તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ 10 જગ્યા છે અમદાવાથી માત્ર 3 કલાકના અંતર પર….જલસા પડી જશે

અમદાવાદના રહેવાસીઓ..!જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સમયના અભાવે દુર જઈ શકો તેમ નથી, તો પરેશાન થાવાની જરૂર નથી. અમે તમારા માટે અમુક એવા Holiday Destinations લઈને આવ્યા છીએ જ્યાં તમે સાંજ સુધીમાં પાછા ઘરે પણ આવી શકશો.પોલો જંગલ અમદાવાદથી 156 કિમીના અંતર પર છે.

આ જંગલ ગુજરાતની શાન છે. અહીની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. આ જંગલમાં અગણિત મંદિર છે જેમાં પરંપરાગત રિવાજથી પૂજા કરવામાં આવે છે. ગુજરાત સરાકારનાં તરફથી અહી દરેક વર્ષ પોલો ઉત્સવ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. અહી શની-રવિ ખુબ જ ભીડ રહે છે.અમદાવાદથી 19 કિમીના અંતર પર આવેલી છે. અહી આસપાસનાં લોકો રજા વિતાવવા માટે આવે છે. અદલાજની વાવ પર્યટકોમાં ખુબ જ પ્રસિદ્ધ છે

ઇન્દ્રોડા નેશનલ પાર્ક:,આ પાર્ક અમદાવાદથી માત્ર 25 કિમીની દુરી પર છે. સાબરમતી નદીના કિનારે ગાંધીનગરમાં વસેલું આ પાર્ક 400 હેક્ટરમાં ફેલાયેલું છે. આ પાર્કમાં ડાયનોસોરનાં ઈંડાનું જીવાશ્મ મળ્યું હતું. તેનું પ્રબંધક Gujarat Ecological Education and Research Foundation દ્વારા કરવામાં આવે છે. આ ભારતની એકમાત્ર ડાયનાસોર ગેલેરી છે

અક્ષરધામ:અમદાવાદથી 30 કિમીના અંતર પર ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર છે, અઠવાડીયામાં એક વાર જો ધાર્મિક થવાનું મન થાય તો તમે અહી જઈ શકો છો. આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો એક બેહતરીન નમુનો છે. આ મંદિરમાં થનારો Water Show ખુબ જ ખાસ છે.

5.થોલ લેઈક બર્ડ સેન્ચ્યુરી:થોલ ઝીલ અમદાવાદથી 28 કિમીના અંતર પર છે. અહી Thol Lake Bird Sanctuary પણ છે જ્યાં દુનિયાભરનાં પક્ષીઓ જમા થાય છે, અહી ફોટોગ્રાફીના શોખીન લોકોની જમાવટ રહે છે.જો શહેરની ભાગદોડથી થાકી ગયા છો તો તમેં અહી જઈને આરામ અને રીલેક્સનો અનુભવ કરી શકો છો.

નળસરોવર:નળસરોવર અમદાવાદથી 64 કિમી દુર છે, આ સરોવરનું ક્ષેત્રફળ લગભગ 120 કિમી છે. પક્ષી પ્રેમીઓ માટે આ જગ્યા ખુબ જ યોગ્ય છે. અહી ઘોડેસવારી પણ થાય છે. સાઈકલ પણ ભાળે મળી જાય છે. આ ઝીલ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લી રહે છે.

7. Zanzari Waterfalls” આ વોટરફોલ અમદાવાદથી 74 કિમી દુર છે, જે વાત્રક નદીની પાસે સ્થિત છે. 25 ફૂટની ઊંચાઈથી પડતું ઝરણું ચોમાસામાં ખુબ જ ખતરનાક હોય છે. અહી લોકોએ ખુબ જ સાવધાની પણ રાખવી પડે છે

લોથલ:લોથલ અમદાવાદથી 76 કિમી દુર છે. લોથલમાં હડપ્પા સભ્યતાના અવશેષ છે. લોથલનો અર્થ છે ‘મૃતકોનું ગામ’. તે ધોળકાની પાસે વસેલા એક નાના એવા ગામ સરગવાવની પાસે આવે છે. હજારો વર્ષો પહેલાના અવશેષો આજે પણ અહી જોવા મળે છે.

9. Tirupati Rushivan Adventure Park:અમદાવાદથી 77 કિમી પર વસેલી સાબરમતીના તટ પર વસેલું આ થીમ પાર્ક, ખુબ જ કલાત્મક છે. પરિવાર સાથે ખુબ ઓછા ખર્ચે તમે અહીની ટ્રીપ બનાવી શકો છો.

10. Maniar’s Wonderland Theme:અમદાવાદથી અહીનું અંતર લગભગ 13 કિમી છે. આ સ્નો પાર્કના બે ભાગ છે. પહેલું  Wonderland અને બીજો ભાગ First in Gujarat.

Leave a Comment