તમારા હિસાબે કોઈ Business શરૂ કરવાની સાચી ઉમર કેટલી હોવી જોઈએ? તમે જે પણ સોચતા હો, તમારા બધા અનુમાન અને તમારા બધા વિચારો આ 6 વર્ષના બાળક સામે પડી ભાંગશે. આ 6 વર્ષના બાળકનું નામ રાયન છે. રાયન તેના youtube વીડિઓ દ્વારા વર્ષે 71 કરોડ રૂપિયા કમાવવાની ક્ષમતા ધરાવે છે.
રાયનના youtube ચેનલનું નામ ‘રાયન ટોયઝ રીવ્યૂ’ છે, અને તે ખુબજ પ્રખ્યાત છે. રાયન અને તેના પરિવાર દ્વારા ચલાવવામાં આવેલા આ ચેનલમાં રાયન રમકડાંના રીવ્યૂ બનાવતો હોય છે. ફોર્બ્સે હાલમાં યૂટ્યૂબ દ્વારા કમાણી કરવા વાળાની ટોપ 10 સેલીબ્રીટીઝ લીસ્ટ બહાર પાડી હતી, જેમાં રાયન 11 મિલિયન ડોલર (71 કરોડ રૂપિયા)ની કમાણી સાથે 9 નંબર પર રહેલો છે.
રાયને પઘેલો વીડિઓ જુલાઈ 2015માં યૂટ્યૂબમાં પોસ્ટ કર્યો હતો, અને અત્યાર સુધીમાં તેઓ ઘણા બધા વીડિઓ પોસ્ટ કરી ચુક્યા છે. આ બધા વીડિઓ માંથી સૌથી વધારે પસંદગીનો વીડિઓ ‘GIANT EGG SURPRISE’ છે. આ વીડિઓને અત્યારસુધી 43,956,885,207 views લોકોએ જોઈ લીધો છે. રાયનના યૂટ્યૂબ ચેનલમાં 27 મિલિયન (27 કરોડ) સબ્સ્ક્રાઇબર્સ છે. અને અનુમાન લગાવવામાં આવે છે કે રાયન એડના માધ્યમથી મહીને 6 કરોડ રૂપિયા કમાય છે.