ફોન નામ : તમને ખબર
સરનામું મોટી ડેલી વારી શેરી . . નાના ટેણીયા ને ક્યો તોય ઘર સુધી મુકી જાય . બદલતા રઈયે છીયે . .
ઇ – મેઈલ નો દેવાય બેન્કમા દિધેલું છે ઇટલે . . જન્મતારીખ તારીખ યાદ નથી આપડે ભુકંપ ચ્યો ઇના દસ દી પેલા
શારીરિક જાણકારી :
ઉચાઇ : બારણા થી ૧ વેત નીચી . . .
વજન : ૩ મણ .
રંગઃ નદી ની રેત જેવો . ,
સ્વાથ્ય : ઘોડા જેવું જાતી :
ગુજરાતી લગન : નથી ચ્ચા . . ઉપર વાળાની મેર છે . પર્સનાલીટી એકદમ ઢાસું .
દેશ : રામ નો જનમ ચ્યો ઇ દેશ આપડો . .
ભણતર : બપોર સુધી
વધુ જાણકારી માટે રૂબરૂ મળો . . મોબઈલ નં . ૯૯ ૨ ચવાણું મોડુ ઉઠાણુ તો નો નવાણૂ
માજીએ હોસ્પિટલમાં ફૉન કર્યો ને બોલ્યા;
મને રુમ નંબર 302 માં ના ગોમતીબેનની તબિયત કેવી છે તે કહી શકશો કે…. ?
જરા ભિતી લાગે છે એટલે ફૉન કર્યો…
જરા બે મિનિટ હોલ્ડ કરો હો… એમ કહીને ત્યાંના ઑપરેટરે ત્રીજા મજલા પરના નર્સને ફૉન જોડી દિધો…
નર્સ બોલી, સારુ છે હવે તેમને… બીપી નૉર્મલ થઈ ગયું છે અને બધા જ ટેસ્ટ પણ નૉર્મલ આવ્યા છે. ડૉક્ટર કહેતા હતા કાલે છુટ્ટી આપશે તેમને.
વાહ.. વાહ..! સાંભળીને બહુ સારુ લાગ્યું, ધન્યવાદ ! માજી બોલ્યા.
નર્સ :- તમે તેમના બહેન બોલો છો કે ?
નહીં, *હું પોતે ગોમતીબેન બોલું છું 302 માંથી !*
*મને કોઈ સરખો જવાબ જ ન’તો મળતો,* *એટલે થયું કે પોતે જ ચોકસી કરવી….*
*#આત્મનિર્ભર માજી !!!