ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં દર ત્રીજો ભારતીય ગુજરાતી છે જાણો આપણા ઞુજરાતીઓ વીશે

0
268

1972માં યુગાન્ડાના શાસક ઇદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કરતા આફતને અવસરમાં પલટવામાં માહેર ગુજરાતીઓ બ્રિટન અને અમેરિકા જઈને સમૃદ્ધ બન્યાં હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું. રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. ‘પટેલ’ અટક ધરાવતા સૌથી વધુ લોકો અમેરિકા અને બ્રિટનમાં રહે છે. આ બે જ દેશોમાં દોઢ-દોઢ લાખ લોકોની અટક પટેલ છે. ગુજરાતીઓ જ્યાં વસ્યાં છે એ દેશોના અર્થતંત્રને વિકસાવવામાં પણ મોટું યોગદાન આપતા રહ્યા છે. બ્રિટનમાં હાલમાં થયેલા સરવે પ્રમાણે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર સૌથી વધુ ખર્ચ કરનારાઓમાં પટેલો સામેલ હતા.પકારણ, વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે 58 ગુજરાતી છે.-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 22 લાખ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં 140 ક્રમે ‘પટેલ’ છે, અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26 % નો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here