એકવીસમી સદીના શિક્ષિતો જરા કરો વિચાર,
દીકરા દીકરીના ભેદ નો શા માટે વિચાર? શાણા બનીને શા માટે કરો છો ભૃણ હત્યા? નથી માત્ર આ ભ્રૂણ હત્યા, આતો છે બ્રહ્મહત્યા. છે ચિંતાનો વિષય ઘટતું જતું દિકરીઓનું પ્રમાણ છે જવાબદાર માતા-પિતા,ડોક્ટર ને સમાજ. કરે છે શિક્ષિતો જન્મતા પહેલા દીકરીને સ્વર્ગ સીધી,
કરે છે નિરક્ષરો જન્મ બાદ દીકરીને દૂધ પીતી. શા માટે લો છો દહેજ? લો કંકુ કેરી કન્યા!! કરો છો શો વિચાર જન્મવાદો કન્યા. એ માત્ર દીકરી નથી એ તો છે જગતની જન્મદાત્રી,
જન્મવા દેશો દીકરી એની આપો હવે ખાતરી!!!
| એક દીકરી . … ૧ માતા પિતાની લાડકવાયી એક દીકરી કાળજાનો કટકો છતાં પરાઇ એક દીકરી કયારેક પરી તો કયારેક ઢીંગલી . કયારેક મનના ટોડલે ટહુકતી કોયલ એક દીકરી . સંબંધોના સરવાળાને સાચવતા આવડે જેને એવા બંને કુળનો ઉદ્ધાર કરતી એક દીકરી જેને જોતા જ દિલના દરિયામાં ભરતી આવે . એવી પૂનમની ચાંદની એક દીકરી જેનો ખાલીપો કોઇથી ભરાય ના એવી સુખદુઃખની સખી એક દીકરી દીકરો ભલે પરણીને લઇ આવે વહુને પણ એ હોય તો કોકની એક દીકરી . ગૃહસ્થાશ્રમમાં જેનો છે અમૂલ્ય ફાળો એ સમસ્ત સંસારની નારી એક દીકરી કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ . . . આ ભેગું થાય અને આકાશમાં જે હેલી ચડે ને તેની વાદળી બંધાય અને જે આનંદ વરસે એનું નામ દિકરી પાપાની લાડલી , માની છે નાના દિલ નાદાન પણ કરે બધા માટે જાન કુરબાના ભાઇઓની મુસ્કાન , ને પરિવારની શાન આ છે દિકરીની સાચી ઓળખાણ માતા – પિતાની આંખો આસ્થી બે જ વખત છલકાય છે , * જયારે દિકરીઓ ઘર છોડે ત્યારે , અને દિકરાઓ તરછોડે ત્યારે……
ખોબો માટી આણું તારૂં . . . ! લે આ દીકરી , વિદાય ટાણે આંસું સારતી બોલી માઁ દીકરી ને જાય સાસરી મારી લાડકી , વિદાય લાગે વસમી આજ થી એ ઘર તારૂં , છોડને પિયર ની માયા સુખી થાજે એ ઘરમાં તું , આશીષ વદને બોલી ઘર નો ક્યારાની માટીમાં ભેળવી આ માટીને સુંદર ઉપવન બનાવજે પ્રેમથી બાગબાની કરીને સંસ્કાર મારા કુળના ત્યાં જઈ દીપાવજે ફરિયાદ લઈને ના આવ કદી તું પિયરીએ હળીમળીને રહેજે જેમ દૂધ માઁ સાકાર . . . અમ તુજૂ સરખાં માતાપિતા એ સંભાળજે તું જીવ થી ‘ ના દબાડાશ વૃધ્ધાશ્રમ એમને , અમ તુજ સરખા ગણજે , પારકાં ને પોતાંના કરવા લાગે જરા એ વસમું દુનિયા ની વાતો મરી મસાલો , ના મન પર લે જે એક કાન થી સાંભળીને બીજા કાને થી કાઢજે પ્રેમ થી જતન કરી ને એ ઘર ને કરજે પવિત્રપાવન . . ! દીકરી . . . ! મહેનત થી થયું હશે એ ઘર શુન્ય થી સર્જન ખુશ થાજે જોઈ એ ઘરે , ઝૂંપડી ને મહેલ માનજે નોં કરીશ તું ક્યારેય સરખામણી , પિયર સાથે એની ના કરીશ ખાણ પિયર ના સાસરિયા ની સામે જતું કરવાની ભાવના મનમાં થોડી રાખજે દુ : ખી ના રહીશ તું મનથી , હસતી રહેજે એ ઘરમાં . . . ! પતિ ની તું પ્રાણ પ્યારી , પુરજે હર ખ્વાઈશ એમની ‘ આટલી શીખ ને માન્ય રાખીશ તો ઘર સ્વર્ગ સમું થઈ જાશે , સુખી જીવન થઈ જાશે . . . . ખીબો માટી આણું તારૂં . . . . ! લે આ દીકરી . . . . ! વસિયત એને માગૅજે . . . . . . ! ! ! – Bindu , . & You Quote
નાદાનીના માથે બેડું મુક્યાની વાત છે !સાંભળો ! આ પાદર છોડ્યાની વાત છે.કાચી ઉંમર ને સમજણથી અજાણ છે,
આ કુમારીની જાયા બનવાની વાત છે !ઢીંગલીને ચુંદડી ઓઢાડી જે હરખાતી !એ રમતી દુનિયા લૂંટાઈ જવાની વાત છે.નિરક્ષર સમાજની વળી આ તે કઈ રીત !આબરૂ માટે, કાળજું દઈ દેવાની વાત છે.થઈ પડ્યા ધ્વસ્ત પોતાના સપનાના ડુંગરા,હવે, કોકના સપના પૂરા કરવાની વાત છે!ઘનઘોર જંગલમાં જાણે ભૂલા પડી ગયા,તાતના વયોયોગ્ય, ભર્તા હોવાની વાત છે!કેમ ના હોય રેલમછેલ આ આંખલડીએ,
આત્મજના ઉંબરે, મા બનવાની વાત છે !લક્ષ્મી અવતાર દરિદ્ર થયાની આ વાત છે.પ્રથાને નામે તનયાઓ હોમાવાની વાત છે!નાદાનીના માથે બેડું મુક્યાની વાત છે !સાંભળો ! આ પાદર છોડ્યાની વાત છે.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.