આ દિવસે દીકરીને સાસરે મોકલવાથી સાસરિયામાં થાય છે ખરાબ સબંધ વાંચો અને શેર કરો

0
264

હિંદૂ ધર્મમાં દરેક દિવસનું અલગ મહત્વ દર્શાવવમ આવ્યું  છે. આમ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે પરંતુ એવી માન્યતા છે કે આ દિવસે ગણેશ પૂજા સિવાય અન્ય કોઈ કામ કરવું નહીં પરંતુ આજકાલના લોકો આવી માન્યતા કરતા નથી . આ ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જેને બુધવારે કરવાની મનાઈ કરવામાં આવે છે. બુધવારે યાત્રા કરવાની અને દીકરીને સાસરે વળાવવાની મનાઈ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને સાથે જ આવક અને વેપાર માટે બુધ જવાબદાર હોય છે. આથી બુધવારે દીકરીને સાસરે મોકલવાની મનાઈ કરવામાં આવે છે.

બુધ અને ચંદ્ર વચ્ચે શત્રુતા છે તેથી બુધવારે યાત્રા કરવાથી નુકસાન થાય છે. આ દિવસે યાત્રા કરવાથી અનિષ્ટ અને દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. બુધ નબળો હોય ત્યારે અનિષ્ટ થવાની શક્યતા વધી જાય છે એટલા માટે જ શાસ્ત્રોમાં બુધવારે યાત્રા કરવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બુધવારે દીકરીઓને સાસરે વિદાઈ કરવાની પણ ના શાસ્ત્રોમાં કરવામાં આવે છે. 

માન્યતા છે કે બુધવારના દિવસે દીકરીને વિદાઈ આપવાથી તેનું જીવન સાસરામાં દુખદાયી બની જતું હોય  છે. તેમાં પણ દીકરીનો બુધ નબળો હોય ત્યારે ભુલથી પણ તેની વિદાઈ બુધવારે કરવી ન જોઈએ . આ ઉપરાંત જો બુધવારે ન કરવાના કામ પર નજર કરીએ તો દૂધ ઢોળાવું, વિવાહિત દીકરી કે બહેનને ઘરે આવવા આમંત્રણ, પુરુષોએ સાસરામાં જવાનું ટાળવું જોઈએ. બુધવારે દીકરીને વિદાઈ કરવાથી સાસરામાં તેના સંબંધ ખરાબ થઈ શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here