આ દશ ચહેરાને ધ્યાનથી જોઈ લો જેને 306 મહિલાના સોનાના ચેન તોડ્યાના કેશ નોંધાયા છે

આ 10 ચેન ચોરે  મહિલાઓના 306 દોરા તોડ્યા છે નોંધાયેલા ગુના અનુસાર, 2015થી અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ 1526 મહિલાનાં સોનાના ચેન તૂટ્યા છે

ચેન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષની સજાના કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. મોબાઇલ, ચેન સ્નેચિંગનો આતંક અમદાવાદ પણ વધી ગયો છે ત્યારે ચેન સ્નેચર્સથી શહેરની મહિલાઓ સતર્ક રહે તે હેતુથી ‘દિવ્ય ભાસ્કર’ શહેરના ટોપ 10 ચેન સ્નેચરની તસવીરો બતાવવા માગે છે, જેથી પોતાનો કીમતી દાગીનો લૂંટતા બચાવી શકે. આ દસે અત્યાર સુધીમાં 306 દોરા તોડ્યા છે.

અમદાવાદમાં 100 કરતાં પણ વધારે ચેન સ્નેચર્સ સક્રિય છે. તેમાંથી ઘણા બધા એવા છે કે બે-ત્રણ અથવા તો તેના કરતાં વધારે ગુના કર્યા હશે, પરંતુ કેટલાક એવા પણ છે જેમણે એક વખત પકડાયા બાદ તેમણે ચેન તોડવાનું બંધ કરી દીધું છે. શહેરમાં સરેરાશ રોજ એક મહિલાનાં ગળામાંથી સોનાનો દોરો ખેંચાય છે, જે મુજબ વર્ષે ચેન સ્નેચિંગની સરેરાશ 350થી વધુ ઘટના બને છે. 2015થી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 1526 જેટલાં ચેન સ્નેચિંગ થયાં હતાં. એક દોરાની કિંમત 50 હજાર માનીને ચાલીએ તો વર્ષે અંદાજે 2થી 3 કરોડનાં સોનાના દોરા શહેરમાંથી લૂંટાય છે. શહેરમાં દર વર્ષે ચેન સ્નેચર્સ 300થી 350 સોનાના દોરા તોડે છે, જેની સામે ડિટેક્શનનો દર માત્ર 30થી 40 ટકા હોવાનું જાણવા મળ્યું છે.

શંકાસ્પદ બાઇકચાલકથી સાવધાન મોટા ભાગના ચેન સ્નેચર્સ ચોરીના બાઇક વાપરે છે

ચેનનું વજન 12 ગ્રામ ગણીએ તો પણ 5 વર્ષમાં 18 કિલોના સોનું લુંન્તાયું અમદાવાદમાં ચેન સ્નેચર્સે 2015થી અત્યાર સુધીમાં 1526 સ્નેચિંગ કર્યાં છે. એક ચેનનું વજન અંદાજે 12થી 15 ગ્રામ ગણીએ તો શહેરની મહિલાઓનું છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 18થી 20 કિલોગ્રામ જેટલું સોનું લૂંટાયું હોવાનું અંદાજી શકાય છે.

ઘણાં સ્નેચિંગ બ્લેક પલ્સર પર આવેલા બદમાશોએ કર્યાં

મોટે ભાગનાં બ્લેક પલ્સર બાઇક, તેમાંય પ્લસર 220 પરથી કર્યાં છે. પલ્સરનું 220 બાઇક પિકઅપ બાઇકની ગણતરીમાં આવતું હોવાથી તેમને દોરો તોડી નાસી જવામાં સરળતા રહે છે. અત્યારસુધી પકડાયેલા મોટા ભાગના સ્નેચર્સે ચોરી કરેલા બાઇકનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ચેન ચોર  પાસેથી દોરા ખરીદનારા 3 સોની જેલમાં પુરાયા

પીસીબીના પીએસઆઈ ડી. ડી. ચૌધરીના જણાવ્યાનુસાર, સ્નેચર્સ પાસેથી દોરા ખરીદનારા 3 સોનીની ધરપકડ કરી જેલમાં ધકેલાયા છે, જેમાં ગિરીશ સોની (નરોડા), અજય સોની (રામોલ), ભાવિક સોની (ઘાટલોડિયા)નો સમાવેશ થાય છે.

Leave a Comment