49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહે પોતાનું ઈચ્છા મૃત્યુ આ દિવસે નક્કી કર્યું હતું

0
613

ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઈ યાદ કરતું નથી .. !

તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે . આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા . મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું . આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે . ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે .

પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય . ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે .

આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ . થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?

ભીષ્મ પિતામહના ઈચ્છા મૃત્યુ ની અજાણી વાતો:

ભીષ્મપિતામહે હસતાં હસતાં તેમના મૃત્યુનું રહસ્ય જણાવતાં પોતાના જીવનનો ઘટનાક્રમ વર્ણવતાં જણાવ્યું, હે પાંડુપુત્રો! મારા પિતા શાંતનુ હસ્તિનાપુરના રાજા હતા. મારી માતા ગંગાનો, પિતા શાંતનુ સાથે મેળાપ થયો. મારી માતાનું  આઠમું સંતાન વસુસ્વરૂપે હતો. મારી માતાએ મને બૃહસ્પતિ પાસે ચાર વેદ તથા ધનુર્વેદ ભણાવ્યા. દેવોના રાજા ઇન્દ્રએ પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર આપ્યાં. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ધનુર્વિદ્યા શીખવી. મારી માતાએ મને સર્વગુણસંપન્ન તથા યુદ્ધમાં અજેય – અપરાજિત બનાવી પિતા શાંતનુને સોંપ્યો. પિતાએ મને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો હતો. મારામાં સર્વગુણસંપન્ન દૈવીશક્તિઓ હોવાથી મારું નામ દેવવ્રત પાડ્યું હતું.
સમગ્ર ચિંતામાંથી મુક્ત થઈ મારા પિતા ગંગા નદીમાં સ્વૈરવિહાર કરતા હતા તે વેળાએ મત્સ્યગંધા સત્યવતીના મોહપાશમાં બંધાયા. સત્યવતીના પિતાએ તેમની પુત્રીથી જે સંતાનો થાય તેમને જ હસ્તિનાપુરની રાજગાદી સોંપવી એવી પ્રતિજ્ઞાનો પ્રસ્તાવ મૂક્યો. પિતા શાંતનુ આ પ્રસ્તાવથી દુઃખી થવા લાગ્યા અને બીમાર પડ્યા. પિતાનું આ દુઃખ મારાથી સહન થયું નહીં. હે પાંડુપુત્રો ! આ વેળાએ મારામાં અપાર દૈવીશક્તિ પ્રગટી. પિતાની સુખાકારી માટે મેં સત્યવતીના પિતા નિષાદરાજને વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ. સત્યવતીનાં સંતાનો જ હસ્તિનાપુરની ગાદી સંભાળશે. હું તેમની તથા હસ્તિનાપુરની રક્ષા કરીશ. નિષાદરાજને વચન આપી હું સત્યવતીને રથમાં બેસાડી હસ્તિનાપુર લાવ્યો હતો. મારા પિતા સત્યવતીને નિહાળી સાજા થવા માંડ્યા. મારા પિતાએ મારી ભીષણ (ભીષ્મ) પ્રતિજ્ઞાથી પ્રસન્ન થઈ મને વરદાન આપ્યું, હે મારા નિષ્પાપ પુત્ર ! જ્યાં સુધી તું જીવવા ઇચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તારો વાળ પણ વાંકો કરી નહીં શકે. તારી સ્વીકૃતિ લઈને જ તે તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે. આમ કહી ભીષ્મપિતામહે પાંડવોને તેમના ઇચ્છામૃત્યુનું રહસ્ય સંભળાવ્યું. દેવવ્રતમાંથી ભીષ્મ નામ શાથી થયું તે જાણી પાંડવોને પણ પિતા-પિતામહ તથા પ્રપિતામહ અંગે જાણવા મું. ભીષ્મપ્રતિજ્ઞા તથા ભીષ્મના ઇચ્છામૃત્યુનું રહસ્ય મહાભારત ગ્રંથમાં ભગવાન વેદવ્યાસે અભૂતપૂર્વ રીતે વર્ણવ્યું છે.

bhishma pitamah | bhishma pitamah name | bhishma pitamah death | ભીષ્મ પિતામહને કોને માર્યા હતા | bhishma pitamah wife | bhishma pitamah age at death |why arjun killed bhishma pitamah | ભીષ્મ પિતામહને શા માટે માર્યા | ભીષ્મ પિતામહ ની ઉંમર | ભીષ્મ પિતામહ મૃત્યુ | ભીષ્મ પિતામહ કોણ હતા | ભીષ્મના પિતાનું નામ | ભીષ્મ પિતામહ કોના પુત્ર હતા | ભીષ્મ પિતામહ ની માતાનું નામ શું હતું | ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન કોની પાસેથી મળ્યું હતું  | ભીષ્મપિતામહ શા માટે બાણ પર સુતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here