વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજનાનો લાભ કેવી રીતે અને કયાંથી મળશે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

0
586

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય(વિધવા સહાય યોજના) માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.
પુન:સ્થાપના માટેની આર્થિક સહાય,, લાભ કોને મળવાપાત્ર છે.અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.

21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો. ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ. યોજના હેઠળ મળવાપાત્ર લાભઆ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.

લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે. આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.

40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે. અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.

અગત્યની જાહેરાત :- સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજનામાં સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. વિધવા  અંતર્ગત સરકાર દ્વારા આ અગાઉ જો પુત્ર ર1 વર્ષનો હોય કે પુત્રની ઉમંરની ર1 વર્ષની થઇ જાય તો વિધવાને પેન્શન આપવામાં આવતું નહોંતુ જેમાં તાજેતરમાં સરકાર દ્વારા વિધવા પેન્શન યોજનામાં મહત્વનો સુધારો હાથ ધરાયો છે અને પુન: લગ્ન ન કરેલ વિધવાને જો તેના પુત્રની ઉંમર ર1 વર્ષની થઇ જાય  ર1 વર્ષથી વધુની હોય તો પણ સરકાર દ્વારા રૂા.1250 ચુકવવામાં આવશે. સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત હાલમાં જે વિધવા મહિલાએ પુન: લગ્ન કરેલ ના હોય એવા કિસ્સામાં ર1 વર્ષથી નાની ઉંમરનો પુત્ર હોય એવા કિસ્સામાં વિધવા સહાય પેટે માસિક 1000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી પણ આ વિધવા મહિલાનો  21 વર્ષથી મોટી ઉંમરનો થાય એટલે સહાય બંધ કરી દેવામાં આવી હતી તથા ર1 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય એવી મહિલાઓ આ વિધવા સહાયનો લાભ લેવા માટે અરજી કરે ત્યારે એવા કિસ્સામાં આવી અરજીઓ નામંજૂર કરવામાં આવતી હતી. પરંતુ તા.8-3-2019થી સરકારે આ યોજનામાં સુધારો કરી સરકારની નિર્ધારીત કરેલ આવક  એટલે કે ગ્રામ વિસ્તારમાં 1,20,000 તથા શહેરી વિસ્તારમાં 1,50, 000થી ઓછી આવક ધરાવતી વિધવા મહિલા 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તો પણ વિધવા સહાય મેળવવા અરજી કરી શકશે. આમ 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ધરાવતી વિધવા મહિલાઓ પણ હવેથી આ યોજનાનો લાભ મેળવવી શકશે. અગાઉ 21 વર્ષથી વધુ  પુત્ર હોવાના કારણે નામંજૂર થયેલ અરજી ફરી કરવાથી યોજનાનો લાભ મળવા પાત્ર થશે. વિધવા સહાયમાં જે સહાય માસિક રૂા. 1000 મળતી હતી એ વધારી હવે રૂા.1250 કરવામાં આવેલ છે.

અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.આવકનો દાખલો.જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.

અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ. અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે. તાલીમ દ્વારા પુન:સ્થાપન યોજનાયોજના હેતુ : રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.

લાભ કોને મળી શકે ? 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે. નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઇએ. ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે. સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે. સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફત બેંક લીકેજ દ્વારા પોરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે.

સ્ત્રોત : ગુજરાત સરકારનું પોર્ટલ પુરાવાઓની પ્રમાણિત નકલ અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ ) સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ ) આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ ) અરજદારના પતિનો મરણનો દાખલો અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.

અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો. મૈયતના વારસદારોનું પેઢીનામું. ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર. પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.) ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા. અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .

નિકાલની સમય મર્યાદા

કુલ ૬૦ દિવસ. ફી રુ. ૨૦/- એપ્લીકેશન ફોર્મ માટે અહીં ક્લિક કરો વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજનાનો લાભ કેવી રીતે અને કયાંથી મળશે સંપૂર્ણ માહિતી વાંચો અને વધુમા વધુ શેર કરો જેથી દરેક વિધવાને આ અંગે જાણ થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here