પાપમોચિની એકાદશીનુ માહતમ્ય અને કથા વારતા

પાપમોચિની એકાદશી (ાગણ વદ -૧૧ ) મહારાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પશ્રની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા : ‘ રાજન્ ! હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિલોમશે કહ્યું હતું . ‘ માંધાતાએ પૂછ્યું : “ ભગવાન ! હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે . એની વિધિ શું છે ? અને એનાવતથી શું ફળ પ્રાપ્ત થાય છે ? કૃપા કરીને આ બધું મને કહો . ” લોમશજીએ કહ્યું : ‘ નરેશોમાં શ્રેષ્ઠ રાજન્ ! પૂર્વકાળની વાત છે . અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે , ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ . મહર્ષિ ચેત્રરથ વનમાં ૭ીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા . મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશદૂરરોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી . મુનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા . મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલીંગન કરવા લાગી . મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા . દિવસ રાતનું પણ એમને ભાનન રહ્યું . આ રીતે ઘણાં દિવસો પસાર થઈ ગયા . સમય થતાં મંજુઘોડા દેવલોકમાં જવા લાગી . જતી વખતે એણે મુનિશ્રી મેઘાવીને કહ્યું ઃ ‘ બ્રબન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો . ‘ મેઘાવી બોલ્યા : ‘ દેવી ! જયાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ છો . ’ અપ્સરાએ કહ્યું : ‘ વિમવર ! અત્યાર સુધી કોણ જાણે કેટલીયે સંસ્થાઓ જતી ડી મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો . ‘ લોમશજી કહે છે : ‘ાજન્ ! અપ્સરાની વાત સાંભળીને મેધાવી શક્તિ થઈ ગયા . એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યોતો ખબર પડી મંજુઘોડા સાથે ચઢેતા એમને સત્તાવન વર્ષ થઈ ગયા . અપ્સરા પોતાની ૨૫ જ્ઞાનનો સંદેશો આપવો એ જ ઉત્તમ દક્ષિણા છે . તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો . એમણે શ્રાપ આપતાં કહ્યું : “ પાપિણી ! તું પિશાચીની બની જા . ‘ મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી : ‘ મુનિવર ! મારા શ્રાપનો ઉદ્ધાર કરો . સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે . બ્રહ્મન્ ! હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું . આથી સ્વામી ! મારા પર કૃપા કરો . ” મુનિ બોલ્યા : ‘ ભદ્ર ! શું કરું ? તેં મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે , છતાં પણ સાંભળ , આ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે ‘ પાપમોચિની ’ . એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે . સુંદરી ! એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે . papmochani ekadasi | પાપ મોચની અેકાદસી । vrat katha https://youtu.be/i8INlWlb9T ” આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવરચ્યવનના આશ્રમ પર ગયા . એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું : ‘ પુત્ર ! આ શું કર્યું ? તેંતો તારા પુણ્યનો નાશ કરી દીધો . ’ મેઘાવી બોલ્યા : પિતાશ્રી ! મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહા પાપ કર્યું છે . હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય . ‘ રચવનજી બોલ્યા : ‘ પુત્ર ! ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચિની ‘ એકાદશી આવે છે , એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે . ” પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું . આથી એમના પાપો નષ્ટ થઈ ગયા . આજ પ્રમાણે મંજુઘોષાએ પણ આ વ્રતનું પાલન કર્યું . પાપમોચિનીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારીણી શ્રેષ્ઠ અપ્સરાબનીને સ્વર્ગલોકમાં જતી . શ્રી કૃષ્ણ કહે છે : ‘ રાજ ! જે મનુષ્ય પાપમોચિની એકાદશી વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે . આ મહાભ્યના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે . માટે હેરાજ ! પાપમોચિની એકાદશી કરવી ઘણી જ અગત્યની છે . ‘

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment