January 19, 2022
Breaking News

સત્સંગ કરતા કરતા પ્રભાબેન થયા બેભાન, મરી ગયા પછી પણ 5 લોકોને નવું જીવન આપતા ગયા…….ઓમ શાંતિ ,..પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

સુરત વેપાર ધંધામાં પોતાનું સારું નામ ધરાવે છે સાથે સાથે  અંગદાનમાં પણ સુરત સમગ્ર ભારતમાં પ્રખ્યાત માનવામાં આવે છે. અંગદાન  એજ મહાદાન  સૂત્રને સાર્થક કરવા માટે સુરતના એક  પરિવારે સમાજને એક નવી દિશા આપી છે જે આજે ખુબ જરૂર છે. દરેક લોકો પ્રરિત થાય તો કેટલાય ના જીવ બચી જાય સરથાણા જકાતનાકાના વિસ્તરામાં રહેતા પ્રભાબેને સત્સંગ કરતા કરતા પ્રભાબેન થયા બેભાન, મરી ગયા પછી પણ 5 લોકોને નવું જીવન આપતા ગયા કિડની, યકૃત અને આંખોના દાન આપીને પાંચ લોકોના ચહેરા પર મુસ્કાન આંવી છે. મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દાદવા ગામના રહેવાસી છે. પતિ ધીરૂભાઇ  તેનો પરિવાર ઘણા સમયથી સુરતમાં  રહે છે.

પતિ ધીરૂભાઇ હાલ નિવૃત્ત છે. જયારે તેના બે પુત્રો હીરાકામ  કરે છે. ધીરૂભાઇ ની પત્નીનું નામ પ્રભાબેન છે. પ્રભાબેન નવરાશના સમયમાં ભંજન-કીર્તન અને સત્સંગ કરતા હતા. પ્રભાબેન સાંજે 5 વાગ્યા આસપાસ સોસાયટીની વાડીમાં થતા સત્સંગમાં ગયા અને   ત્યાં તેને અચાનક ચક્કર આવતા પડી ગયાં અને બેભાન થય ગયા હતા.

તેમનો પરિવાર પ્રભાબેન ને તાત્કાલિક વરાછા વિસ્તારની પ્રખ્યાત આસ્થા હોસ્પિટલમાં લઈ ગયા  કેસ ખુબ જ ગંભીર થતો હોવાથી પ્રભાબેન ને વિનસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં સીટી સ્કેન અને બીજા રિપોર્ટ કરવામાં  આવ્યો અને જાણવા મળ્યું કે પ્રભ્બેન ને બ્રેન ડેડ  છે  ત્યારે તાત્કાલિક તેના પરિવારે આ નિર્ણય લીધો હતો અને 5 લોકોના જીવ બચાવવાનું પુણ્ય મેળવ્યું હતું.

પ્રભાબેનનાં પુત્રોએ જણાવ્યું, અમારી માતા ખુબ જ ધાર્મિક હતા. તેઓ દરરોજ સત્સંગ કરતા હતા. જયારે તેઓ અંગદાનના સમાચાર સાંભળતા ત્યારે કહેતા કે મૃત્યુ પછી શરીર બળીને રાખ થઈ જાય છે. દરેક વ્યક્તિએ મૃત્યુ પછી અંગોનું દાન કરવું જોઈએ. એ તેમની ઈચ્છા હતી  અંગદન એક મહાદાન છે. આજ આમારા માતાની વાતોને યાદ કરીને અમારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. ખુશીથી અંગદાન કરીશું  જેથી માતાની આત્માને શાંતિ મળે આવી પ્રાર્થના ભગવાનને કરીશું. અન્દન કરવાથી અમારી માતા અમારી સાથે જીવિત પણ રહેશે

પરિવારની સંમતિ મળ્યા બાદ નિષ્ણાત ડોકટરોની ટીમે ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક સાધ્યો અને તેમને પ્રભાબેનની મગજ મૃત્યુ અંગે માહિતી આપી. ત્યાર બાદ ડોકટરોની એક ટીમ હોસ્પિટલમાં પહોંચી અને તેના પરિવારના સભ્યો તથા તેના પુત્રોને અંગ દાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જો આ અંગ દાન કરવામાં આવે તો પાંચ વ્યક્તિને નવું જીવન મળી શકે છે અને પ્રભાબેનનાં દુ: ખદ અવસાન પછી પણ તેમની સ્મૃતિ અન્ય વ્યક્તિઓમાં જળવાઇ રહેશે.

સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી સાથે વાત કરીને ડોનેટ સંસ્થાના પ્રમુખે કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTOએ આ બંને અંગોને અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને આપ્યા હતા. આ રિસર્ચ સેન્ટરે સુરત આવીને પ્રભાબેનના અંગ દાનનો સ્વીકાર કર્યો. આ 2 કિડની અને લીવરના દાનથી 3 જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળ્યું. જયારે બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયા ને સોંપાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *