કરૉડૉની સંપત્તિ ધરાવનારાંમા – બાપે જતી જિંદગીએ ઘરડાંઘરમાં શામાટે રહેવું પgડ્યું ૫ . મંજુલાબહેન મિસ્ત્રી , ઉંમર : 75 વર્ષ | વસંતભાઈ મિસ્ત્રી , ઉંમર : 87 વર્ષ | પીજ ઘરડાંઘર રિવાર અને સંતાનો માટે વ્યક્તિ કેટલું જતું કરી શકે ? તેની રહેણીકરણી , સ્વભાવ , પણ જે ઘર પત્નીના નામે હોવા છતાં દીકરા માટે છોડી દે ? વડોદરાના 87 વર્ષના વસંતભાઇ મિસ્ત્રી અને 75 વર્ષના મંજુલાબહેન મિસ્ત્રી 5 વર્ષથી પીજ ઘરડાઘરમાં રહે છે . ફર્નિચરનું કામ કરતાં વસંતભાઇ અને સિલાઇકામ કરતાં મંજુલાબહેને પાઇ – પાઇ ભેગી કરી સંતાનોને ભણાવ્યા .
દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા . સમય જતાં નાનકડી ઓરડીમાં સમાતા પરિવારને મોટો લેટ પણ નાનો પડ્યો . કારણ ? મનમેળનો અભાવ . વસંતભાઇએ પત્નીના નામે ઘણા સંઘર્ષ બાદ ઘર ખરીદ્યું હતું , પણ પુત્ર – પુત્રવધૂ , પૌત્ર – પૌત્રીઓનાં સુખ માટે તેઓ પીજ વૃદ્ધાશ્રમમાં આવી ગયાં . વસંતભાઇ કહે છે , “ મેં બધું જ છોડી દીધું . બસ , મારાં સંતાનો ખુશ રહે . ” મંજુલાબહેન પણ ભીની આંખે કહે છે , “ મુદ્દલ કરતાં વ્યાજ વહાલું લાગે પણ અમને એ મોકો જ નથી મળ્યો . જીવનસફરના અંતિમ તબક્કે પરિવારજનો સાથે રહેવાની મનમાં અદમ્ય ઇચ્છા છે પણ … ‘ કહેતાં તેઓ આડું જોઇને આંસુ લૂછી લે છે .