દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે..!! મૂળી.. દાદા માંડવરાઈ…!!

પરમાર રાજપુત ના ઈષ્ટ દેવતા માંડવરાયજી કે જે સૂર્ય દેવ નો અવતાર મનાય છે દુનિયાનું એકમાત્ર મંદિર કે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે –માંડવરાયજી મંદિર : પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે.મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપુતોના ઈષ્ટદેવતા – માંડવરાયજીનું. કે જે સુર્યદેવનો અવતાર મનાય છે.પરમારોના એ કુળદેવતા છે.વળી,સોની અને જૈન લોકો પણ તેને માને છે.

આ મંદિરના રહસ્યની વાત કરતા પહેલાં એક નજર મુળીના ભુતકાળ પર ફેરવી લઈએ –મુળી જુના વખતમાં એક નાનકડું રજવાડું હતું.તેની ગાદીએ પરમાર રાજાઓ શાસન કરતા.એ વખતે મુળીની ગાદી પર સાતમી પેઢીએ ચાંચોજી પરમાર નામના રાજા થઈ ગયાં.એવી વાત ચાલી આવે છે કે એક વાર હળવદના રાજા કેસરજી,ધ્રોલના રાજા અને ચાંચોજી દ્વારિકા ગયા.ત્યાં ગોમતીમાં સ્નાન કરી ત્રણેયે પોતાની મરજી મુજબ એક-એક પ્રતિજ્ઞા લીધી.ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે,મારી પાસે આવી કોઈપણ વ્યક્તિ જે માગે તે આપવું.વખત જતાં ધ્રોલ રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તુટી ગઇ પણ ચાંચોજી પરમારનું વ્રત અખંડ રહ્યું.

.આથી હળવદના રાજા કેસરજીને તેની ઈર્ષ્યા થઈ આવી.તેણે ચાંચોજીનો પ્રતિજ્ઞાભંગ કરવા માટે પોતાના દોંદી ચારણને કહ્યું.ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો.ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને તેણે ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માગણી કરી !આખા ડાયરાએ ચારણને આવું ના કરવા સમજાવ્યો પણ ચારણ તો હઠ લઈને બેઠો.અને દુહા લલકાર્યા -હે ચાંચોજી પરમાર ! કોઈ શક્તિમાન રાજવી જમીનના દાન આપે,તો વળી કોઇ માડીજાયો પોતાનું માથું પણ ઉતારી દે.પણ મને તો સાવજ જ ખપે.માટે હે પરમાર ! મને તો સાવજ જ આપ.ચારણની માંગ પુરી કરવાનું ચાંચોજીએ વચન આપ્યું.પછી તેમણે માંડવરાયજીના મંદિરે જઇ .!!

માંડવરાયદાદાને પોતાની આબરુ રાખવા પ્રાર્થના કરી.અને એવું કહેવાય છે કે બીજે દિવસે પાંચાળના ડુંગરોના ગાળામાં બધાં ગયા ત્યારે ભગવાન માંડવરાયજી ખુદ સાવજ બનીને આવ્યાં.ચાંચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યાં.પણ ચારણ ક્યાં ? ચારણ એ વાત તો સાવ ભુલી જ ગયેલો

કે સાવજનું દાન સ્વીકારવું કઈ રીતે ! તેને હાથમાં પકડવો એ સહેલી વાત હતી ! ચારણ દેમાર ત્યાંથી ભાગ્યો અને ભાગતા ભાગતા તેણે કહ્યું કે,ચાંચોજી ! હવે એને છોડી મુક.એટલે મેં માંગેલુ દાન પહોંચી ગયું સમજજે ! ચાંચોજીએ સિંહને વંદન કરી છોડી મુક્યો.આજ ભગવાન માંડવરાયજીએ એની આબરુ રાખી હતી !

આવા માંડવરાયજીનું મંદિર આજે પણ મુળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે.

પાંચાળના રતન સમા આ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે.અને આરતી ક્યારે થાય છે ખબર ?જ્યારે એક મોર દુનિયાના કોઇ અગોચર ખુણેથી પ્રગટતો હોય એમ આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે અષાઢી કંઠના ટહુકા કરે ત્યારે !! આજે ઘણાને એ વાત માનવા જેવી ના લાગે તો માંડવરાયજીના મંદિરે જઈ,આરતીમાં હાજરી પુરાવજો ! આજ-કાલની આ વાત નથી.દિવસોના મહિના,મહિનાના વર્ષો,વર્ષોના દાયકા અને દાયકાઓની સદીઓ થઈ ગઈ

તોયે આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો !સાંજે તેના નિશ્વિત સમયે,એક ક્ષણ માત્રના વહેલાં-મોડાં વિના મોર આવે છે.ક્યાંથી આવે છે? કોઈ નથી જાણતું ! આવીને મંદિરના ઘુમ્મટની એક નિશ્ચિત જગ્યાં પર બેસે છે.અને નિશ્ચિત સમયે જ બે અષાઢી ટહુકા કરે છે અને મોરના ટહુક્યા બાદ નગારે ઘાવ પડે છે,ઝાલર રણકે છે,ધુપેડો ફરે છે અને ભગવાન માંડવરાયની આરતી આરંભ થાય છે.

મોર ત્યાં જ રાત રહે છે.સવારે પાછો દરરોજના નિયત સમયે મોર ટહુકે છે અને આરતી બાદ મોર જતો રહે છે.કયાં જાય છે ? કોઈ નથી જાણતું! પણ એટલું ચોક્કસ કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર.આવે એટલે આવે જ

ભલે પ્રખર ગરમી હોય,ઠંડી હોય કે ભયંકર ચક્રાવાત અને ગાજવીજ સાથેનો વરસાદ હોય ! કદાચ સુર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો ભલે પણ મોર એનો ઘટનાક્રમ ચુકે એ સંભવ નથી. જર્મન ભેજાબાજ આલ્બર્ટ આઈન્સટાઈન કહે છે – “સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કોઈ અદ્રશ્ય ચેતના વડે થાય છે,એ વાત દિવા જેવી સ્પષ્ટ છે.અને એ સામાન્ય માનવીની સમજ બહાર છે.એ ઈશ્વર છે.”

કેટલા પરમાર છે અહીંયા જેમને આં પોસ્ટ આખી વાંચી છે તો લાઈક જરૂર કરજો અને કૉમેન્ટ માં જય માંડવરાઈ દાદા જરૂર લખજો..!!

Leave a Comment