ટેન્શન , તણાવ કે મુશ્કેલી હોય તો સૌથી પહેલા મનમાં તેના સારા – ખરાબ વિચારો વિચારવાનું બંધ કરી દો
સૌથી પહેલા ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યની વાત છોડો અને વર્તમાનમાં જીવો
કોઇ પણ મુશ્કેલી હોય જે થવું હોય તે થશેના વિચાર સાથે તેનો હકારાત્મક રીતે સામનો કરો
એક સમયે એક કામ વિશે વિચારો , મલ્ટીટાસ્કીંગથી દૂર રહો
તમારી દિનચર્યાને શક્ય હોય તેટલી સરળ અને ગમે તેવી બનાવવાનો પ્રયાસ કરો
હંમેશા હરતા ફરતા રહો , બેસી ન રહો , ચાલો , વાતો કરો , કંઇકને કંઇક કામ કરતા રહો
હેલ્દી ખાવા પીવાની અને હેલ્દી રહેવાની કેટલીક ટેવ પાડો
નકારાત્મક માણસોથી ‘ દૂર જ રહો
કમાઓ પણ બહુ પૈસા કમાવવાની હાઇહોઇ ન કરો , જરૂરી ન હોય તેવો ખર્ચ પણ ન કરો
બાળકો સાથે રમો , દિવસમાં થોડા સમય માટે બાળક બની જાવ . રમો , હસો , રડવું હોય તો રડીલો
કોઇ પણ તમને લાગતી ક્રિએટીવ વસ્તુ સાથે જોડાયેલા રહો , લખો , સંગીત બનાવો , ગાવ , એકટીંગ કરો , કોમેડી કરો .