. ૫. નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જનમનાં પાપ; આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬. જોબન મેં તો જોળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ.

ઓખાને આવ્યો પરણવાનો વિચાર  કડવું -૨૩ મું.       રાગ ગોડી : વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે; વિષ ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભુંડું જોબનિયું, મદ પૂરણ મારી પાયજી; પિતા તો પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર. ૧. સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી; હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે સહિયર. ૨. એ રે દુ:ખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવેજી, આ આવાસ રૂપી શૂળીએ સુતાં, નિંદ કઈ પેરે આવે રે. સહિયર. ૩.

જળ વિનાની વેલડીને, લૂણ વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. સહિયર. ૪. ધન્ય હશે કામિનીને જેણે, કંઠે કંથ ગ્રહી રાખ્યોજી; હું અભાગણી પરણ્યા પીયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે, સહિયર. ૫. મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારો જી; સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સહિયર. ૬. સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરશું જી; નવ રહી આશા પરણ્યા કેરી; મુજ જોબન જાય ઝરતું રે, સહિયર. ૭.

બીજી વાત રૂચે નહિ મુજને, ભરથાર ભોગમાં મનજી; આહીં પુરૂષ આવે તો પરણું, નવ પુછું જોષીને લગ્ન રે. સહિયર. ૮. વચન રસિક કહેતાં તરૂણી ભારે આવે લટકતી ચાલે  જી; પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રૂદિયા ભીતર સાલે રે. સહિયર. ૯. સુખ દુ:ખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી, બાંધોગરી મારા કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. ૧૦. મરક મુખે મધુર વચને, મરજાદ, નવ આણીજી; શાક પાક પીયુનુ નવ પીરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. ૧૧. અકળ ગતિ છે ગોવિંદજીની      કડવું -૨૪ મું.

રાગ મેવાડની દેશી : ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા-બાપના છોરૂં, તે કેમ કરીએ કાળું કે ગોરૂં જો. ૧. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ડા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો; જઈ બાણાસુરને કહીએ જો. ૨. વાત   બાણાસુર રાય જાણે જો, આપણા બે તો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો. ૩. રહ્યા વિશ્વાસે જો, તુજમાં દીસે છે અપલક્ષણ જો; બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહ જો. ૪ તને દેખું છું. મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો; તારું વચન મને નથી ગમતું જો, જોબનિયું હશે તો સઉને ગમતું જો; ૫.

કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીયે પોતાને ઢંગે જો; તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. ૬. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો; હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. ૭. તું તો જુવે લોકનાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો, બેની ડગલાં ન  ભરીએ લાંબા જો; ઉતાવળે ન પાકે આંબા જો. ૮ આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાજી વ્રત આચરતાં જો; મારા ઓખાબાઈ સણુલાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.  દીપક બાળે ને અવનીય સુવે જો, માત ઉમિયાને આરાધે જો; થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહિ એકાંતે જો. ૧૦.

વલણ – આવાસ એક સ્તંભ વિષે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે.

કડવું -૨૫ મું.

ઓખાને આવ્યુ સપનુ

રાગ ઢાળ: બાઈ તું તો એ કુંવારી, હું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગોર્યમાની પુજા કરીએ; જો પામીશું નાથ. ૧. કોઈ માસે કોણ દહાડે ગોર્યમાની પુજા થાય; મને કરી આપો પૂંતળાં. હું પુજું મારી માય. ૨. ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન; ચૈતર સુદી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. ૩. શય્યા શેલાં પાથરી, સંદેશરના ફૂલ, પુજે અરચી ઓખા, પામે જે જે વસ્તુ અમુલ્ય. ૪.

કડવું -૨૬ મું.

રાગ ધોળ – ગોર્ય મા ! માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી. ૧. ગોર્યમાં !  માંગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ૨. ગોર્ય માં ! માંગુ રે, મારા સસરાનાં રાજ; સાસુને પ્રજા ઘણી. ૩. ગોર્ય મા ! માગું રે, દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીનાં જોડલાં. ૪. ગોર્ય મા ! માંગુ રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી. ૫. ગોર્ય મા ! માંગું રે હું તો વારંવાર ચાંદલો, ચૂડો ને રાખડી. ૬. ગોર્ય મા ! માંગુ રે, સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. ૭.

કડવું -૨૭ મું.

રાગ ઢાળ – એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પુજા, ઓખા તો નિરાધાર. ૧. એટલે ચિત્રલેખા જાગી જુવે તો વાત બની વિપ્રિત; વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ ભયભીત. ૨. વાસી પુષ્પે પુજા કીધી, નહિ પામે ભરથાર; ભરથાર જો હું નહિ  પામું, સાંભળ, મોરી માય. ૩. આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુંડા ધોવાય. ૪. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારાં પૂતળાં મારી પુજે છે બલાય. ૫. પંદર દહાડા પુજા કીધી, બોલાવ્યા નહિ બોલે, તું તો બહેની કહેતી હતી, જે નહિ ગોર્ય મા તોલે. .૬. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય; તું આ લે તારાં પૂતળાં મારી પૂજે છે બલાય રે.

સાખી – શિવના લીજે વારણાં, જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧. શિવ અખંડાનંદન જેણે ગંગા ધારી શીશ, ભગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું ઈશ. ૨. શિવ ભોળો સૂવે સમશાનમાં, ચોળે અંગે રાખ; માંગે ભિક્ષા વ્રત; આપે તેને લાખ.૩.

કડવું – ૨૮ મું.

રાગ ઢાળ – હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીએ ધીર. ૧. ખેચરી ગતમાં ઓખાં ચાલ્યાં, તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨. નેપુર વાજે, વિછવા ગાજે, ઝાંઝરનો ઝણકાર, માંથે દામણી, ઝૂમણું ને વળી, એકાવળ હાર. ૩. જડાવ ચુડલો ઝૂલતી દામણીને; દામણીએ ચકલીઓ ચાર. પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. ૪. વાળે વાળે મોતી પરોવ્યાં મોતી શેરો સોળ, દરપણ લીધું હાથમાંને, મુખે ભરિયા તંબોળ. ૫. પકવાન થાળ મોતીએ ભરીયે માંહે શ્રીફળ ફોફળ પાન; આક ધંતુરો અગશીઓ, શંખાવળી નિરવાણ. ૬.

આકાશ માર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય, ઈંદ્ર કેરું વિમાન ચાલે, એવી છે શોભાય. ૭. મહાદેવને પાર્વતી બેઠાં, પાસા રમતાં સાર; મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. ૮. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર; હવે તું એમ જાણો છે, તેને કરશે અંગીકાર. ૯. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી; લોચન દીધો હાથ. ૧૦. ત્રીજું લોચન ઉઘાડ્યું, શંકરને લલાટ; પાસે આવી ઓખા દીઠી, લજ્જા પામ્યા તાત. ૧૧. તેણે સમે ઓખા આવી, ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨.

કડવું -૨૯ મું.

સાખી – ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવાં તુંબાં ગ્રહ્યાં; હું આવી સમુદ્ર વચમાં, તુંબાં ફુટી ગયાં. ૧. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ; પીવા ઝબોળી કાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨. આણી જ તીરેથી અમે, અળગાં થયાં; પેલી તીરે નવ ગયાં, કરમ તણે સંજોગે અમે, મધ્ય જળ વચ્ચે રહ્યાં. ૩. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું, મારા કીયા જનમનાં પાપ. ૪. ઉમિયા તું તો મારી માવડી, છોરુંનુ ન દીજે છેહ; માવતર તમો, કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. ૫.

કડવું -૩૦ મું.

ઢાળ -પ્રેમે પ્રદક્ષિણા કરીને, કર જોડ ઊભી બાળ; પાર્વતી કહે માંગ્યું, વર હું આપું તે તત્કાળ. ૧. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર, માત મુજને આપીએ, મારા મન ગમતો ભરથાર. ૨. ત્રણ વાર માંગ્યું, ફરી ફરીને વર આપો આ દિશ; લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. ૩. નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ. જા પરણજે ત્રણ વાર તું એમ, બોલ્યા પાર્વતી આપ. ૪. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે ત્રણ હજો ભરથાર, શાપ એવો સાંભળીને, કંપી રાજકુમારી. ૫. પુરૂષને નારી ધણેરી, તું સાંભળ મોરી માય, નારીને તો પુરૂષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. ૬.

સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે, પ્રાણ તણો જીવન. ૭. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, ત્રણ વાર તો પરણશે, પણ વર એકનો એક. ૮. વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયા સાર; અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯. એમ કરતાં ઓખાબાઈના, દિન ઉપર જાય દિન; સુંદર માધવ માસ આવ્યો, દ્વાદશીનો દિન. ૧૦. સુંદર સજ્યા પાથરીને, શણગાર્યું ભોજન; આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમીયા કશ્યપ તન, હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.

પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોય, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. ૧૩. વા વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય; ઓ આવ્યો, ઓ આવ્યો, કહીને તુરત બેઠી થાય. ૧૪. તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહિં ઉઘાડું હઈડે છે મને ધીર. ૧૫. વીણા લીધી હાથમાં ને ગીત મધુરાં ગાય, ચેન કાંઈ પડે નહિ ને ભણકારા બહુ થાય. ૧૬. તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે; ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉધાડ્યું ત્યારે. ૧૭. બાણાસુર મહેલ રચ્યો છે; તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ૧૮.

ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી; બોલ્યા વિના તો નહિ બોલાવું, હું ગુણવંતી નારી. ૧૯. બાણાસુર જો જાણશે તો લેશે બેઉંના પ્રાણ; શાને કાજે અહીં ઉભા છો, સાસુના સંતાન. ૨૦. ઓખાબાઈ તો માળિયામાં, કરે છે શોરબકોર; ઈશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧. ઈશ્વર કહે છે ઉમિયાજીને, કોઇ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરધાર. ૨૨. વચન આપણું મિથ્યા કરવા, બેઠો બાણ કુમાર; તામસી વિદ્યા મોકલી તે; નિંદ્રાનો ભંડાર. ૨૩. મધ્ય રાત તો વહી ગઈને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન

રાગ ધોળ – સ્વપ્નાંતરમાં દીઠી સોરઠીયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. ૧. સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંકાસ રે. ૩. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે; સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ૪. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ૫. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે; તે તો કેમ કરી થાશે અળગું રે. ૬. જાગ જાગ રે ઓખા જોઈએ તે માગ રે. ૭.

રાગ-મારૂ ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી; ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ૧. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઇને વિખ જ દીધું; બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. ૨. જુવો મારા કરમની કરણી, વરશે મેલી ગયો મને પરણી; પિયુને જે મતિ આવી, મારા નાથ ગયા રે રીસાવી. ૩. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર.૪.

કડવું -૩૨ મું.

રાગ સોરઠ – સહિયર શતરૂં શેં થઈને લાગી, મને સ્વપ્નમાં જગારી રે હો; ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતાં દહાડી રે હો. ૧. અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો; સહિયર રે, ભુંડી સહિયર શતરૂ શેં થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ૩.

કડવું – ૩૩ મું.

રાગ – સાખી – ચંદા તું તો જીવો કરડો વરસ, સ્વપ્ને થયો સંયોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મૂજ જોગે પડિયો વિજોગ. ૧. સ્વપ્નામાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃતસરા હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. ૨. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ, હું તમને પુંછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.

ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ૪. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ; હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫. પાંખ મારી પ્યારી પંથ વેળગો; તારો પિયુ કોણ જ દેશ; કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. ૬. લેખ છઠ્ઠી તણા, તે મટી કયમ જાય, કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય.

રાગ -ઘરાડી – મધ્ય નીશા સમે રે, માળિયામાં રોતી રાજકુમારી; ક્યાં ગયો, ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ; પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ, આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.

લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો, કાઢું પાપી પ્રાણ; હવે હું કેમ કરું રે; બાઈ મને વાગ્યાં વિરહનાં બાણ. ૪. પાપી મારો જીવડો રે; ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ; રોતાં રોતાં જ્યાં ગયો રે; ઓખાબાઈએ રોપ્યા વાડી વન. ૫. નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જનમનાં પાપ; આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬. જોબન મેં તો જોળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here