ખેડૂતોમાં મોબાઈલ ફોનની ખરીદીમાં મળતી સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અત્યારે જે 10 ટકા સહાય મળે છે તે વધારીને 40 ટકા કરવામાં આવશે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અંગે સત્તાવાર પરીપત્ર જાહેર કરશે. ખેતીમાં નવી નવી ટેક્નોલોજી અને નવી પદ્ધતિઓની માહિતી સ્માર્ટ ફોનમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકતી હોવાથી સરકાર ઇચ્છે છે કે દરેક ખેડૂત (Farmer) સ્માર્ટ ફોન વાપરતો થાય. આ માટે સરકારે 15 હજાર સુધીના મોબાઈલ ફોન (Mobile phone) માં 10 ટકા સહાય આપતી યોજના લાગુ કરી હતી. જોકે આ યોજનાને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો.
વધુમાં વધુ 6000 સુધીની સહાય મળશે
જો ખેડૂત 15 હજારથી ઓછી કિંમતનો મોબાઈલ ખરીદે તે તેને તેની કિંમતના 40 ટકા સહાય મળશે અને જો ખેડૂત 15 હજારથી વધુ કિંમતનો મોબાઈલ ફોન ખરીદવા માગે તો તેમના વધુમાં વધુ 6 હજારની સહાય મળી શકશે. યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે. અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નીચે મુજબ છે.
- ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ સહાય મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
-
- રદ કરેલ ચેકની નકલ
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
- મોબાઈલનો IMEI નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ
- જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.
આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે. વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે. “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે. ખેડૂતો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રોતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે? :નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.
Khedut Mobile Sahay Yojana નો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે.?: આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Farmer Smartphone Scheme ની ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ કઈ જગ્યાએ જમા કરવાની રહેશે?
આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લાભાર્થી ખેડૂતે સહી કરીને ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાના તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) જમા કરવાની રહેશે.