સુદામાની પાછળ છે આ કારણ જાણીને તમને નવીન લાગશે

અભિશ્રાપિત ચણા

સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું/કથાકારો દ્વારા વાંચવા/સાંભળવા મલે છે… કે,

સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ?

આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું. જે દરેકે સમજવું જરૂરી છે. જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ આવે. ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય.

સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહું જ મોટી રોચક અને ત્યાગ-પૂર્ણ કથા છે…

એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોશી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી….. એક સમય એવો આવ્યો કે, તેને પાંચ દિવસ ભિક્ષા ન મળી. તે રોજ પાણી પી ને ભગવાન નું નામ લઇ સૂઇ જતી. છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠી ચણા મલ્યા.

પોતાની ઝુંપડી પહોંચતા પહોંચતા રાત થઇ ગઇ. ડોશી એ વિચાર કર્યો કે, આ ચણા અત્યારે નહિ, સવારે ઠાકોરજી ને ભોગ લગાવીને ખઇશ. આવો વિચાર કરી ચણા કપડાં બાંધી રાખી દિધા. અને વાસુદેવનું નામ જપતાં જપતાં સૂઇ ગઇ.

ડોશીના સૂતા પછી એક ચોર ચોરી કરવા માટે તેની ઝુંપડીમાં આવ્યો. ચોરે ચણાંની પોટલી જોઇ સમજ્યો કે આમાં સોના ના સિક્કા બાંધ્યા છે અત: તેને ઉપાડી લિધી.

ચોરનો પગરવ સાંભળી ડોશી જાગી ગઇ. અને બૂમો પાડવા લાગી. બૂમો સાંભળી આજૂબાજૂના લોકો એકઠાં થઇ ગયા. બધા ચોરને પકડવાં દોડ્યા.

ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે પકડાઇ જવાના ભયથી તે સંદીપન મુનિના આશ્રમ માં છુપાઇ ગયો. આ સંદીપન મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા. ચોરનો પગરવ સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઇ આશ્રમમાં આવ્યું છે. ગુરુમાતા એ પોકાર કર્યો- કોણ છે ? ગુરુમાતાને પોતાની તરફ આવતાં જોઇ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયો.

આ બાજૂ ભૂખથી વ્યાકુળ ડોશીએ જાણ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ભાગી ગયો છે તો તેણે શ્રાપ આપ્યો, “મૂજ દીનહીન અસહાય ના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે”.
આ બાજૂ આશ્રમમાં ઝાડૂ લગાવતાં સમયે ગુરુમાતાને તે ચણાની પોટલી મળી. ગુરુમાતાએ પોટલી ખોલી ને જોયું તો તેમાં ચણા હતા.

તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વિણવા જઇ રહ્યા હતા. ગુરુમાતા એ તે ચણાની પોટલી સુદામાને દેતાં કહ્યું, બેટા ! જ્યારે ભૂખ લાગે તો તમે બન્ને આ ચણા ખાજો.
સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા. તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લિધી , બધું રહસ્ય જાણી ગયા.

સુદામાએ વિચાર કર્યો – ગુરુમાતા એ કહ્યું છે કે, આ ચણા બન્ને બરાબર વહેંચી ને ખાજો, પણ આ ચણા તો શ્રાપિત છે, જો હું આ ચણા ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે ત્રણે લોક દરિદ્ર થઇ જશે.
નહિ-નહિ હું આવું હરગિઝ નહિ થવા દઉં. મારા જીવિત રહેતાં “પ્રભુ” દરિદ્ર થાય ! એવું હું કદાપિ નહિ કરું!
હું આ ચણા ખાઇ જઇશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં ! અને સુદામાએ કૃષ્ણથી છુપાવીને બધા ચણા ખાઇ લિધા.

અભિશ્રાપિત ચણા ખાઇને સુદામા એ દરિદ્રતા વ્હોરી લિધી. પણ પોતાના સખા શ્રીકૃષ્ણ ને બચાવી લિધા.
અદ્રિતીય ત્યાગનું ઉદાહરણ પ્રસ્તુત કરવા વાલા સુદામા એ, ચોરી-છુપી ચણા ખાવાનો અપયશ પણ સહન કર્યો.

તો બહું અન્યાયી ગેરસમજણ દેતી કથાની ખરી હકિકત સમજાવતાં, ગહન શંકાનું નિવારણ થયું.

Jai shreekrushna 🌺

Leave a Comment