મિત્રો બાપ દીકરાની આ દર્દ ભરી કહાની અચૂક વાંચજો આંખમાં આંસુ આવી જશે વધુમાં વધુ શેર કરજો

0
748

અચાનક મારા મિત્રનો ફોન આવ્યો…તું ઘરે જલ્દી આવીજા મેં કારણ પૂછ્યું… તેણે કિધુ..ઘરે આવીજા પછી જણાવુ…

હું..અને કાવ્યા…કાર મા બેસી.. વિજય ના ઘરે જવા રવાના થયા..રસ્તા મા વિચારતા હતા…અચાનક બોલાવવાનું કારણ શું હશે ?તેના ઘર પાસે…કાર પાર્ક કરી અમે દોડી ને અંદર ગયા….
વિજય ની પત્ની રડતી હતી..વિજય માથે હાથ દઈ બેઠો હતો…મેં કીધું..વિજય અચાનક શુ થયું….? વિજય કહે….દોસ્ત..કાલ સાંજના સ્કૂલે થી છુટી હેમલ ( વિજય નો પુત્ર) ઘરે નથી આવ્યો..મેં કીધુ…સ્કૂલ માંથી શુ કહે છે ?સ્કૂલ માંથી કહે છે..છેલ્લા પિરિયડ સુધી..હેમલ કલાસ મા હતો…. તારી ભાભી તેને સ્કૂલે લેવા ગઈ…ઘણી રાહ જોયા પછી..સ્કુલ મા તપાસ કરી..પણ તે લોકો એ હાથ અધ્ધર કરી દીધા…પોલીસ માં જાણ કરી ? મેં પૂછ્યું હા કરી.એ લોકો તપાસ કરી રહ્યા છે…છેલ્લે તારે કોઈ સાથે માથાકૂટ કે દુશ્મની થઈ હોય તો યાદ કર….ના ..એવું તો કઇ નથી યાદ આવતું …થોડી વાર…બેઠક રૂમમા શાંતિ થઈ ગઈ… મારી અચાનક નજર …તેના કાચ ના ટેબલ ઉપર પડેલ એક સુંદર ફોટો ફ્રેમ ઉપર પડી…”દાદા સાથે નો હેમલ નો ફોટો” હોળી ના કલર થી રંગાયેલ….મને યાદ આવ્યું.. પારિવારિક માથાકૂટ ને કારણે વિજય તેના પિતા ને ગયા વર્ષે શહેર ના ઘરડા ઘર મા મુકી આવ્યો હતો…હું…જયારે..જયારે વિજય ના ઘરે આવતો..ત્યારે દાદા અને હેમલ ની નિર્દોષ મસ્તી તોફાન જોઈ હું ખુશ થતો.. .દાદા-પૌત્રનો પ્રેમ જોવાની મઝા આવતી હતી…મેં વિજય ને કિધુ..તું ઉભો થા…. વિજય કહે કેમ ? મેં કીધું..સવાલ કરવા નો સમય નથી.. વિજય અને તેની પત્ની…ઉભા થયા…અમારી કાર..માં બેસી ગયા….મારી કાર…ઘરડાઘર પાસે ઉભી રહી… મેં કિદ્યુ….વિજય મારો અંતર આત્મા કહે છે..હેમલ અહીં જ હશે.. અમે દોડતા…અંદર ગયા… દાદા નો રૂમ નંબર મને ખબર હતો…કારણ કોઈ કોઈ વખત હું તેને મળવા જતો હતો…અમે દોડી ને રૂમ ખોલ્યો… તો હેમલ અને દાદા મસ્તી તોફાન કરતા હતા..બન્ને ના ગાલ હોળી ના કલર થી રંગાયેલા હતા…વિજયે દોડી ને હેમલ ને તેડી લીધો.. વિજય ..અને તેની પત્ની હેમલ ને ભેટી ને ખૂબ રડ્યા…બેટા આવી રીતે જાણ કર્યા વગર જતું રહેવાય ?મારી આંખમાંથી પણ પાણી પડી રહ્યા હતા… મારાથી કડવું પણ સત્ય બોલાયા વગર રહેવાયુ નહીં..મેં કીધું..વિજય..તને તારો પુત્ર ફક્ત ચોવીસ કલાક આખ થી દુર થયો અને આટલું લાગી આવ્યું..તો વિચાર કર… આ પથારી માં સુતેલ નિઃસહાય તારો બાપ એક વર્ષ થી તને તેની રડતી આખે શોધી રહ્યો છે…. તેની વેદના અને લાગણી ની કલ્પના આજે થોડી કરી.લે….હેમલ… વિજય ના હાથ માંથી ઉતરી ફરી દાદા પાસે જતો રહ્યો અને બોલ્યો..દાદા આલોકો ને વઢો ને..મારે ઘરે નથી જવું…મને ઘરે નથી ગમતું…મેં કીધું..સોરી વિજય.. બાળકો એ તો પરિવાર નું ભવિષ્ય છે..તેઓને વર્તમાન જ આવો ખરડાયેલો..બતાવશો..તો આવનાર ભાવિષમા તું આ બાળક પાસે શુ અપેક્ષા રાખીશ ? બાળકો હંમેશા તમારૂ વડીલ પ્રત્યે નું વર્તન અને વ્યવહાર જોતા હોય છે… જેવું વાવો તેવું લણો.. એ ભૂલતો નહીં….આ પગલુ.. મને તારૂં ત્યારે પણ યોગ્ય નહોતું લાગ્યું..અને આજે પણ..નથી લાગતું.. દરેક માઁ ને પોતાના સંતાન શ્રવણ જેવા ગમે છે..પણ પોતાનો પતિ જો શ્રવણ બનવા નો પ્રયતન કરે તો આંખમા ખૂંચવા લાગે છે..આ તારો વ્યક્તીગત મામલો હોવાથી હું ચૂપ રહ્યો હતો… પણ આજે મેં મારી મર્યાદા લાગણી ના આવેશ મા તોડી છે..જેમાં મારો અંગત કોઈ સ્વાર્થ નથી…મને માફ કરજે..દોસ્ત ..માઁ બાપ ને સમજવા માટે.. માઁ બાપ બનવું પડે..કહી રડતી આખે મેં રૂમ ની બહાર નીકળવા નો પ્રયતન કર્યો…ત્યાં…વિજયે મને ઉભો રાખ્યો…દોસ્ત. ઉભો રહે… તું અમારી દરેક મુશ્કેલી માં અમારી સાથે ઉભો રહ્યોં…છે… માટે..તને સત્ય કહેવા નો પણ એટલો જ અધિકાર છે.હું મારા બાપ પ્રત્યે ની ફરજ ભૂલી ગયો હતો…મારા બાળકે અને તેં મારી આંખ ખોલી મારી ફરજ પ્રત્યે જાગૃત કર્યો છે..તારો આભાર માનું એટલો ઓછો છે..આજે…હું નિર્ણય લઉ છું..મારા પિતા ને માન સ્વમાન સાથે હું અમારા ઘરે પરત લઈ જાઉ છું..દોસ્ત.. ખૂબ..ખૂબ.ધન્યવાદ… દરેક સંબધ ને સ્વાર્થ થી જોવા ને બદલે ઋણાનુબંધ થી જોવા ની આદત પાડ… તારી દુનિયા બદલાઈ જશે.. મારા મિત્ર ને ત્યાં બનેલી
આ સત્ય ઘટના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here