પાકિસ્તાની મેજરે પૂછ્યું: તમારું મિશન શું છે? ભારતીય વાયુસેના જાંબાઝ પાયલટએ ડર્યા વગર આપ્યો આ જવાબ

જાણવા જેવું

ભારતીય વાયુસેનાના પાઇલોટને પાકિસ્તાને કેદ કર્યા બાદ તેની તાત્કાલિક અને સલામત વાપસીની માંગણી કર્યાના બીજા જ દિવસે મિગ -21 બાઇસન પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો પાકિસ્તાનની કેદમાં હોય એવો પાકિસ્તાની મીડિયા દ્વારા એક વિડીયો બતાવવામાં આવી રહ્યો છે.વીડિયોમાં હાથમાં ચાનો કપ પકડીને ઉભેલા અને એકદમ શાંત દેખાતા જાંબાઝ પાયલટ સવાલોના જવાબ આપતા જોવા મળે છે.પાકિસ્તાની અધિકારી: તમારું નામ શું છે?વિંગ કમાન્ડર અભિનંદન: વિંગ કમાન્ડર અભિનંદન

પાકિસ્તાની અધિકારી: ઓકે. આશા છે કે અહીં તમારી સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે? અમારી સાથે?

વિંગ કમાન્ડર અભિનંદન: હા, અને હું તેને રેકોર્ડમાં મુકવા માંગીશ. અને હું મારુ નિવેદન નહિ બદલું, જો હું મારા દેશ પાછો ફરીશ તો પણ. પાકિસ્તાની સૈન્યના અધિકારીઓએ મારુ ધ્યાન રાખ્યું છે. તેઓ સંપૂર્ણ સજ્જન છે. શરૂઆતમાં મને ટોળામાંથી બચાવનાર કેપ્ટનથી લઈને તેમના જવાનો, સૈનિકો, અને મને લઇ જવામાં આવેલા યુનિટના અધિકારીઓ સુધી બધા જ સજ્જન છે.

હું પણ મારી આર્મી પાસેથી આવા જ વર્તનની અપેક્ષા રાખું અને હું પાકિસ્તાની સેનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું.

પાકિસ્તાની અધિકારી: ઓકે, અદ્ભુત. તો, વિંગ કમાન્ડર, તમે ભારતમાંથી ક્યાંથી આવ્યા છો?

વિંગ કમાન્ડર અભિનંદન: શું હું તમને આ કહી શકું? મેજર, માફ કરશો. હું દક્ષિણથી છું.

પાકિસ્તાની અધિકારી: તો તમે દક્ષિણથી છો. ઓક. અને શું તમે પરિણીત છો?

વિંગ કમાન્ડર અભિનંદન: હા.

પાકિસ્તાની અધિકારી: અને તમારું મિશન શું હતું?

વિંગ કમાન્ડર અભિનંદન: માફ કરજો પણ હું તમને આ નહિ જણાવી શકું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *