દરેક વ્યક્તિ ને જીવનમાં ઉતારવા જેવી વાત આપણે અધૂરાં કેમ છીએ થોડોક સમય કાઢીને જરૂર વાંચવું

0
283

આપણે અધૂરાં કેમ છીએ ? Sી ટલા જ માટે કે જેથી આપણે વિકાસ પામી પૂર્ણતાને પહોંચી શકીએ . જીવન એ અપૂર્ણતાથી – અધૂરાપણાથી – પૂર્ણતા તરફનું પ્રયાણ જ છે . એક બીજમાં વૃક્ષ છુપાયું છે પરંતુ વૃક્ષ બનવા માટે એણે બીજ તરીકેનું પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે છે . બીજ પોતે વૃક્ષ નથી . આ રીતે જીવનમાં ક્યાં તો તમે દરેક મુકામે અપૂર્ણતા જોઈ શકશો અથવા એક અપૂર્ણતાથી બીજી અપૂર્ણતા તરફ થતી ગતિને . . તમે જ્યાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરશો , એ વૃદ્ધિ પામવા માંડશે . તમે કોઈ અપૂર્ણતા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો અપૂર્ણતા પણ વધવા માંડશે . તમે હંમેશાં આનંદમાં કેવી રીતે રહી શકો ? “ હંમેશાં ’ ને ભૂલી જાઓ તો તમે આનંદમાં રહેશો . “ હંમેશાં ’ સુખસગવડમાં રહેવાની ઈચ્છા તમને આળસુ બનાવશે . ‘ હંમેશાં ’ પૂર્ણતાનો આગ્રહ તમને ક્રોધી બનાવશે . હંમેશાં ધનવાન બનવાની આકાંક્ષા તમને લોભી બનાવશે . ભય ત્યારે પેદા થાય છે જ્યારે આપણને એ નથી સમજાતું કે “ હમેશ ” માટે તો માત્ર “ આત્મા ” જ છે . અનંત આત્માની પ્રકૃતિનું આ જીવન રૂપ હંગામી પ્રતિબિંબ જે કદી ‘ હમેશ ’ નથી હોતું – તે જ માયા છે . – જ્યારે કાંઈક માયામાં ન આવે તેટલું સુંદર અને આનંદમય હોય છે , ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે આ સ્વપ્ન તો નથીને . સામાન્ય રીતે જેને આપણે વાસ્તવિક્તા તરીકે ઓળખીએ છીએ એ આનંદમયી હોતી નથી , આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર માટે જ્યારે દુ : ખ હોય ત્યારે તમને એ સ્વપ્ન હશે એવું આશ્ચર્ય કદી થતું નથી . તમને ખાતરી જ હોય છે કે એ વાસ્તવિક છે . આ જ છે વાસ્તવિકને અવાસ્તવિક તરીકે અને અવાસ્તવિકને વાસ્તવિક તરીકે જાણવું . સાચું તો એ છે કે બધાં સુખ – દુ : ખો અવાસ્તવિક છે . એક શાણો માણસ જાણે છે કે આનંદ જાણે છે કૈ આનંદ જ વાસ્તવિક છે , કારણ એ જ તમારી પ્રકૃતિ છે . સુખ – દુ : ખ એ તો અવાસ્તવિક છે , કારણ એ યાદની ઉપજ છે . જ્યારે તમે બધું જ સ્વપ્નની જેમ જોશો ત્યારે જ તમે તમારી સાચી પ્રકૃતિ મુજબ વર્તી રહ્યા હશો . ડરામણું સ્વપ્ન એક એવું સ્વપ્ન છે જેને આપણે વાસ્તવિક્તા માનીએ છીએ . સ્વપ્નમાં કદી કોઈ ગૂંચવણ થતી નથી . આ બધો સંસાર પણ સ્વપ્ન તો નથીને ? એવું આશ્ચર્ય કરતા રહો અને તમે વાસ્તવિક્તામાં જાગી શકશો . સમજવામાં ભૂલ કરવી એ ભ્રમ છે અને અમને ભમ સમજવો એ જ્ઞાન છે . દુનિયા અંગેનો આપણો અનુભવ સમજ આધારિત છે . આ જગત આખું ભમ છે કારણ આપણી બધી જ સમજ ભૂલભરેલી છે . બધા જ અનુભવો સમજને આધારે જ થતા હોય છે . જો કોઈ વાસ્તવિક હોય તો તે કેવળ અનુભવ કરનાર જ છે . અનુભવો દરમિયાન , જોનારને જે અનુભવ કરી રહ્યો છે , તેને શોધો . દરેક અનુભવ એની છાપ છોડે જાય છે અને આ છાપ તમારી બુદ્ધિને ઢાંકે છે . આ જ ક્ષણે જાગો , તમા પાછલા બધા અનુભવો તમારા ભેજામાંથી ખંખેરી કાઢો , અને જે હું અને તમે છીએ તે શુદ્ધ આત્માને ખોળી કાઢો . પ્રશ્ન : ‘ તમે અનુભવ કરનાર અને અનુભવ વચ્ચેનો ભેદ શી રીતે જાણી શકો ? ’ શું તમે વાસ્તવમાં અહીં છો ? તમે સાંભળી રહ્યા છો ? હવે આંખો બંધ કરો અને જુઓ કે કોણ સાંભળી રહ્યું છે , કોણ પ્રશ્ન કરી રહ્યું છે , કોણ બેઠું છે અને કોને શું જોઈએ છે . કોણ ગૂંચવણમાં છે ? એ જ છે જે અનુભવ કરનાર છે . ( ક્રમશ : )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here