આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2ના મોત
ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી.પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ખ્યાતનામ તબીબ તુષાર પટેલ તેમના નવા ઘરના વાસ્તુ પ્રસંગે આમંત્રણ પત્રિકા આપવા શનિવારે ઉત્તર ગુજરાત ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે છાપી હાઇવેથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ધારેવાડા પાસે અચાનક એક ટ્રક રોંગ સાઈડથી આવી તબીબની કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ડૉકટર તુષાર પટેલ અને કાર ચાલક બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે મોત હતું. જ્યારે ડૉક્ટર તુષાર પટેલના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી.
આ અકસ્માત બાદ મૃતક તબીબના પુત્રને સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યો હતો. જ્યારે મૃતક તબીબ અને તેમના ડ્રાઈવરનું જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખાતે પીએમ કરવા આવ્યું હતું.