સુદ ૧૪ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ચૌદમો દેઢધન્વાના પૂર્વજન્મની કથા
અધ્યાય ચૌદમો : મૌનવ્રતની કથા
સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હૈ મુનિશ્રેષ્ઠો ! રાજા દેઢધન્વા ચિંતાતુર દશામાં હતો . તે અરસામાં ઋષિ વાલ્મીકિ તેમને ત્યાં પધાર્યા . આથી રાજા ઘણો હર્ષ પામ્યો . તેણે તેમને આવકાર્યા . 3 તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચઢાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યો . ઋષિ વાલ્મીકિએ તેની ઉદાસીનું કારણ પૂછતાં તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી . પોપટનો કહેવાનો અર્થ શું છે , પણ પૂછ્યું . ઉપરાંત તેમણે જણાવ્યું : ‘ મારી પાસે રાજ્ય છે . દેવો જેવા ચાર પુત્ર છે . સુલક્ષણા પત્ની છે . હાથી , ઘોડા , રથ આદિ અઢળક સમૃદ્ધિ છે .
આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે . આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે . ’ હેઠંધૃવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકિ ધ્યાનમગ્ન બન્યા . થોડીવાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા : ‘ દે રાજન , હું પૂર્ણ મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો . તારું નામ સુદેવ હતું . તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રીહરિને પ્રસન્ન કર્યાં હતા . તું ધાર્મિક વૃત્તિવાળો , વેદાધ્યયન કરનારો , સંતોષી અને વિષ્ણુપરાયણ હતો . તારી પત્નીનું નામ ગૌતમી હતું . તે પતિવ્રતા સ્ત્રી હતી . તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો . આ બાબત તે પત્નો સમક્ષ કરી હતી . : ગૌતમી જ્ઞાની હતી . તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું : “ તમે વિદ્વાન છો . સંતાનની લાલસા રાખી શા માટે દુ : ખી થાવ છો ?
જો સદ્ભાગ્યે પુત્ર હોય તો કુળને તારે છે , પરંતુ પુત્ર હોય તો જીવન વિષમય બનાવી દે છે , કુળને કલંક લાગે છે . માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રીહરિનું ભક્તિપૂર્વક આરાધન કરો . તે તમારી ચિંતા દૂર કરશે . જેમ કર્દમ ઋષિની શ્રદ્ધા – ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી , તેમ ભગવાન આપણી સામે પણ જોશે . ’ ગૌતમીનાં આવાં વચનો સાંભળી સુદેવ આનંદિત થયો . તે પોતાની પત્નીને સાથે લઈ તાવર્ણી નદીના કિનારે ગયો . ત્યાં તેણે તપ આદર્યું . તે પાંચમા દિવસે ફક્ત સૂકાં પાદડાં ને જળનો આહાર કરવા લાગ્યો . આમ તપ કરતા ચાર હજાર વર્ષ વીતી ગયાં . સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા . ’ ’ ‘ શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ દઢધન્વાના પૂર્વજન્મની કથા ‘ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ . હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ .
મૌનવ્રતની કથા
અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો . તેનું નામ ધર્મદાસ હતું . ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો . તેણે જીવનનાં ઘણાં વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી . વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું . તેની ઉંમર સિત્તેર વર્ષથી થઈ હતી . એવામાં પુરુષોત્તમ માસ આવ્યો . ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો , તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું . વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઊઠીને નદીએ સ્નાન કરવા ગયો .
વ્રત – નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું . કથા – વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો . ૧૨ ૧ સિત્તેર વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો . ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી પ્ર ગઈ હતી . બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો . ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી . બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો . તેનો જીવ ગભરાવા લાગ્યો . તે વિચારવા લાગ્યો . ‘ બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે , તે આખો મહિનો કેમ ખેંચાશે ? ’ પણ સંકલ્પ કરેલો , તેથી નિયમભંગ કરે તો દોષમાં પડે . એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું , પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી . એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો , પણ મન ઘણું મજબૂત હતું . દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો , અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો . મોડી રાતે તેને ઊંઘ આવી . સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનનાં દર્શન થયાં . તે બોલ્યા : ‘ ‘ હૈ ભક્ત ! તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે . બે દિવસના ઉપવાસથી તારા હોશકોશ ઊડી ગયા છે .
આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે . વ્રતસંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે . તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું . આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે , તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે , માટે તું મૌનવ્રત લે , આખો દિવસ મૌનવ્રત રાખ . ‘ ‘ આમ , ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર્ધાન થઈ ગયા . સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો . તેણે તે જ પળે મૌનવ્રત ધારણ કરી લીધું . ત્રીજે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યો . ઘેર આવ્યા પછી ભોજન લીધું . ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો . તેણે આખો દિવસ મૌનવ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું . શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દેઢ થયું . આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું .
તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું . ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા : “ હે વિપ્ર ! તારી ઇચ્છા હોય તે માગી લે . હું તારા ઉપર પ્રસન્ન થયો છું . ’ ,, ધર્મદાસ કહે : “ હે પુરુષોત્તમ ભગવાન ! તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યાં છે . મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી . પણ મારા હાથે દુઃખી મણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો . મને એટલું બળ આપો કે હું તન – મન – ધનથી દરેક જીવની સેવા કરી શકું . છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો . ’ ’ ‘ તથાસ્તુ ’ કહી પુરુષોત્તમ ભગવાન અદશ્ય થઈ ગયા . ધર્મદાસ મૌનવ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો હતો . તેને મૌનવ્રતનું મહત્ત્વ સમજાયું હતું . હવે તેણે પોતાની કથાઓમાં મૌનવ્રતનો મહિમા સમજાવવા માંડ્યો . તે કહેતો : ‘ ‘ હે ભાઈઓ ! દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ .
તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ . તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરી મૌન પાળો . આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો . તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો . આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે . ૧૨ વર્ષ સુધી જે મોન પાળે છે , તેને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે . મૌનવ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે . દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ . સિત્તેર વર્ષની ઉમરે પણ તેણે ધર્મનાં ઝરણાં વહેતાં મૂકી દીધાં . ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યાં . ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી , અન્નદાન – વસ્રદાન કર્યા .
તે રાત – દિવસ ધર્મકાર્યમાં ડૂબેલો રહેતો હતો . આમ , મૌનવ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા – ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યો . ન બોલ્યામાં નવ ગુણ , બોલ્વે બીગડી જાય મૌન તણો મહિમા ઘણો , પ્રભુ પ્રસન્ન થાય .