Home દીકરી વિષે એક સ્ત્રીની આત્મકથા જરૂર વાંચો આંખમાં આંસુ આવી જશે

એક સ્ત્રીની આત્મકથા જરૂર વાંચો આંખમાં આંસુ આવી જશે

0
એક સ્ત્રીની આત્મકથા જરૂર વાંચો આંખમાં આંસુ આવી જશે

એક સ્ત્રી-કન્યા જ્યારે મા ના પેટમાં હોય ત્યારે તેને લાવવી કે નહીં તેનો ફેંસલો પણ પુરુષ કરે (આજે પણ ઘણી જગ્યા એ આ થાય છે), જ્યારે જન્મ તો મા એ આપવાનો હોય. ખાસ તો એક દીકરી હોય અને બીજું બાળક આવવાનું હોય ત્યારે. પણ એક દીકરો હોય ત્યારે બીજો દીકરો ન જોઈએ એવું કોઇ નથી વિચારતું! બે દીકરા ચાલે પણ બે દીકરી હોય તો માબાપ કરતા લોકોને ચિંતા થાય. ભગવાને એક દીકરો આપી દીધો હોત તો સારું થાત ધડપણ ની લાકડી બનત આ દિકરી તો પારકી થાપણ કહેવાય, પાંખ આવશે ને જતી રહેશે એના ઘેરા

ભલા માણસ, દીકરાઓ જ્યાં સ્વર્ગમાં લઇ જાય છે એય માબાપને એકલા મૂકી જતા રહે છે.

દીકરી ને સાપનો ભારો પણ કહેવાય છે એવું સાંભળ્યું છે, પણ શા માટે? કેમ દીકરી દંશ મારે છે કે ઝેર ઓકે છે? અરે દીકરી અને વહું તો લક્ષ્મી કહેવાય, અને ઘરમાં અજવાળું લાગે જ્યારે વહુ દીકરી ઘરમાં હોય, એક સ્ત્રી વગરનું ઘર અધૂરું છે. જોકે પુરુષ પણ એટલોજ મહત્વનો છે પણ હંમેશા સ્ત્રીની અવગણના કેમ થાય છે જ્યારે બન્ને ઘરને ઘર બનાવવામાં સમાન ભાગીદાર હોય! છતાં ઘર પુરુષ નું કહેવાય જો સ્ત્રી ઘરકામ કરતી હોય અને તેની આવક ન હોય ત્યારે તો તેની કોઇ કિંમતજ નથી હોતી, અરે હદ તો ત્યારે થાય જ્યારે એને ‘આ મારું છે એવું બોલવાનો તો કોઈ હક્ક જ નહીં તરતજ પૂછવામાં આવશે તારા પપ્પા ને ત્યાંથી લાવી છો?’. કેમ પપ્પાને ત્યાંથી લાવી હોય તેજ એનું બાકી બધું પુરુષ નું?

દિકરી
નાની હતી
ખૂબ બોલતી
માં ટોકતી
ચૂપ રહે,
નાનાં છોકરાં બહુ ના બોલે!

કિશોરી બની
તોળીને બોલતી
છતાં માં કહેતી
ચૂપ રહે,
હવે તું નાની નથી!

યુવતી બની
મોં ખોલું
ત્યાં માં ઠપકારતી
ચૂપ રહે,
પારકા ઘરે જવાનું છે!

*નોકરી કરવા ગઈ
સાચું બોલવા ગઈ
બોસ બોલ્યા
ચૂપ રહો,
માત્ર કામમાં ધ્યાન આપો!

 

પુત્રવધૂ બની
બોલવા જાઉં
તો સાસુ ટપારતી
ચૂપ રહે,
આ તારું પિયર નથી!

ગૃહિણી બની
પતિને કાંઈ કહેવા જાઉં
પતિ ગુસ્સે થતો
ચૂપ રહે,
તને શું ખબર પડે!

માતા બની
બાળકોને કાંઈ કહેવા જાઉં
તો તે કહેતા
ચૂપ રહે,
તને એ નહીં સમજાય!

જીવનની સાંજ પડી
બે બોલ બોલવા ગઈ
સૌ કહે
ચૂપ રહો,
બધામાં માથું ના મારો!

વૃદ્ધા બની
મોં ખોલવા ગઈ
સંતાનો કહે
ચૂપ રહે,
હવે શાંતિથી જીવ!

બસ……..
આ ચૂપકીદીમાં
અંતરના ઊંડાણમાં
ઘણુંય સંઘરાયું છે
એ સઘળું
શબ્દોમાં ઉજાગર કરવાં જાઉં
ત્યાં સામે યમરાજા દેખાયા
તેણે આદેશ આપ્યો
ચૂપ રહે,
તારો અંત આવી ગયો!!

*એક સમય ની દિકરી સ્ત્રી તરીકે ચૂપ થઈ ગઈ*
*હંમેશ માટે!!!!!!!!*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here