ત્રિકટુ ચૂર્ણ શરદી , ઉધરસ , તાવ , મંદાગ્નિ , અરુચિ।.થ।
ૡ , શૂળ , સ્વરભેદ , મૂછ , અને કૃમિ માટે શ્રેષ્ઠ ચૂર્ણ બનાવવાની રીત : સ્વચ્છ – સારી સુંઠ , મરી અને પીપરનું ચૂર્ણ સમાનભાગે મેળવવાથી ત્રિકટુ ચૂર્ણ બને છે . સેવનવિધિ : ૧/૪ ગ્રામથી ૪ ગ્રામ સુધી માત્રમાં દવસમાં ” વખત મધમાં લઈ શકાય . આ ચૂર્ણ લાંબા સમય સુધી બગડતું નથી . છતાં જેમ તાજું તેમ વધુ સારું .
ઉપયોગ : ( ૧ ) શરદી – સવારે , સાંજે અને રાત્રે મધમાં અથવા ગરમ પાણીમાં લેવું . ( ૨ ) ઉધરસ – સવારે , રાત્રે , ૨-૨ ગ્રામ મધમાં ચાટવું . ( ૩ ) મંદાગ્નિ – મધ જૂનો ગોળ છાશ અથવા લીંબુના રસમાં જમ્યા પહેલાં ૧ ચમચી લેવું . ( ૪ ) અરુચિ – મધમાં અથવા લીંબુના રસમાં મીઠું મેળવીને લેવું . મધમાં તેની ગોળી વાળીને ચૂસવી . ( ૫ ) શૂળ – છાતી પેટ , પડખાં , સાંધા , કાન વગેરેમાં સણકા આવતા હોય7 તો દિવસમાં બે – ત્રણ વખત મધમાં ચાટવું . ( ૬ ) સ્વરભેદ – મધમાં વાળેલી ગોળી ચૂસવી . અથવા મધમાં ચાટવું . ( ૭ ) કૃમિ – મધ સાથે ૧-૧ ગ્રામ ચટાડવું કે દૂધમાં પિવરાવવું . ( ૮ ) મૂચ્છ – નસ્ય આપવું , અથવા નાકે ચૂર્ણ સુંઘાડવું . અથવા ભૂંગળી વડે નાકમાં ચૂર્ણ ફૂંકવું તેમજ આંખમાં સહેજ આંજવું તેથી દરદી ભાનમાં આવી જશે . ( નાક કે આંખમાં બળે તો ઘી લગાડવું . અને પાણી છાંટવું . ) લોકહિત માટે આ માહિતી અવશ્ય શેર કરો આવુજ કંઈક નવું જાણવા માટે અમારા પેજ ને લાઈક કરો .