Home જાણવા જેવું સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

0
સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના’ લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

* સૌભાગ્ય યોજના એટલે પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના

* આ યોજના અંતર્ગત દેશના તમામ ગ્રામિણ અને શહેરી ઘરોમાં વીજળી પૂરી પાડવાનો છે

* જે શહેરો, નગરો અને ગામડાઓના ઘરોમાં વીજળી પહોંચાડી શકાય એમ નહીં હોય ત્યાં સોલાર પાવર પેક પૂરા પાડવામાં આવશે.

* વીજળી વિહોણા ગામોમાં 500 રૂપિયા લઈને વીજળી પૂરી પાડવામાં આવશે.

* 200-300 વીપી સોલર પાવર પેક આપવાની સરકારની યોજના છે.

* દરેક પાવર પેકમાં પાંચ એલઈડી બલ્બ, એક બેટરી પાવર બેન્ક, એક ડીસી પાવર પ્લગ અને એક ડીસી પંખો સામેલ હશે

* ગરીબીની રેખા નીચેના લોકો (BPL કાર્ડધારકો)ને મફતમાં વીજળી પૂરી પાડવામાં આવશે

* ગરીબીની રેખા ઉપરના લોકો માસિક હપ્તામાં વીજળીનો ખર્ચ ચૂકવી શકશે.

* ૨૦૧૮ના ડિસેંબર સુધીમાં દેશમાં તમામ ઘરોને વીજળી ઉપલબ્ધ થઈ જશે.

* વીજળીવિહોણા તમામ ગામોમાં વીજળી ઉપલબ્ધ કરાવવાનો સરકારનો ટાર્ગેટ સમય વહેલો કરીને ૨૦૧૭ના ડિસેંબર કરવામાં આવ્યો છે.

* હાલ જ્યાં વીજપૂરવઠો ઉપલબ્ધ નથી એવા 18 હજાર ગામોનાં આશરે 3 કરોડ લોકોને સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળી મળશે

* સરકારે સૌભાગ્ય યોજના – વીજ યોજના માટે રૂ. 16,320 કરોડનો ખર્ચ નક્કી કર્યો છે. ખર્ચનો અમુક ભાગ રાજ્ય સરકારોએ ઉઠાવવાનો રહેશે

* સૌભાગ્ય યોજના અંતર્ગત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવા માટે સરકારે 2019ની 29 માર્ચની ડેડલાઈન નક્કી કરી છે

* દુઃખની વાત છે કે આજે પણ દેશના ચાર કરોડ ઘરોમાં ફાનસથી કામ ચલાવવું પડે છે

જેમ ગરીબ લોકોનાં ઘરોમાં વીજળી પહોંચશે તો એમનું ભાગ્ય ચમકશે, તો જ એમને સૌભાગ્ય પ્રાપ્ત થશે

* ન્યૂ ઈન્ડિયામાં પ્રત્યેક ગામ સુધી વીજળી પહોંચશે એટલું જ નહીં, પ્રત્યેક ઘરમાં વીજળીનું જોડાણ પણ હશે

* કોઈ પણ ગરીબ પાસેથી વીજળીના જોડાણ માટે એક રૂપિયો પણ લેવામાં નહીં આવે

* સરકાર દરેક ઘરમાં જઈને વીજળી જોડાણ પૂરું પાડશે

* જેમનું નામ 2011ની સામાજિક આર્થિક વસતી ગણતરીમાં સામેલ હશે એમને મફત વીજળી કનેક્શન આપવામાં આવશે

* જેમનું નામ વસતી ગણતરી યાદીમાં ન હોય તેવા લોકો 500 રૂપિયામાં વીજળીનું કનેક્શન લઈ શકે છે. એ 500 રૂપિયા તેઓ 10 હપ્તામાં આપી શકશે.

* સરકારે આ સૌભાગ્ય યોજના માટે આ નારો પસંદ કર્યો છે – ‘રોશન હોગા હર ઘર, ગાંવ હો યા શહર’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here