ધન્ય છે આ મહાન વ્યક્તિને BMW કારમાં બરફ્ની પાટ લઈ આવી ચબુતરામાં નાખે છે

0
319

વર્ષ ૨૦૧૩ થી દર ઉનાળે દૈનિક ૮૦ કિલો જેટલો બરફ ચબૂતરામાં નાખે છે આ મહાન વ્યક્તિ પોતાની  BMW કારમાં બરફની પાટ લઇ રેસકોર્સમાં કબૂતરોને ઠંડક કરતો યુવાન જેની આજ ખુબ વખાણ થઇ રહ્યા છે તમે ફક્ત વખાણ જ કરશો કે આ કોઈ પુણ્યનું કામ પણ કરશો આ વ્યક્તિ  દર રવિવારે ગરીબોને ભોજન આપે છે તેમજ પોતાનો જન્મ દિવસ પણ  અનાથ દિકરીઓ સાથે જ  ઉજવે છે

સુ ખ સાહિબીભર્યુ જીવન જીવતા હોવા છતાં સેવાનો ભેખ ધારણ કરી સેવા પરમો ધર્મની સુવાસ ફેલાવનારા અમૂક લોકો જ જોવા મળે છે. રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક યુવાન પોતાની BMW કારમાં બરફ્ની પાટ લઇ રેસકોર્સમાં ચબૂતરામાં નાખી કબૂતરોને ઠંડક આપી રહ્યો છે  ઉનાળામાં આકરા તાપમાં દરરોજ ૮૦ કિલો બરફ ચબુતરામાં નાખી રહ્યો છે અને તેની આ પ્રવૃતિ વર્ષ ૨૦૧૩ થી અવિરત ચાલુ છે . આવા ઉનાળામાં આપડે સૌને ભાર નીકળવાની ઈચ્છા થતી નથી તો આ અબોલ પક્ષીઓની શું હાલત થતી હશે તો તમે તમારા ઘરની અથવા સોસાયટીની આજુ બાજુ એક પાણી ભરેલું કુંડુ જરૂર રાખજો જેથી કોઈ અબોલ પશુ પક્ષી તડકામાં પોતાનો તરસ છીપાવી શકે

કૌશિકભાઈ કનારા વર્ષ ૨૦૧૩ થી દર ઉનાળે ૪ માસ સુધી સતત  બી.એમ.ડબલ્યુ . કારમાં ૬૦ થી ૮૦ કિલોની બરફ્ની પાટ રેસકોર્સના ખુલ્લા મેદાનમાં નાખે છે કે જ્યાં દરરોજ અનેક કબૂતર પાણી પીવા માટે આવે છે. જે બાદ જ બપોરે ઘરે જમવા જાઉં છું. મારા પછી અન્ય લોકો પણ બરફ મુકતા થયા છે. આ સિવાય દર વર્ષે રતનપરમાં અનાથ દિકરીઓને જમાડી જન્મદિવસ ઉજવું છું અને માતા – પિતાની તિથીમાં વૃધ્ધોને જમાડું છું. પ્રભુએ આપેલું ઘણું છે જેથી બિઝનેસની સાથે સેવાકાર્ય કરી નિજાનંદ મેળવું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here